Hyundai Exter Pro Pack : હ્યુન્ડાઇ એક્સટરની નવી એડિશન લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

Hyundai Exter Pro Pack : ભારતમાં તહેવારોની સિઝન શરુ થવાની હવે તૈયારીઓ છે. આ પહેલા ગ્રાહકોને આકર્ષવા માટે હ્યુન્ડાઇએ તેની લોકપ્રિય માઇક્રો SUV એક્સટરનું નવું પ્રો પેક વર્ઝન લોન્ચ કર્યું

Written by Ashish Goyal
Updated : August 22, 2025 16:50 IST
Hyundai Exter Pro Pack : હ્યુન્ડાઇ એક્સટરની નવી એડિશન લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
હ્યુન્ડાઇએ તેની લોકપ્રિય માઇક્રો SUV એક્સટરનું નવું પ્રો પેક વર્ઝન લોન્ચ કર્યું (તસવીર - સોશિયલ મીડિયા)

Hyundai Exter Pro Pack Launched In India : ભારતમાં તહેવારોની સિઝન શરુ થવાની હવે તૈયારીઓ છે. આ પહેલા ગ્રાહકોને આકર્ષવા માટે હ્યુન્ડાઇએ તેની લોકપ્રિય માઇક્રો SUV એક્સટરનું નવું પ્રો પેક વર્ઝન લોન્ચ કર્યું છે. આ અપડેટેડ પેક SUV ને વધુ પ્રીમિયમ અને મસ્ક્યુલર લુક આપે છે. કંપનીએ 2023માં એક્સટરને બજારમાં લોન્ચ કરી હતી અને ત્યારથી તે ભારતીય ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય બની છે. હવે પ્રો પેક સાથે, તેમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો, નવા કલાર અને એડિશનલ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

10 થી વધુ કલર ઓપ્શન

આ પેકની સૌથી મોટી ખાસિયત તેનું નવું ટાઇટન ગ્રે મેટ પેઇન્ટ ફિનિશ છે જે કારને વધુ દમદાર લુક આપે છે. આ ઉપરાંત, તેમાં વ્હીલ આર્ચ ક્લેડીંગ અને સાઇડ સિલ ગાર્નિશ પણ આપવામાં આવ્યા છે, જે SUV ના સ્ટાન્સને વધુ મસ્ક્યુલર બનાવે છે. નવું એક્સટર હવે દસથી વધુ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આમાં એટલાસ વ્હાઇટ, ફિયરી રેડ, રેન્જર ખાકી, સ્ટારી નાઇટ, કોસ્મિક બ્લૂ અને એબિસ બ્લેક જેવા શેડ્સનો સમાવેશ થાય છે.

હ્યુન્ડાઇ એક્સટર કિંમત

ઇંટીરિયર વાત કરીએ તો આ વખતે હ્યુન્ડાઇએ ડેશકેમ ફીચરને વધારે વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવ્યું છે, જેનાથી સેફ્ટી અને ટેકનોલોજી બંને અપગ્રેડ થયા છે. એક્સટર પ્રો પેકની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 7.98 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તે S+ MT અને તેનાથી ઉપરના બધા વેરિઅન્ટ પર ઉપલબ્ધ છે. જ્યારે પાવરટ્રેન તરીકે SUV માં 1.2 લિટર 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે જે 82bhp પાવર અને 113.8Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે આવે છે.

આ પણ વાંચો – એથરે બતાવી EL પ્લેટફોર્મની ઝલક, 30 ઓગસ્ટે ઇલેક્ટ્રિક સ્કૂટર થશે લોન્ચ

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના COO તરુણ ગર્ગે જણાવ્યું હતું કે એક્સટર પ્રો પેક ગ્રાહકો માટે બોલ્ડ સ્ટાઇલ, અદ્યતન ટેકનોલોજી અને મજબૂત સલામતી નું કોમ્બિનેશન પ્રદાન કરે છે. નવા લૂક અને ફિચર્સ સાથે કંપની આશા રાખી રહી છે કે તે માઇક્રો SUV સેગમેન્ટમાં તેની પકડ વધુ મજબૂત કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ