/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Maruti-Suzuki-Brezza-facelift-2026.jpg)
મારુતિ સુઝુકી SUV બ્રેઝાના સ્પાઇ શોટ્સ સામે આવ્યા છે (તસવીર - સોશિયલ મીડિયા)
Maruti Suzuki Brezza Facelift 2026 : મારુતિ સુઝુકી તેની લોકપ્રિય સબ-4 મીટર SUV બ્રેઝા માટે ફેસલિફ્ટ પર કામ કરી રહી છે, જે 2026 ની શરૂઆતમાં લોન્ચ થવાની ધારણા છે. તાજેતર સામે આવેલા સ્પાઇ શોટ્સમાં નવી બ્રેઝા CNG ભરાવતા સ્પોટ થઇ હતી. યુટ્યુબ ચેનલ DesI SpeecH ના મતે આ સંકેત મળે કે કંપની આ વખતે ડિઝાઇનમાં થોડો ફેરફાર અને ફીચર્સમાં મોટા અપગ્રેડ આપવાની તૈયારીમાં છે. જોકે એન્જિન અને ગિયરબોક્સમાં કોઈ મોટા ફેરફારોની અપેક્ષા નથી. નવી બ્રેઝાના સંભવિત ફિચર્સ પર નજર કરીએ.
એક્સટીરિયરમાં શું ફેરફાર હશે
બ્રેઝા ફેસલિફ્ટમાં એક્સટીરિયરમાં હેડલેમ્પ્સ અને ટેલલેમ્પ્સનો શેપ મોટાભાગે વર્તમાન મોડલ જેવો જ રહેવાની શક્યતા છે. LED DRLs માં નવી પેટર્ન મળી શકે છે, જોકે ટેસ્ટ મ્યૂલમાં ભારે કૈમોફ્લાજના કારણે તે આ સ્પષ્ટ રીતે દેખાતું ન હતું. ફ્રન્ટ ગ્રિલ અને આગળ અને પાછળના બમ્પર્સમાં નવી ડિટેલિંગ આપી શકાય છે જેથી SUV થોડી વધારે ફ્રેશ લાગશે. સાઇડ પ્રોફાઇલ પહેલા જેવી જ બોક્સી રહેશે, જોકે નવા એલોય વ્હીલ્સ જોવા મળી શકે છે.
કેબિનમાં મોટા ફેરફારો થશે
બ્રેઝા ફેસલિફ્ટના કેબિનમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફારો થવાની ધારણા છે. રિપોર્ટ પ્રમાણે તેમાં નવું અથવા રિફ્રેશ્ડ સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવી શકે છે. આ સિવાય TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વેન્ટિલેટેડ સીટ્સ, પાવર્ડ ડ્રાઇવર સીટ, સુધારેલ એમ્બિયન્ટ લાઇટિંગ અને પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ જેવા ફિચર્સ પણ ઉમેરવામાં આવી શકે છે. સૌથી મોટું અપગ્રેડ 10.1-ઇંચનું મોટું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હોઈ શકે છે.
આ પણ વાંચો - આ 4 SUV કાર પર મળી રહ્યું છે 2.50 લાખ રુપિયા સુધીનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ, જાણો બધી ડિટેલ
CNG વર્ઝનમાં અંડરબોડી CNG કીટ આપવામાં આવી શકે છે
પાવરટ્રેનની વાત કરીએ તો બ્રેઝા ફેસલિફ્ટમાં હાલનું K15C સ્માર્ટ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન ચાલુ રહેવાની અપેક્ષા છે. તે 103.1 bhp અને 139 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેની માઇલેજ 17.80 થી 19.89 km/લીટર વચ્ચે રહે છે. CNG વેરિઅન્ટ ફેસલિફ્ટમાં પણ ચાલુ રહેશે, જે 25.51 km/kg ની શાનદાર માઇલેજ ઓફર કરે છે. અહેવાલ છે કે CNG વર્ઝનમાં અંડરબોડી CNG કીટ આપવામાં આવી શકે છે, જે બૂટ સ્પેસની સમસ્યાને ઘણી હદ સુધી હલ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us