જીપે ફરી લોન્ચ કરી Wrangler Willys, ફક્ત 41 લોકો જ ખરીદી શકશે, જાણો કિંમત અને ખાસિયત

Jeep Wrangler Willys 41 Special Edition : જીપ ઈન્ડિયાએ ફરી એકવાર ભારતીય બજારમાં તેની ઐતિહાસિક ઓળખ વાળી 'Wrangler Willys 1941' રજૂ કરી છે. આ કાર એવા લોકો માટે એક મોટી ભેટ છે જેઓ જીપની વિન્ટેજ અને મિલિટ્રી વાળા અંદાજના પ્રશંસક છે

Jeep Wrangler Willys 41 Special Edition : જીપ ઈન્ડિયાએ ફરી એકવાર ભારતીય બજારમાં તેની ઐતિહાસિક ઓળખ વાળી 'Wrangler Willys 1941' રજૂ કરી છે. આ કાર એવા લોકો માટે એક મોટી ભેટ છે જેઓ જીપની વિન્ટેજ અને મિલિટ્રી વાળા અંદાજના પ્રશંસક છે

author-image
Ashish Goyal
New Update
Jeep Wrangler Willys 41 Special Edition

Jeep Wrangler Willys 41 Special Edition : જીપ ઈન્ડિયાએ ફરી એકવાર ભારતીય બજારમાં તેની ઐતિહાસિક ઓળખ વાળી 'Wrangler Willys 1941' રજૂ કરી છે Photograph: (jeep india)

Jeep Wrangler Willys 41 Special Edition : જીપ ઈન્ડિયાએ ફરી એકવાર ભારતીય બજારમાં તેની ઐતિહાસિક ઓળખ વાળી 'Wrangler Willys 1941' રજૂ કરી છે. આ કાર એવા લોકો માટે એક મોટી ભેટ છે જેઓ જીપની વિન્ટેજ અને મિલિટ્રી વાળા અંદાજના પ્રશંસક છે. આ ગાડી 1941 ની પ્રખ્યાત 'Willys MB' ની યાદ અપાવે છે, જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાની તાકાત બતાવી હતી. 

Advertisment

કંપનીનું કહેવું છે કે છેલ્લી વખત જ્યારે તેને લોન્ચ કરવામાં આવી હતી ત્યારે તે ઝડપથી વેચાઈ ગઈ હતી. આ ક્રેઝને જોતાં જીપે તેને ફરી લાવવાનો નિર્ણય કર્યો છે. ચાલો આ SUV ની વિશેષતાઓ જાણીએ.

કંપની ભારતમાં ફક્ત 41 યુનિટ્સ જ વેચશે

આ ગાડીની સૌથી મોટી ખાસિયત તેની વિશિષ્ટતા છે. કંપની આ વખતે સમગ્ર ભારતમાં ફક્ત 41 યુનિટ્સ જ વેચશે. આનો અર્થ એ છે કે જો તમે તેને ખરીદો છો તો તમે આ કાર ધરાવતા પસંદગીના 41 લોકોમાં સામેલ થશો. તેના લુકને ખાસ બનાવવા માટે તેના પર લશ્કરી જીપ જેવા ગ્રાફિક્સ અને વિશિષ્ટ નંબરો છે. તે જોવામાં રફ એન્ડ ટફ છે. તેમાં એક વિન્ટેજ ફીલ પણ છે જે તેને અન્ય કોઈપણ SUV થી અલગ પાડે છે.

કેવા છે ફિચર્સ

ફિચર્સના મામલે પણ તે ઘણી સ્માર્ટ છે. ચડવા અને ઉતરવા માટે તેમાં ઓટોમેટિક બહાર નીકળતા પાવર્ડ સાઇડ સ્ટેપ્સ અને તમારી મુસાફરી રેકોર્ડ કરવા માટે બિલ્ટ-ઇન ડેશ કેમેરા છે. જે લોકો ઑફ-રોડિંગ અને એન્ડવેચરના શોખીન છે તેમના માટે કંપનીએ એક અલગથી એક્સેસરી પેક પણ રજૂ કર્યો છે. આમાં છત પર સામાન રાખવા માટે રૂફટોપ કાર્ગો કેરિયર, સાઇડ સીડી અને એક જગ્યા ધરાવતી "સનરાઇડર" રૂફટોપ સિસ્ટમનો સમાવેશ થાય છે.

Advertisment

આ પણ વાંચો - રોયલ એનફિલ્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ફ્લાઇંગ ફ્લી ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી, જાણો કિંમત અને ફિચર્સ

કિંમત

આ સ્પેશિયલ એડિશન ખરીદવા માટે તમારે સ્ટાન્ડર્ડ રુબિકોન મોડલ (કિંમત 68.31 લાખ રુપિયા) કરતાં 2 લાખ રુપિયા વધુ ચૂકવવા પડશે. વધુમાં જો તમે સીડી અને કેરિયર સાથે એક્સેસરી પેક ઉમેરવા માંગતા હો તો તેની કિંમત 3.6 લાખ રુપિયા અલગથી થશે. 

Auto news બિઝનેસ