/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Ather-rizta-Vs-TVS-iQube.jpg)
એથર રિઝતા વિ ટીવીએસ iQube (Photo - atherenergy/ @tvsiqube)
Ather rizta Vs TVS iQube Electric Scooter Details : ઇલેક્ટ્રિક વ્હીકલ ધીમે ધીમે લોકપ્રિય થઇ રહ્યા છે. બજારમાં હાલ ઘણી કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર કે ઈ બાઈક ઉપલબ્ધ છે. જો કે ક્યા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા તે અંગે લોકો મૂંઝવણમાં હોય છે. અહીંયા અમે બજારમાં ઉપલબ્ધ બે લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જાણકારી આપીશું, જેના આધારે તમને તમારી માટે યોગ્ય ઇ-સ્કૂટર ખરીદવામાં સરળતા રહેશે.
TVS iQube તેના લૂક, સ્પેસ અને ફીચરના કારણે એક પરફેક્ટ ફેમિલી સ્કૂટર સાબિત થયું છે. ભારતીય બજારમાં રિઝતા ઈલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ થવાની સાથે જ Ather પણ આ ક્લબનો હિસ્સો બની ગઈ છે. Ather Rizta એ Ather Energyનું પ્રથમ ફેમિલી સ્કૂટર છે. તાજેતરમાં ભારતીય બજારમાં રજૂ કરાયેલા નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની TVS iQube સાથે કડક સ્પર્ધા છે. બેમાંથી કોઈ એક ખરીદવાનું નક્કી કરતા પહેલા, તમે કિંમત, રેન્જ, બેટરી સહિતની મહત્વના ફીચર અહીં જાણો.
Ather Rizta vs TVS iQube : બેટરી સ્પેસિફિકેશન
બેટરી સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, Ather Rizzta પાસે બે બેટરી વિકલ્પો છે - 2.9kWh યુનિટ અને 3.7kWh યુનિટ. કંપની દાવો કરે છે કે 2.9kWh ક્ષમતાની બેટરીથી સજ્જ Ather Rizta એક સંપૂર્ણ ચાર્જ પર 123 કિમી ડ્રાઇવિંગ રેન્જ (IDC) પ્રદાન કરવામાં સક્ષમ છે, જ્યારે 3.7kWh ક્ષમતાની બેટરી સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર Ather Rizta એક સિંગલ ચાર્જિંગ પર 160 કિમી ચાલે છે. લેટેસ્ટ એથર ઇ સ્કૂટરની મહત્તમ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક જેટલી છે. જો ચાર્જિંગ સમય વિશે વાત કરીએ તો, 2.9kWh બેટરી વાળું Ather Rizzta 6 કલાક 40 મિનિટમાં ચાર્જ થઈ શકે છે. જ્યારે 3.7kWh બેટરી વાળા આ સ્કૂટરને સંપૂર્ણ ચાર્જ થવામાં 4 કલાક 30 મિનિટનો સમય લાગશે.
ટીવીએસ iQube ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રીક સ્કૂટર બે બેટરી વિકલ્પ - 4.5kWh યુનિટ અને 3kWh યુનિટમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે 3kWh ક્ષમતાવાળું ટીવીએસ સ્કૂટર એક વાર ફુલ ચાર્જ થવા પર 100 કિમી ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરવામાં સક્ષમ હશે અને 4.5kWh બેટરીવાળું સ્કૂટર સિંગલ ચાર્જ પર 145 કિમીની રેન્જ પ્રદાન કરવામાં સક્ષમ હશે. આ સ્કૂટરને મહત્તમ 78-82 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય છે .
એથર રિઝતા વિ ટીવીએસ iQube: કિંમત
ઓટો કંપની એથર એનર્જી એ તેનું નવું Rizta ઇલેક્ટ્રિક સ્કૂટર રૂ. 1.10 લાખ (એક્સ-શોરૂમ) ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યું છે. નવું ઇવી રિઝતા એથર દ્વારા બે વેરિઅન્ટ્સ - રિઝ્ટા એસ અને રિઝ્ટા ઝેડમાં રજૂ કરવામાં આવ્યા છે. હવે Ather Rizzta 1.24 લાખથી રૂ. 1.44 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચેની કિંમતે ઉપલબ્ધ છે. જ્યારે દિલ્હીમાં ટીવીએસ iQube ઇલેક્ટ્રિક સ્કૂટર રૂ. 1.34 લાખથી રૂ. 1.40 લાખ (એક્સ-શોરૂમ)ની કિંમતની રેન્જમાં ઉપલબ્ધ છે.
| સ્પેસિફિકેશન | રિઝતા | iQube |
| બેટરી | 2.9kWh | 3.7kWh | 3kWh | 4.5kWh |
| ડ્રાઇવિંગ રેન્જ | 123 કિમી | 160 કિમી | 100 કિમી | 145 કિમી |
| રિચાર્જ સમય | 6.4 કલાક 4.3 કલાક | 4.3 કલાક 4 કલાક |
| ટોચ ઝડપ | 80 કિમી પ્રતિ કલાક | 78 Kmph | 82 કિમી પ્રતિ કલાક |
આથર રિઝતા વિ TVS iQube: ફીચર્સ
Ather Rizta માં ઘણા ફીચર્સ ઉપલબ્ધ છે. તેમાં 450 સીરીઝના મોટાભાગના ફીચર્સ આપવામાં આવ્યા છે. વેરિઅન્ટના આધારે તેમાં TFT ડેશ અથવા LCD આવે છે. લેટેસ્ટ એથર ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફોન કનેક્ટિવિટી, ફોલ-સેફ ફંક્શન, સ્કિડ કંટ્રોલ, હિલ હોલ્ડ, મેજિક ટ્વિસ્ટ ફંક્શન, ડબલ રાઇડ મોડ, એલઇડી લાઇટિંગ અને 56 લિટરની સંયુક્ત સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. હાર્ડવેર વિશે વાત કરીએ તો, રિઝતામાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક, ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક, મોનોશોક અને પસંદગી માટે એક્સેસરીઝ સાથે આવે છે.
આ પણ વાંચો | બજાજ પલ્સર N250 લોન્ચ, જાણો કિંમત અને શું છે નવા અપડેટ
ઇલેક્ટ્રિક વ્હીકલ એથર રિઝતાના હરિફ ટીવીએસ iQube ને TFT ડેશ મળે છે. તેને એક સમર્પિત મોબાઇલ એપ્લિકેશન દ્વારા નેવિગેશન, કોલ એલર્ટ, જીઓ-ફેન્સિંગ અને તેના જેવા ઘણા મલ્ટિ ફંક્શનલ કનેક્ટિવિટી ઓપ્શન્સ સાથે TFT ડેશ આવે છે. Rizta ની જેમ, iQube ને પણ ડબલ રાઈડ મોડ્સ મળે છે, જો કે, Ather પાસે ફીચર્સ અને સેફ્ટ ફીચર્સની લાંબી યાદી છે જેને જાળવી રાખવા માટે iQubeને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us