GST 2.0: Maruti Suzuki Dzire gets a price cut of up to Rs 88,000: સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા GST 2.0 સુધારાની અસર હવે કાર ખરીદનારાઓના ખિસ્સા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ સુધારાને કારણે મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કારમાંથી એક સ્વિફ્ટ ડિઝાયરની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. નવા ટેક્સ સ્લેબ અનુસાર ગ્રાહકોને 58,000 રૂપિયાથી લઈને 88,000 રૂપિયા સુધીનો લાભ મળી રહ્યો છે.
તમામ વેરિઅન્ટની કિંમતમાં ઘટાડો
કંપનીના જણાવ્યા અનુસાર આ લાભ ડિઝાયરના મેન્યુઅલ અને એએમટી (ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન) બંને વેરિઅન્ટ પર લાગુ પડે છે. ખાસ કરીને એએમટી વેરિઅન્ટમાં 72,000 રૂપિયાથી લઈને 88,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કારના ટોપ-સ્પેક ઝેડએક્સઆઈ પ્લસ વેરિઅન્ટ પર સૌથી મોટો ફાયદો આપવામાં આવી રહ્યો છે.
નવું એન્જીન અને સુરક્ષામાં મોટા ફેરફારો
નવી પેઢીની મારુતિ સુઝુકી ડિઝાયર 1.2-લિટર ઝેડ-સિરીઝ નેચરલી એસ્પિરેટેડ થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જેણે અગાઉના ચાર-સિલિન્ડર એન્જિનને બદલી નાખ્યું છે. આ કારને ગ્લોબલ એનસીએપી (જીએનસીએપી) અને ભારત એનસીએપી (બીએનસીએપી) માં ફાઇવ-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે, જે મારુતિ સુઝુકી માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
આ પણ વાંચો – ભારતમાં ડ્રાઇવર વગરની પ્રથમ ઓટો લોન્ચ થઇ, જાણો કિંમત
સીએનજી વિકલ્પો અને બજારની અસર
પેટ્રોલ વર્ઝન સિવાય ડિઝાયરને ફેક્ટરીમાં ફીટ કરેલી સીએનજી કિટ સાથે પણ ખરીદી શકાય છે. ટેક્સી સેગમેન્ટમાં પહેલાથી જ લોકપ્રિય આ કાર હવે ખાનગી ખરીદદારોમાં પણ તેની પકડ મજબૂત કરી રહી છે. જીએસટીના દરમાં ઘટાડો અને આગામી તહેવારોની ઓફર સાથે ડિઝાયરનું વેચાણ વધુ વધવાની ધારણા છે.





