Tata Motors : ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક વાહનમાં બેટરીને લગતી ચિંતા દૂર કરી છે. ટાટા મોટર્સે નેક્સન ઇવી (Nexon.ev) 45kWh અને કર્વ ઇવી (Curvv.ev) એસયુવી કૂપે પર લાઇફટાઇમ HV બેટરી વોરંટીની જાહેરાત કરી છે. ટાટા મોટર્સનું આ પગલું ભારતીય ઇવી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ચાલો તેના વિશે વધારે વિગતો જાણીએ.
ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના સીસીઓ વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગ્રાહકો ઇવી ખરીદ્યા પછી નિશ્ચિંત રહે. લાઇફટાઇમ બેટરી વોરંટ મારફતે અમે તેમને ભવિષ્ય માટે તૈયાર ઓનપશિપનો અનુભવ આપી રહ્યા છીએ.
લાઈફટાઈમ HV બેટરી વોરંટી શું છે?
ટાટા મોટર્સ હવે પસંદગીના ઇલેક્ટ્રિક વાહનો પર લાઇફટાઇમ બેટરી વોરંટી ઓફર કરી રહી છે, જેમાં બેટરી પર કોઈ કિલોમીટરની મર્યાદા નથી. એટલે કે તમે ઇચ્છો તેટલું ડ્રાઇવ કરો બેટરી વોરંટી રહેશે. આ ફીચર પહેલા માત્ર હેરિયર ઇવી પર જ આપવામાં આવતું હતું. પરંતુ શાનદાર રિસ્પોન્સ મળ્યા બાદ હવે તેને નેક્સન ઇવી અને કર્વ ઇવી ઉપર પણ લાગુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – જૂનની ટોપ 5 બેસ્ટ સેલિંગ કાર, Hyundai આ SUV એ માર્કેટમાં બનાવ્યો દબદબો
નવી કાર ખરીદનારા ગ્રાહકોને તો આ વોરંટી મળશે આ સિવાય આ પહેલા કારોના પ્રથમ માલિક પણ હવે આ વોરંટીનો ફાયદો ઉઠાવી શકે છે. જે ગ્રાહકો પહેલાથી જ ટાટા ઇવી પરિવારનો ભાગ છે. જેમ કે Tiago.ev, Tigor.ev વગેરે. તેઓ હવે નેક્સન ઇવી 45kWh અથવા કર્વ.ev ખરીદવા માંગતા હોય તો તેમને 50,000 રૂપિયાનું લોયલ્ટી ડિસ્કાઉન્ટ મળશે.
ઇલેક્ટ્રિક મોબિલિટી વધુ મજબૂત થશે
હવે બેટરી રિપ્લેસમેન્ટની ચિંતા ખતમ થઈ ગઈ છે. સૌથી મોંઘો ભાગ હવે મફત વોરંટીમાં આવરી લેવામાં આવ્યો છે. તેનું રિસેલ વેલ્યૂ વધશે અને બેટરી વોરંટીને કારણે ઇવી બજારમાં વેલ્યૂ જાળવશે. ભારતમાં ઇવી અપનાવવાને વેગ મળશે. ટાટાના આ પગલાથી ઇલેક્ટ્રિક મોબિલિટી વધુ મજબૂત થશે.