ઓગસ્ટમાં લોન્ચ થશે આ 5 સ્કૂટર અને બાઇક, જાણો કિંમત, ફિચર્સ અને દરેક ડિટેલ્સ

તાજેતરના વર્ષોમાં બજારમાં અનેક ઇલેક્ટ્રિક વાહનો આવવાની સાથે ટુ-વ્હીલર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે બજેટ અને પ્રીમિયમ બંને સેગમેન્ટમાં ગ્રાહકો માટે વિકલ્પો વધી ગયા છે

Written by Ashish Goyal
Updated : August 02, 2025 16:58 IST
ઓગસ્ટમાં લોન્ચ થશે આ 5 સ્કૂટર અને બાઇક, જાણો કિંમત, ફિચર્સ અને દરેક ડિટેલ્સ
પાંચ નવા સ્કૂટર અને મોટરસાઇકલ ઓગસ્ટમાં લોન્ચ થવાની તૈયારીમાં છે

Top 5 motorcycles and scooters launching in August: તાજેતરના વર્ષોમાં બજારમાં અનેક ઇલેક્ટ્રિક વાહનો આવવાની સાથે ટુ-વ્હીલર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે બજેટ અને પ્રીમિયમ બંને સેગમેન્ટમાં ગ્રાહકો માટે વિકલ્પો વધી ગયા છે. ઓગસ્ટ મહિનામાં ટૂ-વ્હીલર માર્કેટમાં કેટલીક નવી પ્રોડક્ટ્સ પણ આવશે. પાંચ નવા સ્કૂટર અને મોટરસાઇકલ ઓગસ્ટમાં લોન્ચ થવાનીતૈયારીમાં છે, જેની કિંમતથી લઈને ફિચર્સ સુધીની સંપૂર્ણ વિગતો અહીં આપી છે.

હોન્ડા CB125 હોર્નેટ (એક્સ-શોરૂમ કિંમત- 1.12 લાખ રૂપિયા)

આ મહિનાની શરૂઆત સીબી125 હોર્નેટના લોન્ચિંગ સાથે થઈ, જે સ્પોર્ટી 125 સીસી મોટરસાયકલ સેગમેન્ટમાં હોન્ડાની સત્તાવાર શરૂઆત છે. ટીવીએસ રેડર, બજાજ પલ્સર એન125 અને હીરો એક્સ્ટ્રીમ 125આર જેવા વાહનો સાથે સ્પર્ધા કરતી CB125 હોર્નેટને થોડા દિવસો પહેલા લોન્ચ કરવામાં આવી છે. સીબી 125 હોર્નેટમાં 123.94 સીસી, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 10.99 બીએચપી અને 11.2 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને પાંચ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. 5.4 સેકન્ડમાં 0થી 60 કિમી પ્રતિ કલાકની સાથે હોન્ડાનો દાવો છે કે તે ભારતની સૌથી ઝડપી 125સીસી મોટરસાઇકલ છે.

ટ્રાયમ્ફ થ્રક્સ્ટન 400 (સંભવિત એક્સ-શોરૂમ કિંમત: 2.50- 3.00 લાખ રૂપિયા)

ટ્રાયમ્ફ મોટરસાઇકલ્સ 6 ઓગસ્ટે લોન્ચ થનાર થ્રક્સટન 400 નામના વધુ એક ઉત્પાદન સાથે ભારતમાં નિર્મિત 400સીસી લાઇનઅપનું વિસ્તરણ કરશે. હાલમાં જ આ બાઇકના ટેસ્ટ મ્યૂલ્સ ઘણી વખત ભારતીય રસ્તાઓ પર જોવા મળ્યા છે. નામ સૂચવે છે તે પ્રમાણે થ્રક્સટન 400, 400 સીસી લાઇનઅપમાં ટ્રાયમ્ફની પ્રથમ કાફે રેસર હશે. ટ્રાયમ્ફ 400ની જેમ થ્રક્સટન 400નું ઉત્પાદન પણ બજાજ દ્વારા તેના ચાકન સ્થિત કારખાનામાં કરવામાં આવશે.

આ પણ વાંચો – વનપ્લસનો ધમાકેદાર સેલ શરુ, વનપ્લસ નોર્ડ 5, વનપ્લસ નોર્ડ CE5 અને OnePlus 13 Series પર ભારે છૂટ

યેઝદી રોડસ્ટર/સ્ક્રેમ્બલર (સંભવિત એક્સ-શોરૂમ કિંમતઃ 2.15 – 2.30 લાખ રૂપિયા)

ક્લાસિક લિજેન્ડ્સ 12 ઓગસ્ટે એક નહીં પરંતુ બે યેઝદી મોટરસાઇકલ લોન્ચ કરે તેવી શક્યતા છે. આ વર્ષની શરૂઆતમાં યેઝદી એડવેન્ચરને અપડેટ કર્યા પછી મહિન્દ્રાની માલિકીની બાઇક ઉત્પાદક તેના અન્ય બે મોડેલો – રોડસ્ટર અને સ્ક્રેમ્બલર ને અપડેટ કરશે, જેમાં 2022ની શરૂઆતમાં લોન્ચ થયા પછી કોઈ ફેરફાર થયો નથી. આ અપડેટ્સમાં વિઝ્યુઅલ્સ અને ફીચર્સ બંનેમાં ફેરફારનો સમાવેશ કરવામાં આવશે, જોકે મેકેનિકલી રીતે તેમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

હીરો ઝૂમ 160 (સંભવિત એક્સ-શોરૂમ કિંમતઃ 1.48 લાખ રૂપિયા)

હીરો મોટોકોર્પે આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સ્પોમાં પોતાનું પહેલું મેક્સી સ્કૂટર ઝૂમ 160 તેની લિસ્ટેડ કિંમત સાથે રજૂ કર્યું હતું. જોકે તેના લોન્ચને છ મહિનાથી વધુ સમય વીતી ગયો છે અને તાજેતરમાં જ ઝૂમ 160 વિશે કોઈ માહિતી મળી ન હતી. XOOM 160નું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેની ડિલિવરી ઓગસ્ટના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે. સૌથી મોટી ખાસિયત તેનું 156સીસી, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે, જે 8,000 rpm પર 14.6 bhp અને 6,500 rpm પર 14 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

Oben Rorr EZ (સંભવિત એક્સ-શોરૂમ કિંમત: 1.10 લાખ રૂપિયા)

Oben Electric ગયા વર્ષે નવેમ્બરમાં Rorr EZ લોન્ચ કર્યું હતું અને હવે આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટઅપ નેક્સ્ટ જનરેશન Rorr EZ ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે અપડેટેડ મોડેલ હશે જેમાં અદ્યતન ટેકનોલોજી અને રાઇડર-કેન્દ્રિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સમાવેશ કરવામાં આવશે. અમે અપેક્ષા રાખી શકીએ છીએ કે તેમાં ટ્રેક્શન કંટ્રોલ, એબીએસ, ક્રુઝ કંટ્રોલ અને રાઇડ મોડ્સ જેવી સુવિધાઓ પણ શામેલ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ