Rules Change: ફાસ્ટેગ, ક્રેડિટ કાર્ડ સહિત પૈસા સંબંધિત આ નિયમ 1 ઓગસ્ટથી બદલાયા, તમારા ખિસ્સા પર પડશે ભાર

Rules Change From August 2024: 1 ઓગસ્ટ 2024થી ફાસ્ટેગ, ક્રેડિટ કાર્ડ અને એલપીજી ગેસ સિલિન્ડર, આઈટી રિટર્ન ફાઈલ સહિત પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાયા છે. ચાલો જાણીયે

Rules Change From August 2024: 1 ઓગસ્ટ 2024થી ફાસ્ટેગ, ક્રેડિટ કાર્ડ અને એલપીજી ગેસ સિલિન્ડર, આઈટી રિટર્ન ફાઈલ સહિત પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાયા છે. ચાલો જાણીયે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
500 Rupee indian notes

Money Rules Change: 1 ઓગસ્ટ, 2024થી પૈસા સંબંધિત ઘણા નિયમ બદલાયા છે. (File Photo)

Rules Change From August 2024: 1 ઓગસ્ટ 2024 થી નાણાં સંબંધિત ઘણા નવા નિયમો લાગુ થઇ રહ્યા છે. ફાસ્ટેગ કેવાયસીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત પૈસાની લેવડ-દેવડ સાથે જોડાયેલા અન્ય 5 ફેરફાર અમલમાં આવ્યા છે. ચાલો તમને જણાવીએ કે આજથી લાગુ કરવામાં આવી રહેલા આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર કેવી રીતે પડશે. નવા ફેરફારોમાં ફાસ્ટેગ ઉપરાંત ઈન્કમ ટેક્સ રિટર્ન, ક્રેડિટ કાર્ડના નિયમો સામેલ છે. જાણો નાણાં સાથે જોડાયેલા આ નવા નિયમો…

Advertisment

ક્રેડિટ કાર્ડ નવા નિયમ (Credit Card Rules)

તમને જણાવી દઈએ કે દેશની સૌથી મોટી ખાનગી બેંકમાં સામેલ એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો 1 ઓગસ્ટથી બદલાઈ ગયા છે. એચડીએફસી બેંકે તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો માટે નવી શરત અને ફી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જો તમે તમારી દુકાન, ઘરનું ભાડું ચૂકવવા માટે CRED, પેટીએમ, મોબિક્વિક, ફ્રીચાર્જ અને અન્ય ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો છો, તો તમારે 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. અને આ ચાર્જ દરેક ટ્રાન્ઝેક્શન માટે 3000 રૂપિયા સુધી મર્યાદિત છે. જો તમે દર વખતે ઇંધણ પર 15000 રૂપિયાથી ઓછો ખર્ચ કરો છો, તો તમારે ઘણા વધારાના ચાર્જ ચૂકવવા પડશે નહીં. પરંતુ જો તમે 15000 રૂપિયાથી વધુનું ફ્યૂઅલ ભરાવો છો તો તમારે કુલ રકમ પર 1 ટકા ફી આપવી પડશે, જે 3000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

Credit card | Credit card payments | Credit card bill payments | Credit card apply | Credit card without income proof
Credit Card: ક્રેડિટ કાર્ડ પ્રતિકાત્મક તસવીર (Photo - Canva)

ઈન્કમ ટેક્સ રિટર્નના નિયમ (Income Tax Return Rules)

નાણાકીય વર્ષ 2023-24 માટે તમારું આઇટીઆર સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 હતી. અને જો તમે ડેડલાઈન સુધીમાં તમારું આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યું તો આજથી એટલે કે 1 ઓગસ્ટ 2024થી તમારે આઈટીઆર ફાઇલ કરવા માટે દંડ ભરવો પડશે. આ દંડ તમારી આવકના આધારે બદલાઈ શકે છે. 5 લાખ રૂપિયા સુધીની આવક પર 1000 રૂપિયા અને 5 લાખ રૂપિયાથી વધુની આવક પર 5000 રૂપિયા દંડ છે.

ફાસ્ટેગ સંબંધિત નવા નિયમ લાગુ (FASTAg Rules Change)

ફાસ્ટેગ સંબંધિત નિયમ પણ બદલાઇ ગયા છે. નવા નિયમો મુજબ હવે કાર લીધાના 90 દિવસની અંદર વાહનનો રજિસ્ટ્રેશન નંબર ફાસ્ટેગ નંબર પર અપલોડ કરવાનો રહેશે, જો તેમ નહીં થાય તો તેને હોટલિસ્ટમાં મૂકવામાં આવશે. ત્યારબાદ વાહન માલિકને 30 દિવસનો વધારાનો સમય પણ મળશે. આ વધારાના સમયમાં પણ જો વ્હીકલ નંબર અપડેટ નહીં થાય તો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.

Advertisment

આ ઉપરાંત ફાસ્ટેગ આપતી કંપનીઓએ 31 ઓક્ટોબર સુધીમાં તમામ 3 અને 5 વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાયસી કરવાનું રહેશે.

FASTag | FASTag Payments | FASTag Services
FASTag: ફાસ્ટેગ વડે ઓનલાઇન ટોલ ટેક્સ પેમેન્ટ કરવામાં આવે છે. (Photo - @fastagofficial)

એલપીજી ગેસ સિલિન્ડર મોંઘા થશે (LPG Gas Price)

એલીપીજી ગેસ સિલિન્ડર મોંઘા થયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં 8 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. અને દરેક રાજ્યમાં તેની કિંમત અલગ અલગ હોઇ શકે છે.

ગૂગલ મેપ્સના નિયમમાં ફેરફાર (Google Mpas Rules Change)

ભારતમાં 1 ઓગસ્ટ 2024 થી ગૂગલ મેપ્સના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીએ પાર્ટનર્સને લલચાવવા માટે સર્વિસ ચાર્જમાં 70 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત બિલિંગ પણ ડોલરને બદલે રૂપિયામાં થશે. જો કે આ ફેરફારના કારણે સામાન્ય યુઝર્સ પર કોઇ વધારાનો બોજ નહીં પડે.

Bank Holidays in August 2024
ઓગસ્ટ મહિનામાં આવતી રજાઓ - photo - Jansatta

આ પણ વાંચો | 31 જુલાઈ બાદ ITR ફાઈલ કરવા કેટલો દંડ થશે? કોણ બિલેટેડ આઈટી રિટર્ન ફાઈલ કરી શકે છે? જાણો નિયમ

ઓગસ્ટ 2024 માં 13 દિવસ બેંકો બંધ રહેશે (Bank Holidays In August 2024)

ઓગસ્ટ 2024માં ઘણા તહેવાર આવી રહ્યા છે, જે તારીખે દેશભરની બેંકો જાહેર રજા રહેશે. તમને જણાવી દઇયે કે, ઓગસ્ટ 2024 માં બેંકો 13 દિવસ માટે બંધ રહેશે. આ રજાઓમાં તહેવારોની રજાઓ ઉપરાંત રાષ્ટ્રીય જાહેર રજા, રવિવાર અને અન્ય શનિવારની રજાઓનો સમાવેશ થાય છે.

કૂકિંગ ગેસ બેંક ઇન્કમ ટેક્ષ બિઝનેસ