Honda CB350c Special Edition Launch : હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ એકદમ નવી CB350C સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. લોન્ચની સાથે જ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. કંપનીના બિગવિંગ પ્રીમિયમ ડીલરશીપ દ્વારા ઓક્ટોબર 2025 ના પહેલા અઠવાડિયામાં ડિલિવરી શરૂ થશે. કંપનીએ બાઇકની કિંમત 2,01,900 રુપિયા (એક્સ-શોરૂમ) રાખી છે. નવી સ્પેશિયલ એડિશન હોન્ડાના રેટ્રો-ક્લાસિક 350cc લાઇનઅપને નવું રુપ આપવા માટે તૈયાર છે.
હોન્ડાએ CB350 ને CB350C તરીકે રિબ્રાન્ડ કર્યું
હોન્ડાએ CB350 ને CB350C તરીકે રિબ્રાન્ડ કર્યું છે, જે ક્લાસિક મોટરસાઇકલ ચાહકોમાં તેની ઓળખને વધુ મજબૂત બનાવે છે. મોટરસાઇકલમાં એક નવો CB350C બેજ અને ફ્યુલ ટેંક પર એક ડેડિકેટેડ સ્પેશ્યલ એડિશન સ્ટીકર આપવામાં આવ્યું છે, જે તેને આ સેગમેન્ટમાં અલગ બનાવે છે.
CB350C સ્પેશિયલ એડિશનમાં ટાંકી, આગળ અને પાછળના ફેંડર્સ પર નવા પટ્ટાવાળા ગ્રાફિક્સ છે, જે તેના પ્રીમિયમ અને બોલ્ડ લુકને વધુ વધારે છે. ક્રોમ રીઅર ગ્રેબ રેલ અને બ્લેક કે બ્રાઉન કલરની સીટનો વિકલ્પ જેવા વધારાના ફિચર્સ મોટરસાઇકલની રેટ્રો-પ્રેરિત ડિઝાઇનને વધુ મજબૂત બનાવે છે. તે બે રંગોમાં ઉપલબ્ધ હશે, જેમાં રેબેલ રેડ મેટેલિક અને મેટ ડ્યુન બ્રાઉન છે.
આ પણ વાંચો – ઇ લૂના પ્રાઇમ મોટરસાઇકલ લોન્ચ, 1 કિમીનો ખર્ચ ફક્ત 10 પૈસા, જાણો કિંમત અને રેન્જ
ક્લાસિક સ્ટાઇલ સાથે આધુનિક ફિચર્સનું કોમ્બિનેશન
આ મોટરસાઇકલમાં ક્લાસિક સ્ટાઇલ સાથે આધુનિક ફિચર્સનું કોમ્બિનેશન યથાવત્ છે. તેમાં નેવિગેશન અને નોટિફિકેશન માટે હોન્ડા સ્માર્ટફોન વોઇસ કંટ્રોલ સિસ્ટમ (HSVCS) સાથે ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, આસિસ્ટ અને સ્લિપર ક્લચ, હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ અને ડ્યુઅલ-ચેનલ ABS છે.
તે 348.36cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, BSVI OBD2B E20-અનુરૂપ PGM-FI એન્જિન દ્વારા સંચાલિત છે જે 5,500 rpm પર 15.5 kW અને 3,000 rpm પર 29.5 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. હોન્ડા CB350C સ્પેશિયલ એડિશન ઓક્ટોબરની શરૂઆતથી દેશભરમાં બિગવિંગ આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે.