ભારતમાં 2025 ઇન્ડિયન સ્કાઉટ સિરીઝ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Scout Lineup Launched : જો તમે પ્રીમિયમ ક્રુઝર બાઇકના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇન્ડિયન મોટરસાયકલે ભારતમાં પોતાની નવી 2025 સ્કાઉટ રેન્જ લોન્ચ કરી છે

Written by Ashish Goyal
August 25, 2025 21:32 IST
ભારતમાં 2025 ઇન્ડિયન સ્કાઉટ સિરીઝ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
ઇન્ડિયન મોટરસાયકલે ભારતમાં પોતાની નવી 2025 સ્કાઉટ રેન્જ લોન્ચ કરી (Image: Indian Motorcycles)

Indian Motorcycle Scout Lineup Launched : જો તમે પ્રીમિયમ ક્રુઝર બાઇકના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇન્ડિયન મોટરસાયકલે ભારતમાં પોતાની નવી 2025 સ્કાઉટ રેન્જ લોન્ચ કરી છે. તેની શરૂઆતની કિંમત 12.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે અને તેમાં બે અલગ અલગ બોડી સ્ટાઇલ અને ઘણા વેરિઅન્ટ છે. ચાલો તેના ફીચર્સ વિગતવાર જાણીએ.

સ્કાઉટ સિક્સ્ટી લાઇન-અપ 999cc એન્જિન સાથે આવે છે. કંપનીએ આ એન્જિન સાથે ઘણા મોડેલ્સ લોન્ચ કર્યા છે. તેમાં Scout Sixty Classic, Scout Sixty Bobber, Sport Scout Sixty જેવા મોડેલ્સ સામેલ છે.

1250cc એન્જિન સાથે ફ્લેગશિપ સ્કાઉટ લાઇન-અપમાં સ્કાઉડ ક્લાસિક, સ્કાઉટ બોબર, સ્પોર્ટ સ્કાઉટ, સુપર સ્ટાઉટ અને 101 સ્કાઉટ જેવા મોડેલ્સ સામેલ છે.

એન્જિન અને પર્ફોમન્સ

સ્કાઉટ સિક્સ્ટી મોડલ વિશે વાત કરીએ તો, તેની સાથે આવેલું 999cc સ્પીડપ્લસ વી-ટ્વીન લિક્વિડ-કૂલ્ડ એન્જિન 85 bhp પાવર અને 87 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

જ્યારે ફ્લેગશિપ સ્કાઉટ મોડલ્સ સાથે આવેલું 1250cc સ્પીડપ્લસ વી-ટ્વીન એન્જિન bhp પાવર અને 108 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. 101 સ્કાઉટ વર્ઝન 111 bhp પાવર અને 109 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. બધા એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે, જે સરળ અને દમજાર રાઇડિંગ અનુભવ આપશે.

આ પણ વાંચો – CNG Scooter : પ્રતિ કિલોમીટર માત્ર 1 રૂપિયો ખર્ચ! મોટી બચત થશે

વેરિઅન્ટ્સ અને ફીચર્સ

આ બધા મોડલ્સ ત્રણ ટ્રિમ સ્ટાન્ડર્ડ, લિમિટેડ, લિમિટેડ + ટેકમાં ઉપલબ્ધ હશે. સ્ટાન્ડર્ડમાં એનાલોગ ક્લસ્ટર, નાનું ડિજિટલ ડિસ્પ્લે, LED લાઇટિંગ, ડ્યુઅલ-ચેનલ ABS હશે. લિમિટેડ માં ક્રુઝ કંટ્રોલ, રાઇડ મોડ્સ, ટ્રેક્શન કંટ્રોલ, USB ચાર્જિંગ, મેટાલિક પેઇન્ટ સ્કીમ હશે. જ્યારે લિમિટેડ + ટેકમાં TFT ડિસ્પ્લે, કીલેસ ઇગ્નીશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી, કનેક્ટેડ ટેક ફીચર્સ મળશે.

બાઇકની વેરિએન્ટ પ્રમાણે કિંમત (એક્સ શો રુમ)

  • Scout Sixty Bobber 12.99 લાખ રુપિયા
  • Sport Scout Sixty 13.28 લાખ રુપિયા
  • Scout Sixty Limited 13.42 લાખ રુપિયા
  • Scout Bobber 13.99 લાખ રુપિયા
  • Scout Classic 14.02 લાખ રુપિયા
  • Sport Scout 14.09 લાખ રુપિયા
  • 101 Scout 15.99 લાખ રુપિયા
  • Super Scout 16.15 લાખ રુપિયા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ