Suzuki Alto 2025 : દિગ્ગજ કાર ઉત્પાદક કંપની સુઝુકીએ તેની લોકપ્રિય હેચબેક અલ્ટોનું 2025 મોડલ લોન્ચ કર્યું છે. ગ્રાહકોને નવી સુઝુકી અલ્ટોની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો જોવા મળશે. ગ્રાહકોને અપડેટેડ સુઝુકી અલ્ટોમાં રિલાઇજ્ડ ફ્રન્ટ સ્પોર્ટિંગ નવું ગ્રિલ અને રિફ્રેશ્ડ રાઉન્ડેડ પ્રોફાઇલ બમ્પર જોવા મળશે. સુઝુકીએએ જાપાનમાં 2025 અલ્ટોને 11,42,900 યેન એટલે કે લગભગ 6.76 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી છે. ચાલો નવી અલ્ટો વિશે વિગતવાર જાણીએ.
28 કિમી પ્રતિ લીટર માઈલેજ મળશે
જો આપણે પાવરટ્રેન વિશે વાત કરીએ તો નવી સુઝુકી અલ્ટોમાં ગ્રાહકોને 660cc નું 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને માઈલ્ડ હાઇબ્રિડ એન્જિનનો વિકલ્પ મળે છે. કંપનીનો દાવો છે કે 2025 સુઝુકી અલ્ટો હાઇબ્રિડમાં ગ્રાહકોને હવે 28.2 કિમી પ્રતિ લીટર માઈલેજ મળશે, જે જૂના મોડેલમાં 27.6 કિમી પ્રતિ લીટર હતું. એટલે કે હવે સુઝુકી અલ્ટો જાપાનમાં મીની કાર સેગમેન્ટમાં સૌથી વધુ ઇંધણ કાર્યક્ષમ હાઇબ્રિડ મોડલ બની ગઇ છે.
અલ્ટો 2025 કારના ફિચર્સ
ફિચર્સની વાત કરીએ તો ગ્રાહકોને સુઝુકી અલ્ટોમાં 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. જ્યારે સલામતી માટે ADAS ટેકનોલોજી સાથે કારમાં ડ્યુઅલ સેન્સર બ્રેક સપોર્ટ પણ આપવામાં આવી છે. જોકે ભારતની મારુતિ સુઝુકી અલ્ટો જાપાની વર્ઝનથી સંપૂર્ણપણે અલગ છે. ભારતીય અલ્ટોમાં ગ્રાહકોને 1.0-લિટરનું 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે જે 33 કિલોમીટર સુધી માઇલેજ આપે છે.
આ પણ વાંચો – 6000mAh બેટરી અને 50MP રિયર કેમેરા વાળો નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ
આ સિવાય અલ્ટો સેન્ટર કન્સોલ વિના 4-સીટર બની રહી છે કારણ કે ગિયર સિલેક્ટર ડેશબોર્ડ પર સ્થિત છે. તેમાં ક્લાઇમેટ કંટ્રોલ, કપ હોલ્ડર, પાવર વિન્ડોઝ અને અન્ય સુવિધાઓ છે.
કાર એન્જીન
2025 સુઝુકી અલ્ટોમાં બે એન્જિન વિકલ્પો છે – 0.65L NA પેટ્રોલ એન્જિન અને 0.65L NA પેટ્રોલ માઈલ્ડ હાઇબ્રિડ એન્જિન. પહેલું એન્જિન 45 bhp અને 55 Nmની ક્ષમતાવાળું છે, જે CVT અને વૈકલ્પિક AWD સિસ્ટમ સાથે જોડાયેલું છે. બીજું એન્જિન 48 bhp અને 58 Nmની ક્ષમતાવાળું છે, જે CVT અને વૈકલ્પિક AWD સિસ્ટમ સાથે જોડાયેલું છે.





