Apple Foldable Smartphone : TrendForce અનુસાર એપલનો પ્રથમ ફોલ્ડેબલ આઇફોન વર્ષ 2027 પછી લોન્ચ થવાની શક્યતા

Apple Foldable Smartphone : માર્કેટ રિસર્ચ ફર્મ TrendForce, તેના તાજેતરના રિપોર્ટમાં નોંધે છે કે Apple "2027 પહેલા ફોલ્ડેબલ ફોન રિલીઝ થાય તેવી શક્યતા નથી", પરંતુ તેની એન્ટ્રી માર્કેટ ડાયનેમિક્સને નોંધપાત્ર રીતે બદલી શકે છે.

Apple Foldable Smartphone : માર્કેટ રિસર્ચ ફર્મ TrendForce, તેના તાજેતરના રિપોર્ટમાં નોંધે છે કે Apple "2027 પહેલા ફોલ્ડેબલ ફોન રિલીઝ થાય તેવી શક્યતા નથી", પરંતુ તેની એન્ટ્રી માર્કેટ ડાયનેમિક્સને નોંધપાત્ર રીતે બદલી શકે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Apple Foldable Smartphone

Apple Foldable Smartphone : TrendForce અનુસાર એપલનો પ્રથમ ફોલ્ડેબલ આઇફોન વર્ષ 2027 પછી લોન્ચ થવાની શક્યતા (Image Source: @conceptsiphone on Instagram)

Apple Foldable Smartphone : એપલે ફોલ્ડેબલ આઈફોન ડેવલોપ કરવાના પ્રથમ ફેઝમાં છે. ક્યુપરટિનો ટેક જાયન્ટે હજુ સુધી તેના અસ્તિત્વની પુષ્ટિ કરી નથી, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી ફોલ્ડેબલ ટેક્નોલોજીઓ માટે વિવિધ પેટન્ટ રજીસ્ટર કરી રહી છે. TrendForceનો નવો રિપોર્ટ કહે છે કે એપલ (Apple) વર્ષ 2027 સુધી તેનો પોતાનો ફોલ્ડિંગ-સ્ક્રીન ફોન લૉન્ચ કરી શકશે નહીં. ફોલ્ડ કરી શકાય તેવા ફોન ક્રિઝ એપલ માટે મુખ્ય ચિંતાનો વિષય છે અને તેના કારણે વિલંબ થઈ રહ્યો હોવાનું જણાય છે. એપલ તેની પ્રથમ ફોલ્ડેબલ રીલીઝ કરવા માટે લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યું હોવાથી, સેમસંગ , વનપ્લસ, વિવો અને અન્ય જેવી કેટલીક બ્રાન્ડ્સે કમ્પિટિટરને હિટ કરતા ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યા છે.

Advertisment

એપલ આઈફોન ફોલ્ડ (Apple iPhone Fold) 2027 સુધીમાં આવી શકે

માર્કેટ રિસર્ચ ફર્મ TrendForce, તેના તાજેતરના રિપોર્ટમાં નોંધે છે કે Apple "2027 પહેલા ફોલ્ડેબલ ફોન રિલીઝ થાય તેવી શક્યતા નથી", પરંતુ તેની એન્ટ્રી માર્કેટ ડાયનેમિક્સને નોંધપાત્ર રીતે બદલી શકે છે. આઇફોન મેકર હજુ પણ કમ્પોનન્ટ સ્પેસિફિકેશન્સ અને પરફોર્મન્સનું મૂલ્યાંકન કરી રહ્યું છે, જેમાં ક્રીઝ અને વિશ્વસનીયતા માટેની કડક આવશ્યકતાઓ છે.

આ પણ વાંચો: Oppo F27 Series : ઓપ્પો એફ27 સિરીઝ ઇન્ડિયા લૉન્ચ ડેટ લીક, ભારતમાં પ્રથમ IP69-રેટેડ સ્માર્ટફોન હશે

માર્ચમાં, એક કોરિયન આઉટલેટે દાવો કર્યો હતો કે એપલે ફોલ્ડેબલ ડિસ્પ્લેના સપ્લાય સહિત વિવિધ વસ્તુઓની તૈયારીને ધ્યાનમાં લીધા પછી 2026 ના ચોથા ક્વાર્ટરથી 2027 ના પ્રથમ ક્વાર્ટર સુધી તેના ફોલ્ડેબલ iPhone માટે લૉન્ચ સમયરેખાને પાછળ ધકેલી દીધી હતી.

Advertisment

આ પણ વાંચો: Savings Account Rules: બેંક બચત ખાતામાં એક વર્ષમાં કેટલી થાપણ જમા કરાવી શકાય? જાણો ઇન્કમ ટેક્સના નિયમ

આ દરમિયાન TrendForce અપેક્ષા રાખે છે કે ફોલ્ડેબલ સ્માર્ટફોન શિપમેન્ટ 2024 માં 17.8 મિલિયન યુનિટ સુધી પહોંચશે, જે સ્માર્ટફોન માર્કેટનો માત્ર 1.5 ટકા હિસ્સો બનાવે છે. સેમસંગ, જેની પાસે 2022 માં 80 ટકાથી વધુ માર્કેટ શેર હતો તે હવે વિવિધ બ્રાન્ડ્સની વધતી સ્પર્ધાનો સામનો કર્યા પછી 50 ટકા બજાર હિસ્સો રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. Huawei 2023 માં તેના 4G Pocket S સાથે નોંધપાત્ર પ્રગતિ કરી હતી અને બ્રાન્ડ આ વર્ષે Q3 માં તેના પ્રથમ ટ્રાઇ-ફોલ્ડ ફોન રિલીઝ સાથે 30 ટકા સુધી માર્કેટ શેર વધારી શકે છે.

રિપોર્ટ અનુસાર, Xiaomi , Oppo , અને Vivoએ તેમના ફોલ્ડેબલ ફોનના વેચાણને વધારવા માટે સંઘર્ષ કર્યો, જ્યારે મોટોરોલાએ તેના Razr 40 અને Razr 40 Ultra સાથે મજબૂત પ્રવેશ કર્યો હતો.

એપલ ફોલ્ડેબલ ફોન વિશે

Apple ઓછામાં ઓછા બે ક્લેમશેલ સ્ટાઇલના ફોલ્ડેબલ આઈફોન મોડલ્સના પ્રોટોટાઇપ્સ પર કામ કરી રહ્યું હોવાનું કહેવાય છે અને LG ડિસ્પ્લે (LGD) અને સેમસંગ ડિસ્પ્લે (SDC) સાથે સપ્લાય ઓર્ડર માટે ચર્ચામાં હોવાનું કહેવાય છે. તેણે ફોલ્ડેબલ ડિસ્પ્લે સંબંધિત પેટન્ટ માટે અરજી કરી છે. બ્રાન્ડના પ્રથમ ફોલ્ડેબલ ફોનમાં 6-ઇંચની બાહ્ય ડિસ્પ્લે અને 8-ઇંચની મુખ્ય ડિસ્પ્લે હોવાનું કહેવાય છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G