Ather electric scooters : એથર એનર્જી 30 ઓગસ્ટના રોજ બેંગલુરુમાં તેના વાર્ષિક કોમ્યુનિટી ડે પર ઓછી કિંમતના EL ઇલેક્ટ્રિક સ્કૂટરને રજૂ કરશે. આ સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1 લાખ રૂપિયાથી ઓછી હોવાની ધારણા છે અને તે સંપૂર્ણપણે નવા EL પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. સત્તાવાર લોન્ચ પહેલા કંપનીના વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર Ather EL ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
ટિઝરમાં ફેમિલી સ્કૂટરનો સંકેત આપે
ટિઝરમાં વધારે વિગતો દર્શાવવામાં આવી નથી, પરંતુ તે એક ફેમિલી સ્કૂટરનો સંકેત આપે છે. મુખ્ય વિશેષતાઓમાં પરંપરાગત ફેન્ડર ડિઝાઇન, મોટો ફ્રન્ટ એપ્રોન, રેક્ટેંગુલર હેડલેમ્પ હાઉસિંગ અને લાંબી અને પહોળી સીટનો સમાવેશ થાય છે. આગળ અને સીટની નીચે સ્ટોરેજ સ્પેસ હોવાની શક્યતા છે. ફ્લોરબોર્ડ વિસ્તાર સપાટ છે અને દૈનિક જરૂરિયાતો માટે ઘણો મોટો લાગે છે. તેનું મુખ્ય લક્ષ્ય ફેમિલી યુઝર્સ હશે, તેથી સ્કૂટરના બોડી પેનલ અને ગ્રાફિક્સ ઘણા હદ સુધી પારંપરિક હશે.
30 ઓગસ્ટે રજુ થશે
એથર એનર્જીના સીઈઓ તરુણ મહેતાએ તેમના માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે 30 ઓગસ્ટના રોજ એથર કોમ્યુનિટી ડે પર અમારા આગામી પેઢીના સ્કૂટર પ્લેટફોર્મ ‘EL’ ને જાહેર કરવા માટે ઉત્સાહિત છું. 450 અને રિઝ્ટા પ્લેટફોર્મના એક દાયકાના અનુભવના આધાર પર આ પ્લેટફોર્મ અત્યંત લચીલું, ઓછા ખર્ચ વાળું અને આસાનીથી મોટું થનાર છે. આ વખતે અમારી પાસે આ પ્લેટફોર્મ પર દેખાડવા માટે એક કોન્સેપ્ટ પણ છે.
આ પણ વાંચો – હીરોની નવી બાઇક લોન્ચ, આ સેગમેન્ટમાં આવા ફિચરવાળી પ્રથમ બાઇક, જાણો કિંમત અને ફિચર્સ
EL પ્લેટફોર્મ એક કોન્સેપ્ટ મોડેલ સાથે પ્રદર્શિત કરવામાં આવશે, જે 2026માં ઉત્પાદન શરુ થવાની શક્યતા છે અને આવતા વર્ષના બીજા ક્વાર્ટરમાં લોન્ચ થવાની અપેક્ષા છે. હાલમાં એથર એનર્જી ભારતીય બજારમાં રિઝ્ટા અને 450 રેન્જના ઇલેક્ટ્રિક સ્કૂટર વેચે છે.