Zelo Knight+ e-scooter launched : ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટઅપ Zelo Electric એ ભારતનું સૌથી સસ્તું ઇ-સ્કૂટર Knight+ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર માત્ર સસ્તું નથી પણ તેમાં તે તમામ સ્માર્ટ ફીચર્સ પણ છે જે અત્યાર સુધી ફક્ત મિડ અથવા હાઇ-રેન્જ સ્કૂટરમાં જ ઉપલબ્ધ હતા. Knight+ ખાસ કરીને ઓછા બજેટમાં વધુ સારું પ્રદર્શન ઇચ્છતા રાઇડર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતીય બજારમાં તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 59,990 રૂપિયા રાખવામાં આવી છે.
ઈ-સ્કૂટર ફિચર્સ
Zelo Electric એ Knight+ માં હિલ હોલ્ડ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, ફોલો-મી-હોમ હેડલેમ્પ્સ, USB ચાર્જિંગ પોર્ટ અને રિમૂવેબલ બેટરી જેવા સ્માર્ટ ફિચર્સ આપ્યા છે. આ બધી ફિચર્સ ખાસ કરીને રોજની રાઇડિંગ અને શહેરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. આ સ્કૂટરને 6 આકર્ષક કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ગ્લોસી વ્હાઇટ, ગ્લોસી બ્લેક અને ડ્યુઅલ-ટોન ફિનિશનો સમાવેશ થાય છે.
રેન્જ 100 કિમી
જો આપણે પાવરટ્રેન વિશે વાત કરીએ તો આ સ્કૂટરમાં 1.8kWh પોર્ટેબલ LFP બેટરી છે જે 100 કિ.મી.ની રિયલ વર્લ્ડ રેન્જ આપવાનો દાવો કરે છે. તેની ટોપ સ્પીડ 55 કિ.મી./કલાક છે. સ્કૂટરની ડિલિવરી 20 ઓગસ્ટ 2025 થી શરૂ થશે. દેશભરના Zelo ડીલરશીપ પર તેનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો – Swift થી લઇને Brezza સુધી, ઓગસ્ટમાં મારુતિની આ કાર પર મળી રહ્યું છે 90 હજાર રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
લોન્ચ સમયે Zelo Electric ના કો-ફાઉન્ડર મુકુંદ બહેતીએ કહ્યું કે Knight+ માત્ર એક સ્કૂટર નથી પરંતુ તે અમારા વિઝનનો એક ભાગ છે જેના હેઠળ અમે ભારતમાં પ્રીમિયમ પરંતુ સસ્તા ઇલેક્ટ્રિક વાહનો લાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ. માત્ર 59,990 રૂપિયાની કિંમતે પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ ફીચર-લોડેડ અને વેલ્યૂ ફોર મની ઇલેક્ટ્રિક સ્કૂટર છે. અમને વિશ્વાસ છે કે તે હજારો લોકોને સ્માર્ટ અને ક્લીન મોબિલિટી તરફ શિફ્ટ થવા માટે પ્રેરણા આપશે.





