/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Atal-Pension-Yojana-.jpg)
અટલ પેન્શન યોજના મે-2015માં શરૂ કરવામાં આવી હતી. (Photo - Freepik)
Atal Pension Yojana : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં માહિતી આપી હતી કે હાલમાં અટલ પેન્શન યોજના (APY) હેઠળ પેન્શન ચૂકવણી વધારવાની કોઈ યોજના નથી. આનો અર્થ એ છે કે જો સબ્સ્ક્રાઇબર્સ આ યોજના હેઠળ વધુ પેન્શન મેળવવા માંગતા હોય, તો તેઓએ ધીમે ધીમે તેમનું યોગદાન વધારવું પડશે. અટલ પેન્શન યોજના માટે હાલની માર્ગદર્શિકા ચાલુ રહેશે. હાલમાં દર મહિને 5000 રૂપિયાની પેન્શન રકમની લિમિટ છે.
જો તમે પણ નવા વર્ષમાં કોઈપણ સરકારી યોજનામાં થોડું રોકાણ કરીને તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો, તો આજે અમે તમને કેન્દ્ર સરકારની આ ગેરેન્ટેડ પેન્શન સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ સ્કીમ તમારા માટે ઉપયોગી થશે જ્યારે તમે 60 વર્ષથી વધુ ઉંમરના હોવ અને કમાણી કરતા ન હોવ, તો પછી તમને એક ચોક્સ માસિક આવક મળતી રહેશે. અમે તમને અટલ પેન્શન યોજના વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ…
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Pensioners-LiFe-Certificate.jpg)
અટલ પેન્શન યોજનાનું એનરોલમેન્ટ 6 કરોડને પાર (Atal Pension Yojana Erolment)
અટલ પેન્શન યોજના માટે અત્યાર સુધીમાં કુલ 6 કરોડથી વધુ નોંધણી કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ 79 લાખ લોકોએ અટલ પેન્શન યોજના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અટલ પેન્શન યોજના શું છે? (Atal Pension Scheme Rules)
અટલ પેન્શન યોજના (APY) એ ભારત સરકાર દ્વારા 9 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવેલ મહત્વપર્ણ ગેરંટીવાળી પેન્શન યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૃદ્ધાવસ્થામાં ભારતીય નાગરિકોને સુરક્ષિત આવક પ્રદાન કરવાના હેતુથી આ યોજના શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને માસિક પેન્શન આપવાનો છે જ્યારે તેઓ કમાણી કરતા ન હોય.
સબ્સ્ક્રાઇબર્સ દ્વારા યોગદાનના આધારે દર મહિને રૂ. 3000/- અથવા રૂ. 4000 અથવા રૂ. 5000/-ના લઘુત્તમ પેન્શનની ખાતરી આપવામાં આવશે. ભારતનો કોઈપણ નાગરિક APY યોજનામાં જોડાઈ શકે છે. અટલ પેન્શન યોજનામાં ખાતું ખોલાવવા માટેના માપદંડો
વ્યક્તિની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
તેની પાસે પોસ્ટ ઓફિસ/ કોઇ પણ બેંકમાં બચત બેંક ખાતું હોવું જોઈએ
સંભવિત અરજદાર એપીવાય ખાતામાં સમયાંતરે અપડેટની પ્રાપ્તિની સુવિધા માટે નોંધણી દરમિયાન બેંકને આધાર કાર્ડ નંબર અને મોબાઇલ નંબર પ્રદાન કરી શકે છે. જો કે, નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત નથી.
અટલ પેન્શન યોજનાના ફાયદા (Atal Pension Scheme Benefits)
અટલ પેન્શન યોજના હેઠળ સબ્સ્ક્રાઇબર્સને ત્રણ ગણો લાભ મળે છે. 60 વર્ષની ઉંમરથી તેમને 1000 રૂપિયાથી 5000 રૂપિયાની વચ્ચે આજીવન પેન્શન મળશે. આ પેન્શન તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાન પર તેમજ તેઓએ APY માટે નોંધણી કરેલી ઉંમર પર આધારિત છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-72.jpg)
અટલ પેન્શન યોજનામાંથી રકમ ઉપાડની પ્રક્રિયા (Atal Pension Scheme Withdrawal Rules)
ખાતાધારક વ્યક્તિના 60 વર્ષ પૂરા થવા પર સબસ્ક્રાઇબર સંબંધિત બેંકને ગેરંટેડ લઘુત્તમ માસિક પેન્શન અથવા ઉચ્ચ માસિક પેન્શન ઉપાડ માટે, જો રોકાણનું વળતર એપીવાયમાં એમ્બેડેડ ગેરંટેડ રિટર્નની તુલનામાં વધારે હોય.
જો ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો આ પેન્શન તેના જીવનસાથીને આ પેન્શન મળશે. અને જો ખાતા પત્ની અને પતિ બંનેની મૃત્યુ થઇ જાય તો 60 વર્ષની વયના આધારે ગણતરી કરેલ પેન્શનની રકમ નોમિની - વારસદારને પરત કરવામાં આવે છે.
60 વર્ષની ઉંમર પહેલા બહાર નીકળવું
જો કોઈ સબ્સ્ક્રાઇબર, જેણે APY હેઠળ સરકારી સહ-યોગદાનનો લાભ મેળવ્યો છે, તે ભવિષ્યમાં સ્વૈચ્છિક રીતે APYમાંથી બહાર નીકળવાનું પસંદ કરે છે, તો તેને માત્ર APYમાં તેના દ્વારા કરવામાં આવેલા યોગદાન, તેના યોગદાન પર મેળવેલ ચોખ્ખી વાસ્તવિક કમાણીની સાથે સાથે એકાઉન્ટ મેઇન્ટેનન્સ ચાર્જીસ બાદ કર્યા પછી રકમ પરત કરવામાં આવશે. સરકારનું સહ-યોગદાન છે, અને સરકારના સહ-યોગદાન પર મળેલી આવક, આવા સબ્સ્ક્રાઇબર્સને પરત કરવામાં આવશે નહીં.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Investment-Tips.jpg)
અટલ પેન્શન યોજના માટે અરજી કરવાની રીત (How To Apply For Atal Pension Scheme)
નોંધનીય છે કે જો તમે દરરોજ 7 રૂપિયાનું રોકાણ કરો છો અને આ યોજનામાં દર મહિને 210 રૂપિયાનું યોગદાન આપો છો, તો 60 વર્ષ પછી તમને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળશે. યાદ રાખો કે જો તમે સ્કીમમાં નોંધણી કર્યા પછી 6 મહિના સુધી કોઈ પૈસા જમા નહીં કરાવો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો | ક્રેડિટ કાર્ડ પર વધુ કેશ બેક બેનેફિટ્સ કેવી રીતે મેળવી શકાય? આ 7 બાબત ધ્યાનમાં રાખો ફાયદો ઉઠાવો
અટલ પેન્શન યોજના માટે અરજી કરવા માટે બેંક એકાઉન્ટ અને આધાર સાથે લિંક હોવું જરૂરી છે. આ ઉપરાંત યોજના માટે અરજી કરવા મોબાઈલ નંબર, આધાર કાર્ડ, ઓળખ કાર્ડ અને કાયમી સરનામાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝ ફોટો વગેરેની પણ જરૂર પડશે. તમે તમારી નજીકની બેંકમાં જઈને અટલ પેન્શન યોજનામાં સરળતાથી ખાતું ખોલાવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us