Tata Harrier EV Safety Rating : ટાટા મોટર્સની તાજેતરમાં લોન્ચ થયેલી મોસ્ટ અવેટેડ ઇલેક્ટ્રિક SUV Harrier EV એ સેફ્ટીની દ્રષ્ટિએ કમાલ કરી દીધી છે. ટાટા હેરિયર EV ભારત NCAP ને એડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટી માટે ક્રેશ ટેસ્ટમાં પુરા 5-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. ટાટા હેરિયર EV એ એડલ્ટ સેફ્ટીમાં 32 માંથી 32 પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે Harrier EV ને બાળકોની સલામતી માટે 49 માંથી 45 પોઈન્ટ મેળવ્યા છે.
આ ઉપરાંત, Harrier EV એ ફ્રન્ટલ અને સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટમાં 16 માંથી 16 પોઈન્ટ મેળવ્યા છે. ચાલો Tata Harrier EV ના ફિચર્સ, ડ્રાઇવિંગ રેન્જ અને કિંમત વિશે વિગતવાર જાણીએ.
600 કિમીથી વધુ રેન્જ
પાવરટ્રેન તરીકે, ટાટા હેરિયર EV માં બે બેટરી પેક છે, જેમાં 65kWh અને 75kWh બેટરીનો ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે 75kWh બેટરી પેક સાથે ટાટા હેરિયર EV તેના ગ્રાહકોને એક જ ચાર્જ પર 627 કિમીની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરે છે. ટાટા હેરિયર EV 7.2kW AC ચાર્જર સાથે 10.7 કલાકમાં 10 થી 100 ટકા ચાર્જ થાય છે. જ્યારે 120kW DC ફાસ્ટ ચાર્જર સાથે, SUV ની બેટરી 25 મિનિટમાં 20 થી 80 ટકા ચાર્જ થાય છે
ટાટા હેરિયર EV ના કેબિનમાં છે શાનદાર ફિચર્સ
Tata Harrier EV ના કેબિનમાં ડુઅલ ટોન ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. જેમાં 14.53-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન છે. તેની જમણી બાજુએ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે. આ ઉપરાંત ફિચર્સ તરીકે Tata Harrier EV માં પેનોરમિક સનરૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ અને પાવર્ડ ફ્રન્ટ સીટ, 10-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ અને ઓલ-ડિજિટલ ઇનસાઇડ રીઅર વ્યૂમિરર પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ભારતમાં લોન્ચ થશે Tecno Spark Go 2, 5000mAh બેટરી, હિન્દીમાં કામ કરશે AI, જાણો કિંમત
ટાટા હેરિયર EV કિંમત
કંપનીએ ટાટા હેરિયર EV ના રિયર વ્હીલ ડ્રાઇવ (RWD) મોડેલની કિંમતો જાહેર કરી છે. જ્યારે ક્વાડ વ્હીલ ડ્રાઇવ (QWD) મોડેલની કિંમતો 27 જૂને જાહેર કરવામાં આવશે. ટાટા હેરિયર EV એડવેન્ચર 65 ની કિંમત 21.49 લાખ રૂપિયા છે. જ્યારે એડવેન્ચર S 65 ની કિંમત 21.99 લાખ રૂપિયા છે. જ્યારે Fearless + 65 માટે 23.99 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ઉપરાંત, Harrier E LV ના ફીયરલેસ + 75 વેરિઅન્ટની કિંમત 24.99 લાખ રૂપિયા અને અમ્પાવર્ડ 75 ની કિંમત 27.49 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે બધી કિંમતો એક્સ-શોરૂમ છે.





