Ather Rizta S launched: જો તમે લાંબી રેન્જવાળું ઇલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો તો Ather Rizta S તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. Ather Energy એ તેના Rizta સ્કૂટર લાઇનઅપમાં એક નવું મોડેલ Rizta S ઉમેર્યું છે, જે ફક્ત શક્તિશાળી સુવિધાઓથી સજ્જ નથી પણ એક જ ચાર્જ પર 159 કિમીનું અંતર કાપવાની ક્ષમતા પણ ધરાવે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
ડિઝાઇન અને કમ્ફર્ટ
Ather Rizta S ની ડિઝાઇન પર એથરે ખૂબ ધ્યાન આપ્યું છે. તેમાં 34 લિટર અંડરસીટ સ્ટોરેજ છે, જેને 22-લિટર ફ્રન્ટ ટ્રંક દ્વારા વધારી શકાય છે. લાંબી અને પહોળી સીટ સવાર અને પાછળના ભાગે બેસનાર બંને માટે આરામદાયક છે. તેમાં મળેલ ફ્લેટ ફ્લોરબોર્ડ અને આરામદાયક હેન્ડલબાર રોજની સિટી રાઇડિંગ માટે પરફેક્ટ છે.
ફિચર્સ
એથરે Ather Rizta S ને ટેકનોલોજીથી ભરપૂર બનાવ્યું છે. તેમાં 7-ઇંચ ડીપવ્યૂ ડિસ્પ્લે છે. આ સાથે તેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન પણ આપવામાં આવ્યું છે. તેમાં AutoHold, FallSafe, Emergency Stop Signal જેવા ફીચર્સ છે. આ સાથે તેમાં Tow અને Theft Alert + Find My Scooter જેવા ફીચર્સ છે. આ ઉપરાંત સ્કૂટરને Alexa ઇન્ટિગ્રેશન, OTA અપડેટ્સ અને Ather ગ્રીડ સપોર્ટ (3,900+ ચાર્જિંગ પોઈન્ટ) મળે છે.
Ather Rizta S કિંમત
Ather Rizta S ની કિંમત 1,37,047 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેમાં 3.7 kWh બેટરી પેકઅપ આપવામાં આવ્યું છે. તેની IDC પ્રમાણિત રેન્જ 159 કિમી છે. તેની ડિલિવરી 1 જુલાઈ, 2025 થી શરૂ થઈ ગઈ છે. ભારતીય બજારમાં, તે TVS iQube, Bajaj Chetak, Hero Vida સાથે સ્પર્ધા કરે છે.
આ પણ વાંચો – Amazon Prime Day Sale 2025 આ તારીખથી શરુ થશે, સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ, જાણો ધમાકેદાર ડીલ
બેટરી અને વોરંટી
એથર Rizta S માં 3.7 kWh બેટરી 8 વર્ષ અથવા 80,000 કિમીની શાનદાર વોરંટી સાથે આવે છે. કંપનીનો દાવો છે આટલા લાંબા સમય સુધી ઓછામાં ઓછી બેટરીની હેલ્થ 70% બની રહેશે. તેને Ather Eight70 વોરંટી પ્રોગ્રામ કહેવામાં આવે છે.
રિઝ્ટા સ્કૂટરે માત્ર 10 મહિનામાં 1 લાખ યુનિટના વેચાણનો આંકડો પાર કરી દીધો છે. આ Ather માટે એક મોટી સિદ્ધિ છે અને કંપની હવે આ સેગમેન્ટમાં વધુ ઊંડી પકડ બનાવવાની તૈયારી કરી રહી છે.