5G સેવાઓ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદ દ્વારા શરૂ કર્યાના બે અઠવાડિયાથી પણ ઓછા સમય પછી ધ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલી કમ્યુનિકેશન (DoT) એ હેન્ડસેટ ઉત્પાદકોને મોબાઇલ ટેલિફોનીની નવી પેઢી માટે ઝડપથી સોફ્ટવેર સપોર્ટ રોલ આઉટ કરવા કહ્યું છે. બુધવારે ટેલિકોમ વિભાગ અને IT મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથેની બેઠક પછી samsung અને Apple એ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં આ વર્ષના અંત સુધીમાં તેમના 5G સક્ષમ ફોન માટે સોફ્ટવેર અપગ્રેડ કરશે.
આ મહિનાની શરૂઆતમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓનું ઉચ્ચ ડેસિબલ લોન્ચ થયું છતાં પણ, 5G સક્ષમ ફોન ધારકોની ફરિયાદ છે કે જ્યાં 5G
નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યા હતા તે શહેરોમાં સેવાઓ મળી રહી નથી. આ મુખ્યત્વે એટલા માટે થતું હતું કારણ કે હેન્ડસેટ્સ 5G નેટવર્ક્સ પર લોન્ચ કરવા માટે જરૂરી એન્ટેના હોય ત્યારે નેટવર્ક્સ સાથે સુસંગત થવા માટે ઓવર-ધ-એર સોફ્ટવેર અપડેટ્સની જરૂર હતી.
એક સ્ટેટમેન્ટમાં i-Phone બનાવતી Apple કંપની કહ્યું હતું કે, ડિસેમ્બરમાં આઇફોન વપરાશકર્તાઓ માટે 5G સોફ્ટવેર અપડેટ્સ રોલ આઉટ કરવાનું શરૂ કરશે. iPhone 14, 13, 12 અને iPhone SE સહિતના મોડલમાં અપગ્રેડ કરાશે. “સોફ્ટવેર અપડેટ દ્વારા 5G સેવાઓ સક્ષમ કરવામાં આવશે અને ડિસેમ્બરમાં iPhone વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવાનું શરૂ કરશે,” Apple એ જણાવ્યું હતું કે, તે ભારતમાં કેરિયર પાર્ટનર્સ સાથે કામ કરી રહી છે જેથી જલદી જ નેટવર્ક અનુમતિ તેની ગુણવત્તા અને પરીક્ષણ પૂર્ણ થતાજ iPhone વપરાશકર્તાઓને શ્રેષ્ઠ 5G સેવાઓ મળશે.
Appleની હરીફ કંપની દક્ષિણ કોરિયન ઇલેક્ટ્રોનિક્સ બનાવતી સેમસંગે જણાવ્યું હતું કે તે નવેમ્બરના અંત સુધીમાં તેના તમામ 5G ઉપકરણો પર ઓવર-ધ-એર અપડેટ્સ રોલ આઉટ કરવાનો પ્લાન છે. જેથી વહેલી તકે ભારતીય ગ્રાહકોને હાઇ સ્પીડ સેવાઓ મળી રહે. સેમસંગ ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમે અમારા ઓપરેટર પાર્ટનર્સ સાથે મળી કામ કરી રહ્યા છીએ. નવેમ્બર 2022ના અંત પહેલા અમારા તમામ 5G ઉપકરણો પર OTA અપડેટ્સ લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ, જેથી ભારતીય ગ્રાહકો 5Gનો અનુભવ વહેલી તકે કરી શકશે”
અત્યારે ભારતી એરટેલ એકમાત્ર એવી કંપની છે જેણે 5G સેવાઓ વ્યવસાયિક રીતે શરૂ કરી છે જ્યારે Jio એ બીટા ટ્રાયલ શરૂ કર્યું છે. ભારતી એરટેલે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં આઠ શહેરોમાં 5G રોલ કરવાનું શરૂ કર્યું છે જ્યારે Jioએ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં બીટા ટ્રાયલ શરૂ કરી છે. આગામી બે વર્ષમાં 5G સેવાઓ ક્રમશઃ સમગ્ર દેશને આવરી લેશે, Jioનું કહેવું છે કે, તે ડિસેમ્બર 2023 સુધીમાં અને ભારતી એરટેલ માર્ચ 2024 સુધીમાં શરૂ કરવાની યોજના ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટેલિકોમ ઓપરેટરોએ ચિંતા વ્યક્ત કરી કે 5G સેવાઓના સમયસર પ્રસારના સંદર્ભમાં સ્માર્ટફોનમાં સોફ્ટવેર પેચના રોલઆઉટમાં વિલંબ થાય છે. અત્યાર સુધીમાં ભારતીય માર્કેટમાં 128 સ્માર્ટફોન મૉડલ ઉપલબ્ધ છે જે 5G સાથે સુસંગત છે. Ericssonના રિપોર્ટ અનુસાર, છેલ્લા બે વર્ષમાં, ભારતમાં 5G હેન્ડસેટ ધરાવતા સ્માર્ટફોન વપરાશકર્તાઓમાં ત્રણ ગણો ધરખમ વધારો જોવા મળ્યો છે. એક સ્ટડી અનુસાર, 5G- હોઈ તેવા સ્માર્ટફોન ધરાવતા 100 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ 2023 માં 5G સબ્સ્ક્રિપ્શનમાં અપગ્રેડ કરવા ઈચ્છે છે જ્યારે તેમાંથી અડધાથી વધુ આગામી 12 મહિનામાં ઉચ્ચ ડેટા ટાયર પ્લાનમાં અપગ્રેડ કરવા માટે તૈયાર છે.