ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ લોન્ચ, 468KM રેન્જ, નવા ફિચર્સ સાથે પહેલા કરતા સસ્તી થઇ, જાણો કિંમત અને ફિચર્સ

Tata Punch EV Facelift launched : ભારતમાં ટાટા મોટર્સે તેની એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક એસયુવી, ટાટા પંચ ઇવીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. આ અપડેટ કરેલું મોડેલ સ્ટાઇલિંગ, ફીચર્સ અને પાવરટ્રેનમાં ફેરફાર સાથે આવે છે

Tata Punch EV Facelift launched : ભારતમાં ટાટા મોટર્સે તેની એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક એસયુવી, ટાટા પંચ ઇવીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. આ અપડેટ કરેલું મોડેલ સ્ટાઇલિંગ, ફીચર્સ અને પાવરટ્રેનમાં ફેરફાર સાથે આવે છે

author-image
Ashish Goyal
New Update
Tata Punch EV Facelift

ભારતમાં ટાટા મોટર્સે તેની એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક એસયુવી, ટાટા પંચ ઇવીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું Photograph: (Tata Motors Website)

Tata Punch EV Facelift launched : ભારતમાં ટાટા મોટર્સે તેની એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક એસયુવી, ટાટા પંચ ઇવીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 9.69 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ અપડેટ કરેલું મોડેલ સ્ટાઇલિંગ, ફીચર્સ અને પાવરટ્રેનમાં ફેરફાર સાથે આવે છે. ખાસ વાત એ છે કે નવું મોડલ પહેલા કરતા પણ સસ્તું થઈ ગયું છે. પંચ ઇવી ફેસલિફ્ટ માટે બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં ડિલિવરી શરૂ થવાની સંભાવના છે.

Advertisment

ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ કિંમત 

ફેસલિફ્ટ પહેલાં પંચ ઇવીની કિંમત 9.99 લાખ રૂપિયાથી 14.44 લાખ રૂપિયાની વચ્ચે હતી. હવે નવી પંચ ઇવીની કિંમત 9.69 લાખથી 12.59 લાખ સુધીની છે.

વેરિઅન્ટ મુજબની કિંમત (લાખ, એક્સ-શોરૂમ)

શું છે ફાયદા? 

ટાટા પંચ ઇવી ફેસલિફ્ટનું બેઝ વેરિઅન્ટ પહેલા કરતા 30,000 રૂપિયા સસ્તું થઈ ગયું છે.
ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ (મોટી બેટરી)નું ટોપ વેરિઅન્ટ હવે પહેલા કરતા 1.85 લાખ રૂપિયા સસ્તું થઈ ગયું છે.

Advertisment

બેટરી-એઝ-એ-સર્વિસ (BaaS) વિકલ્પ

ટાટાએ Battery-as-a-Service (BaaS) સ્કીમ પણ શરૂ કરી છે, જેમાં કારની પ્રારંભિક કિંમત 6.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થઇ જાય છે અને ગ્રાહકને બેટરી વપરાશ ચાર્જ તરીકે પ્રતિ કિલોમીટર 2.6 રૂપિયા ચૂકવવા પડશે. ટાટા મોટર્સનો આ વિકલ્પ એવા ગ્રાહકો માટે વધુ સારો છે જેઓ ઓછી પ્રારંભિક કિંમતે ઇવી ખરીદવા માંગે છે.

ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ બેટરી અને રેન્જ

નવી પંચ ઇવી બે નવા બેટરી વિકલ્પો સાથે આવે છે.

  • 30kWh બેટરી - ARAI રેન્જ 365km
  • 40kWh બેટરી - ARAI રેન્જ 468km
  • C75  રીઅલ વર્લ્ડ રેન્જ: 355 કિમી

ટાટા મોટર્સ આ બેટરી પર લાઇફટાઇમ, અનલિમિટેડ કિલોમીટરની વોરંટી આપી રહી છે.

મોટર, પાવર અને પર્ફોમન્સ

  • 30kWh - 88hp - 154Nm
  • 40kWh - 129hp - 154Nm

કંપનીના જણાવ્યા અનુસાર ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ 9 સેકન્ડ (40kWh) કરતા ઓછા સમયમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની રિસ્ટાર્ટ ગ્રેડેબિલિટી 32 ટકા છે.

નવી પંચ ઇવીમાં ત્રણ 3 ડ્રાઇવ મોડ્સ સિટી, ઇકો, સ્પોર્ટ મળે છે, જેની સાથે 4 લેવલના રિજનરેટિવ બ્રેકિંગ (પેડલ શિફ્ટરથી કંટ્રોલ), ઝડપી ચાર્જિંગ અપડેટ્સ અને 65kW ડીસી ફાસ્ટ ચાર્જર સપોર્ટ મળે છે.

નવી બેટરી 26 મિનિટમાં 20 થી 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે અને 15 મિનિટમાં 135 કિમીની રેન્જ ટોપ-અપ મળી જાય છે. નવી બેટરી અને પાવરટ્રેનમાં વધુ સારું થર્મલ મેનેજમેન્ટ અને ઓછી વાયરિંગ જટિલતા છે.

ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ એક્સટિરિયર

ફેસલિફ્ટ મોડલમાં હળવા પણ મહત્વપૂર્ણ ડિઝાઇન અપડેટ્સ આપવામાં આવ્યા છે, જેમાં ક્લોઝ-ઓફ ફ્રન્ટ ગ્રિલ, નવું ફ્રન્ટ બમ્પર, Y શેપ એલઇડી ડીઆરએલ, 16-ઇંચ એરો-ઓપ્ટિમાઇઝ્ડ એલોય વ્હીલ્સ, કનેક્ટેડ એલઇડી ટેલલેમ્પ્સ, 195 એમએમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, 450 એમએમ વોટર વેડિંગ ક્ષમતા, નવા ડ્યુઅલ-ટોન કલર ઓપ્શનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - ગૂગલ પિક્સલ 10a ફોન લોન્ચ, 5,100mAh બેટરી, જાણો કિંમત અને ફિચર્સ

ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ ઇન્ટિરિયર

ટાટા પંચ ઇવી ફેસલિફ્ટનું ઇન્ટિરિયર લેઆઉટ પહેલા જેવું જ છે, પરંતુ નવી ટ્રિમ ફિનિશ આપવામાં આવી છે.

ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ ફીચર્સ

ટાટા પંચ ઇવી ફેસલિફ્ટમાં મળનાર ફિચર્સની વાત કરીએ તો તેમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન (હાયર વેરિઅન્ટ), 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 360-ડિગ્રી કેમેરા, એમ્બિયન્ટ લાઇટિંગ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવા ફીચર્સ છે.

સેફ્ટી ફીચરની દ્રષ્ટિએ કંપનીને 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ઇએસસી), હિલ-હોલ્ડ આસિસ્ટ, ટીએમપીએસ, ISOFIX માઉન્ટ અને હાઇ બીમ આસિસ્ટ જેવા ફીચર્સ મળે છે.

ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ હરીફ

ઇલેક્ટ્રિક સબ-કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં પંચ ઇવીનો મુકાબલો એમજી કોમેટ અને સિટ્રોએન ઇસી3 સાથે છે. ટાટાએ તેની લાઇનઅપમાં Tata Tiago EV ની ઉપર અને Tata Nexon EV ની નીચે પોઝિસન કરી છે.

ઓટો એક્સપર્ટ નિષ્કર્ષ

નવી ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ માત્ર પહેલા કરતા સસ્તી નથી, પરંતુ વધુ રેન્જ, વધુ ઝડપી ચાર્જિંગ અને અપડેટ ફિચર્સ પણ મળે છે. 468 કિમી સુધીની રેન્જ અને BaaS વિકલ્પ સાથે તે શહેરી અને હાઇવે બંને ઉપયોગ માટે એક આકર્ષક ઇવી વિકલ્પ તરીકે ઉભરી આવે છે. જો તમે 10-12 લાખ રૂપિયાના બજેટમાં લાંબા અંતરની ઇલેક્ટ્રિક એસયુવી શોધી રહ્યા છો, તો ટાટા પંચ ઇવી ફેસલિફ્ટ મજબૂત દાવેદાર સાબિત થઈ શકે છે.

Auto news ટાટા ગ્રુપ બિઝનેસ