Mahindra XUV 7XO : મહિન્દ્રાએ પોતાની લોકપ્રિય SUV, XUV700 ના અપડેટેડ વર્ઝ XUV 7XO માટે સમગ્ર ભારતમાં પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. આ એસયુવી XUV700 નું રિબેજ્ડ અને રિડીઝાઇન વર્ઝન છે, જેને લઇને ગ્રાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસ ધરાવતા ગ્રાહકો 21,000 રુપિયાની ટોકન રકમ ચૂકવીને પ્રી-બુકિંગ કરી શકે છે. કંપની 5 જાન્યુઆરીએ તેની કિંમતો જાહેર કરશે. મહિન્દ્રા XUV 7XO ની સંભવિત ડિઝાઇન, ફિચર્સ અને પાવરટ્રેન વિશે વિગતવાર જાણીએ.
મુખ્ય ડિઝાઇન અપડેટ્સ
નવી XUV 7XO ને બાહ્ય ભાગમાં ઘણા મુખ્ય ડિઝાઇન અપડેટ્સ પ્રાપ્ત થશે. તેમાં નવા ડ્યુઅલ-પોડ LED હેડલેમ્પ્સ, ઇન્વર્ટેડ L-આકારના DRLs અને XUV 9S જેવા LED ટેલલેમ્પ્સ જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે કંપની આ વખતે પણ કનેક્ટેડ ટેલલાઇટ ટ્રેન્ડને ફોલો કરી રહી નથી. આ SUVમાં બ્લેક-આઉટ રેડિયેટર ગ્રિલ, સિલ્વર સ્લેટ્સ, નવી ડિઝાઇન વાળા ફ્રન્ટ રિયર બમ્પર અને તાજા સ્ટાઇલવાળા એલોય વ્હીલ્સ આપવામાં આવશે, જે તેને વધુ મસ્ક્યુલર લુક આપશે.
કેબિનને વધુ મોર્ડન ફિલ આપશે
આ વખતે કેબિનમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળશે. મહિન્દ્રા XUV 7XO નું સમગ્ર ઇન્ટિરિયર લેઆઉટ ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મટિરિયલ ક્વોલિટીમાં પણ સુધારો કરવામાં આવશે. અંદરની સૌથી મોટી હાઇલાઇટ હશે XEV 9S દ્વારા પ્રેરિત ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ, ડેશબોર્ડ પર સોફ્ટ-ટચ ફિનિશ, ડ્યુઅલ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને વેન્ટિલેશન સાથે સ્લાઇડિંગ સેકન્ડ-રો સીટ પણ આપવામાં આવશે. આ સિવાય બધા યાત્રીઓ માટે એડજસ્ટેબલ હેડરેસ્ટ જેવી પ્રીમિયમ ફિચર્સ મળશે જે કેબિનને વધુ મોર્ડન ફિલ આપશે.
આ પણ વાંચો – મારુતિ સુઝુકી 2026 માં 4 નવી કાર લોન્ચ કરશે, જાણો લોન્ચ ટાઇમલાઇન ફિચર્સ અને અન્ય ડિટેલ્સ
પાવરટ્રેનમાં ફેરફાર થશે નહીં
પર્ફોમન્સની વાત કરીએ તો મહિન્દ્રા XUV 7XO માં તે જ વિશ્વસનીય એન્જિન વિકલ્પો હોવાની અપેક્ષા છે જે હાલમાં XUV700 માં આવે છે. આમાં 2.0-લીટર ટર્બો પેટ્રોલ અને 2.2-લીટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં કંપની 6-સ્પીડ મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક બન્ને ગિયરબોક્સ ઓફર કરે છે. એકંદરે XUV 7XO ડિઝાઇન, ફિચર્સ અને પ્રીમિયમ ફીલમાં નોંધપાત્ર ફેરફારો લઇને આવે છે.





