Aravind Srinivas : અરવિંદ શ્રીનિવાસ ભારતના સૌથી યુવા ધનિક, જાણો કેટલી સંપત્તિ છે અને ક્યો બિઝનેસ કરે છે.

Aravind Srinivas youngest Indian billionaire in Gujarati: ભારતના સૌથી યુવા ધનિકોન યાદીમાં અરવિંદ શ્રીનિવાસનું નામ ઉમેરાયું છે. માત્ર 31 વર્ષના યુવા ટેક્નોલોજી પ્રોફેશનલ્સ Perplexity AIના સીઇઓ છે. જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે.

Written by Ajay Saroya
October 03, 2025 16:37 IST
Aravind Srinivas : અરવિંદ શ્રીનિવાસ ભારતના સૌથી યુવા ધનિક, જાણો કેટલી સંપત્તિ છે અને ક્યો બિઝનેસ કરે છે.
Aravind Srinivas : અરવિંદ શ્રીનિવાસ, ભારતના સૌથી યુવા ધનિક બન્યા છે. (Photo: @AravSrinivas)

Aravind Srinivas billionaire journey: ભારતમાં યુવા ધનિકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, હવે તેમા એક નવું નામ ઉમેરાયું છે અરવિંદ શ્રીનિવાસ. માત્ર 31 વર્ષની ઉંમરે ભારતના સૌથી યુવા ધનિક બનેલા અરવિંદ શ્રીનિવાસ દેશ અને દુનિયાના યુવાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. અરવિંદ શ્રીનિવાસ અમેરિકામાં એક એઆઈ ટેક્નોલોજીના સીઇઓ છે. ચાલો જાણીયે અરવિંદ શ્રીનિવાસ ક્યો બિઝનેસ કરે છે અને કેટલી સંપત્તિ છે

Aravind Srinivas Net Worth : અરવિંદ શ્રીનિવાસ પાસે કેટલી સંપત્તિ છે?

અરવિંદ શ્રીનિવાસ એ તાજેતરમાં M3M હારુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025માં ભારતના સૌથી યુવા અબજોપતિ તરીકે સ્થાન મેળવ્યું છે. માત્ર 31 વર્ષની ઉંમરે તેની પાસે 21,190 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

અરવિંદ શ્રીનિવાસ ક્યો બિઝનેસ કરે છે?

અરવિંદ શ્રીનિવાસ એક ટેક્નોલોજી પ્રોફેશનલ્સ છે. તેઓ અમેરિકા સ્થિત Perplexity AIના સીઇઓ છે. તેમણે વર્ષ 2022માં ડેનિસ યારાત્સ, એન્ડી કોન્વિન્સ્કી અને જોની હો સાથે મળીને Perplexity AI કંપનીની સ્થાપના કરી હતી. તે એક એઆઈ સંચાલિત ચેટ બેઝ્ડ સર્ચ એન્જિન છે, જે યુઝર્સને ઝડપી, સટીક અને વિશ્વનીય જાણકારી આપે છે. તે GPT-3 જેવી ભાષાનો ઉપયોગ કરે છે અને તેને પરંપરાગત સર્ચ એન્જિનનું આધુનિક અને સંવાદાત્મક વિકલ્પ મનાય છે. લોન્ચ થયાના બે વર્ષની અંદર જ આ પ્લેટફોર્મે દુનિયાભરમાં 2.2 કરોડ સક્રિય યુઝર્સનો આંકડો પાર કરી લીધો હતો.

અરવિંદ શ્રીનિવાસનો જન્મ ભારતમાં 7 જૂન, 1994ના રોજ તમિલનાડુના ચેન્નઇમાં થયો હતો. તેમને બાળપણથી જ વિજ્ઞાનમાં ઉંડો રસ હતો. તેમણે આઇઆઈટી મદ્રાસમાં બી ટેક અને એમ ટેકની ડિગ્રી મેળવી અને ત્યાં જ રીઇન્ફોર્સમેન્ટ લર્નિગ જેવી ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે અમેરિકાની University of California, Berkeley માંથી કોમ્પ્યુટર સાયન્સમાં PhDની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

AI સ્ટાર્ટઅપ્સમાં રોકાણ

અરવિંદ શ્રીનિવાસ માત્ર ટેકનોલોજી પ્રોફેશનલ જ નહી, એક અગ્રણી એન્જલ ઇન્વેસ્ટર પણ છે. 2023માં તેમણે ElevenLabs (ટેક્સ્ટ ટુ સ્પીચ) અને Suno (ટેક્સ્ટ ટુ મ્યુઝિક) જેવા ઉભરતા AI સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું હતું.

ભારતના યુવા ધનિકો

અરવિંદ શ્રીનિવાસ ભારતના સૌથી યુવા ધનિકોની સામેલ થયા છે, જેઓ નાની ઉંમરે અબજોપતિ બની ગયા છે. આ યાદીમાં Zepto ના કૈવલ્ય વોહરા (22) અને અદિત પલિચા (23) પણ સામેલ છે. હારુન ઈન્ડિયા રિપોર્ટ મુજબ, ભારતમાં હવે 358 અબજોપતિ છે અને દર સપ્તાહે એક વ્યક્તિ અબજોપતિ બની રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ