ઇ લૂના પ્રાઇમ મોટરસાઇકલ લોન્ચ, 1 કિમીનો ખર્ચ ફક્ત 10 પૈસા, જાણો કિંમત અને રેન્જ

E Luna Prime Electric Scooter Launched in India: કાઇનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડે ભારતના કોમ્યુટર સેગમેન્ટ માટે ડિઝાઇન કરાયેલ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઇ-લુના પ્રાઇમ લોન્ચ કરી છે

Written by Ashish Goyal
Updated : September 26, 2025 16:16 IST
ઇ લૂના પ્રાઇમ મોટરસાઇકલ લોન્ચ, 1 કિમીનો ખર્ચ ફક્ત 10 પૈસા, જાણો કિંમત અને રેન્જ
E Luna Prime Electric Motorbike India Launch and Price : ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઇ-લુના પ્રાઇમ લોન્ચ (તસવીર - સોશિયલ મીડિયા)

E Luna Prime Electric Scooter India Launch Price : કાઇનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડે ભારતના કોમ્યુટર સેગમેન્ટ માટે ડિઝાઇન કરાયેલ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઇ-લુના પ્રાઇમ લોન્ચ કરી છે. આ નવું મોડલ કંપનીની હાલની ઇ-લુના શ્રેણી પર આધારિત છે અને તે ઇ-લુનાની સફળતાને પણ દેખાડે છે. ઇ-લુના પ્રાઇમમાં 16-ઇંચના એલોય વ્હીલ્સ, એલઇડી હેડલેમ્પ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટ્યુબલેસ ટાયર છે. કંપનીનો દાવો છે કે તેની રનિંગ કોસ્ટ પ્રતિ કિલોમીટર 10 પૈસા છે.

એક્સ-શોરૂમ કિંમત 82,490 રુપિયા

ઇ-લુના પ્રાઇમ બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમની રેન્જ 110 કિમી અને 140 કિમી સુધીની છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 82,490 રુપિયા છે. તેને છ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. મોટરસાઇકલમાં ફ્રન્ટમાં કાર્ગો એરિયા છે અને તેને પારંપરિક 100cc અને 110cc પેટ્રોલ મોટરસાઇકલના વિકલ્પ તરીકે રજુ કરવામાં આવી છે. તેની કુલ માસિક ઓનરશિપ કોસ્ટ લગભગ 2,500 રુપિયા છે, જે પારંપરિક પેટ્રોલ મોટરસાઇકલ માટે તે 7,500 રુપિયા છે. આનો અર્થ એ છે કે યુઝર્સને વાર્ષિક 60,000 રુપિયા બચત થઇ શકે છે.

આ પણ વાંચો – હીરોએ સસ્તી કિંમતમાં નવું સ્કૂટર લોન્ચ કર્યું, જાણો કિંમત, માઇલેજ અને ફિચર્સ

કાઇનેટિક ગ્રીનના સંસ્થાપક અને સીઈઓ ડૉ. સુલજ્જા ફિરોદિયા મોટવાણીએ જણાવ્યું હતું કે આ લોન્ચ ભારતમાં સસ્તા ઇલેક્ટ્રિક સોલ્યુશન્સ દ્વારા વ્યક્તિગત ગતિશીલતાને બદલવાની કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ઇ લૂના પ્રાઇમ કાઇનેટિક ગ્રીનના દેશભરમાં 300 થી વધુ ડીલરશીપ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ થશે. કંપનીનો લક્ષ્ય લગભગ 75 કરોડ ભારતીયોને ટાર્ગેટ કરવાનો. જેમની પાસે હાલમાં ટુ-વ્હીલર નથી.

E Luna Prime ને 2500 રુપિયા પ્રતિ મહિનાની કુલ કોસ્ટ પર ખરીદી શકાય છે. કાઇનેટિક ગ્રીન, જે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સનું ઉત્પાદન પણ કરે છે અને ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટ માટે ટોનિનો લેમ્બોર્ગિની સાથે સંયુક્ત સાહસ ધરાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ