Auto News : ભારતમાં કાર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. કંપનીઓ ગ્રાહકો માટે નવી-નવી કાર માર્કેટમાં લોન્ચ કરે છે. લોકો ઓછી કિંમતે વધુ સુવિધાઓ અને સારી માઇલેજ ઇચ્છે છે. જો તમે પણ આ સમયે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે તો અમે તમને કેટલીક કાર વિશે જણાવી રહ્યા છીએ. 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આવતી ટોચની 5 બજેટ કાર વિશે તમને જણાવી રહ્યા છીએ.
મારુતિ સુઝુકી બલેનો
મારુતિ સુઝુકી બલેનો આ સેગમેન્ટમાં એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ભારતીય બજારમાં મારુતિ બલેનોની એક્સ-શોરૂમ કિંમત 6.74 લાખ રૂપિયાથી 9.96 લાખ રૂપિયા સુધીની છે. તે પેટ્રોલ અને CNG બંને વિકલ્પોમાં આવે છે. પેટ્રોલ વર્ઝનમાં, ટોપ વેરિઅન્ટ પર AMT ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ છે. હાલમાં જ મારુતિએ તેમાં 6-એરબેગ્સને બધા વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ કરી દીધા છે.
મારુતિ સ્વિફ્ટ
મારુતિ સ્વિફ્ટ વિશે વાત કરીએ તો આ કાર ભારતીય ગ્રાહકોની ફેવરિટ છે. જોકે તે ફક્ત પેટ્રોલ એન્જિનમાં આવે છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 6.49 લાખ રૂપિયાથી 9.50 લાખ રૂપિયા સુધીની છે. સ્વિફ્ટનું માઇલેજ મેન્યુઅલમાં 24.80 કિમી પ્રતિ લીટર અને AMTમાં 25.75 કિમી પ્રતિ લીટર સુધી છે.
હ્યુન્ડાઇ વેન્યૂ
હ્યુન્ડાઇ વેન્યુ આ યાદીમાં એકમાત્ર SUV છે જેની એક્સ-શોરૂમ કિંમત 7.94 લાખ રૂપિયાથી 13.53 લાખ રૂપિયા સુધીની છે. તે પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને વિકલ્પોમાં આવે છે. વેન્યુમાં ડ્યુઅલ કેમેરા ડેશકેમ, ડ્રાઇવ મોડ્સ, સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ, એર પ્યુરિફાયર, 6-એરબેગ્સ અને ADAS જેવી ઘણી પ્રીમિયમ ફિચર્સ મળે છે.
આ પણ વાંચો – ઓગસ્ટમાં લોન્ચ થશે આ 5 સ્કૂટર અને બાઇક, જાણો કિંમત, ફિચર્સ અને દરેક ડિટેલ્સ
ટાટા પંચ
આ કિંમત શ્રેણીમાં ટાટા પંચ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ટાટા પંચ વર્ષ 2024 માં સૌથી વધુ વેચાતી કાર હતી. ભારતીય બજારમાં ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમત 6.20 લાખ રૂપિયાથી 10.17 લાખ રૂપિયા સુધીની છે. તેમાં વોઇસ-આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ, ઓટો હેડલેમ્પ્સ, રેઈન સેન્સિંગ વાઇપર્સ અને ક્રુઝ કંટ્રોલ જેવા ઘણા દમજાર ફીચર્સ છે.
મારુતિ ફ્રોંક્સ
મારુતિ ફ્રોંક્સ પણ આ કિંમત સેગમેન્ટમાં આવે છે જે એપ્રિલ 2023માં લોન્ચ કરવામાં આવી હતી. તેની એક્સ-શોરૂમ કિંમત 7.59 લાખથી 13.11 લાખ રુપિયા સુધીની છે. માત્ર અઢી વર્ષમાં, તેણે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમાં સૌથી ઝડપી 1 લાખ નિકાસનો સમાવેશ થાય છે. તેમાં હેડ-અપ ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જિંગ, 360 ડિગ્રી કેમેરા અને રીઅર એસી વેન્ટ્સ જેવા ફિચર્સ છે.





