/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/IPO-Open-This-Week.jpg)
IPO News : આઈપીઓ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Ather Energy IPO GMP: એથર એનર્જીના આઈપીઓ સાથે શેરબજારમાં માર્કેટમાં આઈપીઓના દૂષ્કાળનો અંત આવી રહ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની Ather Energyનો IPO 28 એપ્રિલ ખુલી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, 14 ફેબ્રુઆરી 2025 પછી પહેલીવાર મેઈનબોર્ડ આઈપીઓ આવી રહ્યો છે. પરંતુ ગ્રે માર્કેટમાં આઈપીઓને લઇ બહુ હિલચાલ નથી. તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ફક્ત 3 ટકા છે.
Ather Energy IPO Date : એથર એનર્જી આઈપીઓ ક્યારે ખુલશે
એથર એનર્જીનો IPO 28 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી ખુલ્લો રહેશે. શેરબજારમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે ગ્રે માર્કેટમાં પણ એથર એનર્જીના આઈપીઓને કોઈ ઉત્સાહ નથી. આવી સ્થિતિમાં, રોકાણકારોના પ્રતિસાદ અને લિસ્ટિંગ ગેઇન પર પણ અસર પડી શકે છે. હાલમાં, જો તમે IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તેના સારા અને જોખમી પરિબળો વિશે જાણવું જોઈએ.
Ather Energy IPO Issue Price : એથર એનર્જી આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ
એથર એનર્જીના આઈપીઓનું કદ 2,980.73 કરોડ રૂપિયા છે. આ પબ્લિક ઇસ્યુમાં શેર ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ બંને દ્વારા વેચવામાં આવશે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ 304 રૂપિયા થી 321 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આઈપીઓ માટે લોટ સાઈઝ 46 શેર છે. એટલે કે આઈપીઓમાં રોકાણ માટે ઓછામાં ઓછા 14,766 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
Ather Energy Share Listing Date : એથર એનર્જી શેર લિસ્ટિંગ ક્યારે થશે
એથર એનર્જીના આઈપીઓમાં સબ્સક્રિપ્શન 30 એપ્રિલે બંધ થશે. ત્યારબાદ 5 મે, 2025ના રોજ કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટેડ થશે.
કંપનીના સકારાત્મક પરિબળો
બ્રોકરેજ હાઉસ નુવામા કહે છે કે, મેગા EV ટ્રેન્ડથી એથર એનર્જીને ફાયદો થશે. કેટલાક પરિબળો એવા છે જે ફાયદાકારક છે
નવા પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું : કંપની નવા પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બે નવા પ્લેટફોર્મ EL (સ્કૂટર પ્લેટફોર્મ) અને ઝેનિથ (મોટરસાયકલ પ્લેટફોર્મ) પર વિચારણા ચાલી રહી છે. આનાથી એથરના ઇલેક્ટ્રિક વ્હીકલની પહોંચ વધશે અને વધુ બજારોને આવરી લેવામાં આવશે.
નેટવર્ક વિસ્તરણ : નેટવર્ક વિસ્તરણ ચાલુ રહેશે, ખાસ કરીને દક્ષિણ ભારતની બહારના વિસ્તારોમાં. નાણાકીય વર્ષ 25 (9MFY25) ના પ્રથમ 9 મહિનામાં દક્ષિણ ઝોને વેચાણમાં 61% ફાળો આપ્યો હતો.
ક્ષમતા વિસ્તરણ : મહારાષ્ટ્રમાં નવા પ્લાન્ટમાં ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં 0.5 મિલિયન યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે, જે પછીથી વધારીને 1 મિલિયન યુનિટ કરવામાં આવશે.
ભંડોળનો ઉપયોગ : IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ક્ષમતા વિસ્તરણ, સંશોધન અને વિકાસ (R&D), માર્કેટિંગ અને દેવાની ચુકવણી માટે કરવામાં આવશે.
નાણાકીય કામગીરી : એથર એનર્જી કંપનીએ નાણાકીય વર્ષ 2024-25ના નવ મહિનામાં 15.8 અબજ રૂપિયાની આવક નોંધાવી છે.
જોખમી પરિબળ
ખર્ચ અને નફા અંગે અનિશ્ચિતતા
કંપનીની EV બજાર પર સંપૂર્ણ નિર્ભરતા
કંપનીની કામગીરી હજુ પણ તેમના પ્રારંભિક તબક્કામાં છે
EV બજારમાં વધતી સ્પર્ધા
ગ્રાહકો તરફથી ફરિયાદો
આઈપીઓમાં શેર રિઝર્વ પોર્શન
ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs): 75%
નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર (NIIs): 15%
નાના રોકાણકારો: 10%
કર્મચારીઓ માટે: 1,00,000 શેર (પ્રતિ શેર રૂ. 30 ના ડિસ્કાઉન્ટ સાથે)
એથર એનર્જી કંપની વિશે
એથર એનર્જી એક ટેકનોલોજી-કેન્દ્રિત ઇલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ છે. બેંગલુરુ સ્થિત આ કંપની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (E2Ws)નું ઉત્પાદન કરે છે. કંપની પાસે પોતાનું ઇકોસિસ્ટમ છે જેમાં ચાર્જિંગ સ્ટેશન, સ્માર્ટ ડેશબોર્ડ, વ્હીકલ કન્ટ્રોલ યુનિટ અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે. મોટાભાગની ટેકનોલોજી ઘરઆંગણે જ વિકસાવવામાં આવે છે, પરંતુ મોટર્સ અને ચાર્જર્સ જેવા કેટલાક પાર્ટ્સ બાહ્ય સપ્લાયર્સ પાસેથી આવે છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીની આવક, ખર્ચ અને PAT અનુક્રમે રૂ. 2,666.3 કરોડ અને (-) 864.5 કરોડ રૂપિયા હતા. જ્યારે નાણાકીય વર્ષ 2024માં કંપનીની આવક, ખર્ચ અને PAT અનુક્રમે 1,789.1 કરોડ, 2,674.2 કરોડ અને (-) 1,059.7 કરોડ રૂપિયા હતા.
(Disclaimer: IPO વિશેના મંતવ્યો બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવે છે. જોખમ પરિબળ DRHP ફાઇલિંગના વિશ્લેષણ પર આપવામાં આવે છે. આ રોકાણ વિશે નિર્ણય લેવાની સલાહ નથી, તે ફક્ત માહિતી છે. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us