Hero Destini 110 : હીરોએ સસ્તી કિંમતમાં નવું સ્કૂટર લોન્ચ કર્યું, જાણો કિંમત, માઇલેજ અને ફિચર્સ

હીરોની નવી ડેસ્ટિની 110 ભારતમાં લોન્ચ : ભારતમાં સ્કૂટર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. હવે હીરો મોટોકોર્પે તેનું નવું હીરો ડેસ્ટિની 110 લોન્ચ કર્યું છે, જે ખાસ કરીને ફેમિલી અને ફર્સ્ટ ટાઇમ ખરીદનારાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે.

Written by Ashish Goyal
Updated : September 23, 2025 15:39 IST
Hero Destini 110 : હીરોએ સસ્તી કિંમતમાં નવું સ્કૂટર લોન્ચ કર્યું, જાણો કિંમત, માઇલેજ અને ફિચર્સ
New Hero Destini 110 Scooter Launch 2025 : હીરો મોટોકોર્પે ભારતમાં તેનું નવું હીરો ડેસ્ટિની 110 લોન્ચ કર્યું છે (તસવીર -financial express)

Hero Destini 110 Scooter Price in India: ભારતમાં સ્કૂટર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. હવે હીરો મોટોકોર્પે તેની નવી હીરો ડેસ્ટિની 110 લોન્ચ કરી છે, જે ખાસ કરીને ફેમિલી અને ફર્સ્ટ ટાઇમ ખરીદનારાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. હીરોએ તેને “હીરો કા સ્કૂટર – સ્કૂટર કા હીરો” ટેગલાઇન આપી છે. આ સ્કૂટરને જોતાં એવું લાગે છે કે તે સામાન્ય માણસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

દમદાર એન્જિન અને શાનદાર માઇલેજ

ડેસ્ટિની 110 માં 110cc એન્જિન આપવામાં આવ્યું છે અને તેમાં કંપનીની i3s ટેકનોલોજી પણ છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 56.2 kmpl ની માઇલેજ આપશે, જે તેના સેગમેન્ટમાં સૌથી વધુ હશે. આ સિવાય તેમાં વન-વે ક્લચ સિસ્ટમ આપવામાં આવી છે, જે સ્કૂટરને ચલાવવું વધુ સરળ બનાવે છે.

તેમાં ફેમિલી ફ્રેન્ડલી સીટ અને આરામદાયક રાઇડ મળે છે. સ્કૂટરની સીટની લંબાઈ 785mm છે, જે તેના સેગમેન્ટમાં સૌથી લાંબી છે. તેમાં ઇંટીગ્રેટેડ બેકરેસ્ટ પણ છે, જે રાઇડર અને પાછળ બેસનાર બંનેને આરામ મળશે. તેમાં 12-ઇંચના વ્હીલ્સ અને મજબૂત ટાયર છે, જે ડેઇલી સવારી દરમિયાન શાનદાર ગ્રીપ આપશે.

ડિઝાઇન અને ફિચર્સ

હીરોએ ડેસ્ટિની 110 ને નિયો-રેટ્રો ડિઝાઇન આપી છે. તેમાં ફ્રન્ટમાં ક્રોમ એક્સેન્ટ અને પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. તેમાં H-આકારના LED ટેલ લેમ્પ્સ પણ છે. તેમાં ત્રણ-મોટી મેટલ પેનલ બોડી આપવામાં આવી છે.

આ પણ વાંચો – ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ : 999 રુપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ શાનદાર Earbuds

તે ફ્રન્ટ ગ્લોવ બોક્સ, બુટ લેમ્પ અને એનાલોગ-ડિજિટલ સ્પીડોમીટર સહિત ઘણા અન્ય ઉપયોગી ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. તેમાં હાઇ વેરિઅન્ટ 190mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક મળે છે.

વેરિઅન્ટ્સ અને કિંમત

વેરિઅન્ટ્સ અને કિંમતની વાત કરીએ તો ડેસ્ટિની 110 બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. VX કાસ્ટ ડ્રમની કિંમત ₹72,000 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. ZX કાસ્ટ ડિસ્કની કિંમત ₹79,000 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. કલર ઓપ્શનની વાત કરવામાં આવે તો તેમાં ઇટરનલ વ્હાઇટ, મેટ સ્ટીલ ગ્રે, નેક્સસ બ્લૂ, એક્વા ગ્રે અને ગ્રુવી રેડનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ