બજાજે બે નવા બાઇક લોન્ચ કર્યા, દમદાર છે લૂક, જાણો કિંમત અને ફિચર્સ

Bajaj Dominar 250 And 400 Launched : બજાજ ઓટો લિમિટેડે પોતાની લોકપ્રિય સ્પોર્ટ્સ ટુરિંગ મોટરસાઇકલ ડોમિનાર 400 અને 250 ના 2025 મોડલ લોન્ચ કર્યા, જાણો શું છે અપડેટ

Written by Ashish Goyal
July 08, 2025 16:43 IST
બજાજે બે નવા બાઇક લોન્ચ કર્યા, દમદાર છે લૂક, જાણો કિંમત અને ફિચર્સ
બજાજ ઓટો લિમિટેડે પોતાની લોકપ્રિય સ્પોર્ટ્સ ટુરિંગ મોટરસાઇકલ ડોમિનાર 400 અને 250 ના 2025 મોડલ લોન્ચ કર્યા (તસવીર - સોશિયલ મીડિયા)

Bajaj Dominar 250 And 400 Launched : બજાજ ઓટો લિમિટેડે પોતાની લોકપ્રિય સ્પોર્ટ્સ ટુરિંગ મોટરસાઇકલ ડોમિનાર 400 અને 250 ના 2025 મોડલ લોન્ચ કર્યા છે. નવા અપડેટ પછી ડોમિનાર શ્રેણીની આ બાઇક્સમાં ઘણા મોર્ડન ઇલેક્ટ્રોનિક ફિચર્સ અને શાનદાર એર્ગોનોમિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે લાંબા અંતરની સવારીને વધુ અદ્યતન અને આરામદાયક બનાવશે.

કંપનીએ ડોમિનાર 400 ની એક્સ-શોરૂમ કિંમત 2,38,682 રૂપિયા નક્કી કરી છે. જ્યારે ડોમિનાર 250 ની એક્સ-શોરૂમ કિંમત 1,91,654 રૂપિયા છે. આ બંને મોડલ જૂના વર્ઝનને રિપ્લેશ કરશે. તે દેશભરના બજાજ શોરૂમમાંથી ખરીદી શકાશે.

બજાજ ડોમિનાર 400 બાઇક ફિચર્સ

નવા ડોમિનાર 400 માં હવે ઇલેક્ટ્રોનિક થ્રોટલ બોડી (ETB) ની મદદથી રાઇડ-બાય-વાયર ટેકનોલોજી આપવામાં આવી. આ સાથે, રોડ, રેઇન, સ્પોર્ટ અને ઓફ-રોડ જેવા 4 રાઇડિંગ મોડ પણ ઉપલબ્ધ છે, જેથી રાઇડર અલગ-અલગ રોડ કંડીશનમાં બાઇકને યોગ્ય રીતે ચલાવી શકે છે. નવી ડોમિનાર 250 માં ચાર ABS રાઈડ મોડ પણ છે, જે મિકેનિકલ થ્રોટલ બોડી (MTB) થી ઓપરેટ થાય છે. કંપનીએ અપડેટેડ 2025 ડોમિનાર મોડેલને એક સંપૂર્ણ ટૂરિંગ મશીન તરીકે રજૂ કરવામાં કોઈ કસર છોડી નથી.

આ પણ વાંચો – iPhone 16 ને 10,000 રુપિયાની છૂટ પર ખરીદવાની તક, જાણો ક્યાં મળી રહે છે આ ડીલ

હવે આ મોટરસાઇકલમાં નવા બોન્ડેડ ગ્લાસ LCD સ્પીડોમીટર, રીડિઝાઇન કરેલ હેન્ડલબાર, GPS માઉન્ટ સાથે કેરિયર અને એડવાન્સ કંટ્રોલ સ્વીચો જેવા ઘણા ફિચર્સ આપ્યા છે, જે લાંબી મુસાફરીને પહેલા કરતા વધુ સરળ અને વધુ અનુકૂળ બનાવે છે. આ બાઇક હવે સીધી ટૂરિંગ-રેડી ફેક્ટરી એસેસરીઝ સાથે આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ડોમિનાર મોટરસાઇકલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને નવા મોડેલમાં ઘણી ખાસ વસ્તુઓ મળશે. નવા અપડેટ સાથે, બાઇકની કિંમત 6,026 રુપિયા વધી ગઇ છે.

બજાજ ડોમિનાર 400 એન્જિન

હવે આ મોટરસાઇકલના એન્જિન વિશે વાત કરીએ તો ડોમિનાર 400 માં એ જ 373.5cc લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન મળે છે, જે હવે OBD-2B એમિશન નોર્મ્સ અનુસાર અપડેટ કરવામાં આવ્યું છે. આ એન્જિન પહેલાની જેમ 40PS પાવર અને 35Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે આ વખતે કેન્યોન રેડ કલર વિકલ્પ પણ પાછો લાવવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ