/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Asus-ROG-Phone-9-Pro-ROG-Phone-9-Price.jpg)
Asus ROG Phone 9 Pro, ROG Phone 9 Price: આસુસુ આરઓજી ફોન 9 સીરિઝના બંને ફોન વાયર અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. (Photo: @chunkynerd)
Asus ROG Phone 9 Pro, ROG Phone 9 Launched: આસુસ કંપની દ્વારા લેટેસ્ટ આસુસ આરઓજી 9 સીરીઝના નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન બે વેરિયન્ટમાં લોન્ચ કર્યા છે. નવી આરઓજી ફોન સિરીઝમાં સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ, 24 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધી સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આરઓજી ફોન 9 સીરીઝમાં એમોલેડ ડિસ્પ્લે, IP68 રેટિંગ, 50 એમપી સોની લિટિયા 700 સેન્સર અને 32 એમપીનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. જાણો ROG ફોન 9 સીરીઝમાં શું છે ખાસ, કિંમત અને ફિચર્સ
Asus ROG Phone 9 Pro, ROG Phone 9 Price : આસુસ આરઓજી ફોન 9 પ્રો, આરઓજી ફોન 9 કિંમત
આસુસ આરઓજી ફોન 9 પ્રોના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1200 યુરો (લગભગ 1 લાખ રૂપિયા) છે. આસુસ ફોન 9 ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1099 યુરો (લગભગ 98,000 રૂપિયા) છે. તો આસુસ આરઓજી ફોન 9 પ્રો એડિશનના 24 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1500 યૂરો (લગભગ 133000 રૂપિયા) છે. આસુસ આરઓજી ફોન ૯ ફેન્ટમ બ્લેક અને સ્ટોર્મ વ્હાઇટમાં ઉપલબ્ધ છે.
Asus ROG Phone 9 Pro, ROG Phone 9 Specifications : આસુસ આરઓજી ફોન 9 પ્રો, આરઓજી ફોન 9 સ્પેસિફિકેશન્સ
આસુસ આરઓજી ફોન 9 સિરીઝમાં ડ્યુઅલ સિમ સપોર્ટ ઉપલબ્ધ છે. બંને ફોન એન્ડ્રોઇડ 15 આધારિત ROG UI પર ચાલે છે. આ ડિવાઇસમાં 6.78 ઇંચની ફુલ એચડી + (1080 × 2400 પિક્સલ) સેમસંગ એમોલેડ એલટીપીઓ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 165 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે HDR10ને સપોર્ટ કરે છે. સ્ક્રીન ઓલવેઝ-ઓનને સપોર્ટ કરે છે અને 2500 એનઆઇટી સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શનને સ્ક્રીન પ્રોટેક્શન માટે આપવામાં આવ્યું છે.
ROG Phone 9 Series માં સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ આવે છે. આસુસ આરઓજી ફોન 9 પ્રો એડિશનમાં 24 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તો સ્ટાન્ડર્ડ મોડલ અને આરઓજી 9 પ્રોમાં 16 જીબી રેમ અને 512 જીબી સુધી સ્ટોરેજ મળે છે.
આરઓજી ફોન 9 અને આરઓજી ફોન 9 પ્રોમાં 5800 mAh બેટરી છે જે 65W વાયર ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીથી ફોન માત્ર 46 મિનિટમાં 0થી 100 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. બંને ફોનને ધૂળ અને પાણી સામે પ્રતિકાર માટે IP68 રેટિંગ મળ્યું છે.
Asus ROG Phone 9 Pro, ROG Phone 9 Camera : આસુસ આરઓજી ફોન 9 પ્રો, આરઓજી ફોન 9 કેમેરા
ફોટા અને વીડિયો માટે આસુસુ ROG ફોન 9 સીરીઝમાં 50MP Sony Lytia 700 1/1.56 ઇંચના સેન્સર સાથે 13-મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ-એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. રેગ ફોન 9 પ્રોમાં OIS અને 3X ઓપ્ટિકલ ઝૂમ સાથે 32 એમપી સેન્સર છે. જ્યારે સ્ટાન્ડર્ડ આરઓજી ફોન 9માં 5 મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે.
આરઓજી ફોન 9 અને આરઓજી ફોન 9 પ્રોમાં 32 મેગાપિક્સલનો RGBW કેમેરો આપવામાં આવ્યો છે. ફોનનો કેમેરો AI ઓબ્જેક્ટ સેન્સ, એઆઇ હાઇપરક્લારિટી અને AI હાઇપરક્લારિટી જેવા ઘણા AI ફીચર્સને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે આસુસ આરઓજી ફોન 9માં કનેક્ટિવિટી માટે 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 7, વાઇ-ફાઇ ડાયરેક્ટ, એનએફસી, બ્લૂટૂથ 5.4, 3.5 એમએમ હેડફોન જેક, એનએફસી, યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-હોકાયંત્ર, ગાયરોસ્કોપ, એર ટ્રિગર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ આપવામાં આવ્યા છે.
જૂના આરઓજી ફોનની જેમ આ ફોનમાં 3 માઇક્રોફોન છે જે કંપનીની નોઇઝ રિડક્શન ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં ડિરાક વર્ચ્યુઓ ટેકનોલોજી અને હાઇ-રેઝ ઓડિયો સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us