Bajaj Pulsar N160 Launch: બજાજે પલ્સર N160 નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું, જાણો કિંમત અને ફિચર્સ

Bajaj Pulsar N160 New Variant Launch Today : બજાજ ઓટોએ પોતાની લોકપ્રિય સ્પોર્ટ્સ કોમ્યુટર બાઇક પલ્સર N160 નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ તેને ગોલ્ડ USD ફોર્ક્સ અને સિંગલ-સીટ સેટઅપ સાથે રજૂ કર્યું છે

Written by Ashish Goyal
December 05, 2025 15:28 IST
Bajaj Pulsar N160 Launch: બજાજે પલ્સર N160 નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું, જાણો કિંમત અને ફિચર્સ
Bajaj Launched Pulsar N160 New Variant Today: બજાજ ઓટોએ પોતાની લોકપ્રિય સ્પોર્ટ્સ કોમ્યુટર બાઇક પલ્સર N160 નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું (તસવીર - સોશિયલ મીડિયા)

Bajaj Pulsar N160 New Variant Launch Price : બજાજ ઓટોએ પોતાની લોકપ્રિય સ્પોર્ટ્સ કોમ્યુટર બાઇક પલ્સર N160 નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ તેને ગોલ્ડ USD ફોર્ક્સ અને સિંગલ-સીટ સેટઅપ સાથે રજૂ કર્યું છે, જેનાથી બાઇકનું કમ્ફર્ટ અને રાઇડિંગ ડાયનામિક્સ બંને પહેલાથી સારા થઇ ગયા છે.

બજાજ બાઇક પલ્સર N160 કિંમત

નવી પલ્સર N160 ની કિંમત 123,983 રુપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. તે દેશભરમાં બજાજ ડીલરશિપ પર ઉપલબ્ધ રહેશે. કંપની કહે છે કે આ અપડેટ ખાસ કરીને એવા રાઇડર્સ માટે છે જેઓ રોજિંદા સવારી દરમિયાન પણ પ્રીમિયમ ફીલ અને વધુ સારું કંટ્રોલ ઇચ્છે છે.

સિંગલ-સીટ સેટઅપ ઉપલબ્ધ રહેશે

નવું વેરિઅન્ટ ખાસ કરીને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ સિંગલ-સીટનું કમ્ફર્ટ પસંદ કરે છે, સાથે પલ્સરની સ્પોર્ટી પોઝિશન અને પ્રિસીઝન સાથે સમાધાન કરવા માંગતા નથી. ગોલ્ડ USD ફોર્ક્સ બાઇકને વધુ સારી સ્થિરતા, ઝડપી હેન્ડલિંગ અને મજબૂત રોડ પ્રેઝેન્સ આપે છે. સિંગલ-સીટ સેટઅપ ફેમિલી રાઇડર્સ માટે એક પ્રેક્ટિકલ ફાયદો બની જાય છે.

ચાર કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ

બજાજે ડિઝાઇનને વધુ આકર્ષક પણ બનાવી છે. નવી પલ્સર N160 ચાર કલરમાં ઉપલબ્ધ થશે, જેમાં પર્લ મેટાલિક વ્હાઇટ, રેસિંગ રેડ, પોલર સ્કાય બ્લુ અને બ્લેક સામેલ છે. આ વેરિઅન્ટ પલ્સર N રેન્જની એગ્રેસિવ ડિઝાઇન લેંગ્વેજને વધુ મજબૂત બનાવે છે. મસ્ક્યુલર ટેન્ક, શાર્પ પેનલ્સ અને નવા ફોર્ક્સનો ગોલ્ડ ફિનિશ તેને વધુ પ્રીમિયમ લુક આપે છે. બાઇકનું સિંગલ-સીટ લેઆઉટ પણ તેને સ્વચ્છ અને સ્પોર્ટી સ્ટાન્સ આપે છે.

આ પણ વાંચો – હાર્લે ડેવિડસન X440 T થી ઉંચકાયો પડદો, અપડેટ ડિઝાઇન સાથે મળશે નવો કલર ઓપ્શન

લોન્ચ સમયે બજાજ ઓટોના પ્રેસિડેન્ટ (MCBU) સરંગ કનાડેએ જણાવ્યું હતું કે નવું પલ્સર N160 વેરિઅન્ટ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીનો ઉદ્દેશ્ય યુવાનોને વધુ સારું કમ્ફર્ટ, વધુ કંટ્રોલ અને પ્રીમિયમ રાઇડિંગ અનુભવ પ્રદાન કરવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ