રોયલ એનફિલ્ડની આ દમદાર બાઇક ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

2026 Royal Enfield Goan Classic 350 Launched : રોયલ એનફિલ્ડે 2026 Goan Classic 350 રજૂ કરી છે. તેમાં એવા નવા અપડેટ્સ છે જે રોજિંદી રાઇડિંગને વધારે આસાન અને આરામદાયક બનાવે છે. ચાલો નવી બાઇકની કિંમત, ફિચર્સ અને પાવરટ્રેન વિશે જાણીએ

2026 Royal Enfield Goan Classic 350 Launched : રોયલ એનફિલ્ડે 2026 Goan Classic 350 રજૂ કરી છે. તેમાં એવા નવા અપડેટ્સ છે જે રોજિંદી રાઇડિંગને વધારે આસાન અને આરામદાયક બનાવે છે. ચાલો નવી બાઇકની કિંમત, ફિચર્સ અને પાવરટ્રેન વિશે જાણીએ

author-image
Ashish Goyal
New Update
2026 Royal Enfield Goan Classic 350

2026 Royal Enfield Goan Classic 350 : રોયલ એનફિલ્ડે 2026 Goan Classic 350 રજૂ કરી છે Photograph: (Royal Enfield)

2026 Royal Enfield Goan Classic 350 Launched : રોયલ એનફિલ્ડે 2026 Goan Classic 350 રજૂ કરી છે. બોબરથી પ્રેરિત ડિઝાઇન વાળી આ મોટરસાઇકલ એવા રાઇડર્સ માટે તૈયાર કરવામાં આવી છે જે ભીડથી અલગ વિચાર રાખે છે અને બેફ્રિક રાઇડિંગ લાઇફસ્ટાઇલને પસંદ કરે છે. નવી ગોઆન ક્લાસિક 350 તેના આઇકોનિક દેખાવને યથાવત્ રાખે છે. તેમાં એવા નવા અપડેટ્સ છે જે રોજિંદી રાઇડિંગને વધારે આસાન અને આરામદાયક બનાવે છે. ચાલો નવી બાઇકની કિંમત, ફિચર્સ અને પાવરટ્રેન વિશે જાણીએ.

Advertisment

આસિસ્ટ અને સ્લિપર ક્લચનો ઉમેરો

2026 મોડલમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ આસિસ્ટ અને સ્લિપર ક્લચનો ઉમેરો છે. આ ડાઉનશિફ્ટિંગ દરમિયાન બાઇક પર વધુ સારો કંટ્રોલ મળે છે અને ગિયર બદલવો પહેલા કરતા વધુ સરળ બનાવે છે. ક્લચ લીવર હવે હળવું લાગે છે, જે શહેરના ટ્રાફિક અથવા લાંબા અંતરની સવારી દરમિયાન થાક ઘટાડે છે. બાઇક આપવામાં આવેલ USB ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ હવે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. મુસાફરી દરમિયાન સ્માર્ટફોન અને આવશ્યક ગેજેટ્સના કોઇપણ પરેશાની વગર ચાર્જ રહે શકે.

કયું છે એન્જિન

એન્જિનની વાત કરીએ તો ગોઆન ક્લાસિક 350 રોયલ એનફિલ્ડનું વિશ્વસનીય 349cc એર-ઓઇલ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6,100rpm પર 20.2bhpનો પાવર અને 4,000rpm પર 27Nm ટોર્ક જનરેટ કરે છે. 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ આ સેટઅપ સરળ અને આરામદાયક સવારીનો અનુભવ પ્રદાન કરે છે. આ બાઇક ફાસ્ટ સ્પીડના બદલે આરામદાયક અને સુકુન ભરી સવારી ઇચ્છતા લોકોને અનુકૂળ આવે તે રીતે ટ્યુન કરવામાં આવી છે.

ડિઝાઇન

ડિઝાઇનની વાત કરીએ તો ગોઆન ક્લાસિક 350 પોતાની બોબર ઓળખ પર સંપૂર્ણપણે ખરી ઉતરે છે. તેમાં સિંગલ-સીટ બોબર સિલુએટ, ફ્લોટિંગ રાઇડર સીટ, વ્હાઇટવોલ એજ-ટાઇપ એલ્યુમિનિયમ ટ્યુબલેસ સ્પોક વ્હીલ્સ, ચોપર-સ્ટાઇલ ફેન્ડર્સ, સ્લેશ-કટ એક્ઝોસ્ટ અને મિડ-અપ હેન્ડલબાર જેવા એલિમેન્ટ્સ છે. 

Advertisment

આ પણ વાંચો - સુઝુકી ઇ એક્સેસ ભારતમાં લોન્ચ, જાણો કિંમત, રેન્જ, ફિચર્સ અને અન્ય માહિતી

રોયલ એનફિલ્ડ ગોઆન ક્લાસિક 350 ની કિંમત 

Shack Black અને Purple Haze કલરમાં તેની એક્સ-શોરૂમ કિંમત 2,19,787 રુપિયા રાખવામાં આવી છે, જ્યારે ટ્રિપ ટીલ ગ્રીન અને રેવ રેડ કલર ઓપ્શનની કિંમત 2,22,593 રુપિયા છે.

Auto news બિઝનેસ