500 km+ રેન્જ વાળી ટોયોટાની આ ઇલેક્ટ્રિક કાર આ દિવસે થશે લોન્ચ, જાણો ફિચર્સ અને અન્ય માહિતી

Toyota Urban Cruiser EV Launch Date : ટોયોટા ઇન્ડિયા ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. આ ક્રમમાં કંપની 20 જાન્યુઆરી 2026 ના રોજ તેની નવી ઇલેક્ટ્રિક SUV ટોયોટા અર્બન ક્રુઝર EV લોન્ચ કરવા માટે તૈયાર છે.

author-image
Ashish Goyal
New Update
oyota Urban Cruiser EV Launch Date

ટોયોટા અર્બન ક્રુઝર EV 20 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે Photograph: (પ્રતિકાત્મક)

Toyota Urban Cruiser EV Launch Date : ટોયોટા ઇન્ડિયા ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. આ ક્રમમાં કંપની 20 જાન્યુઆરી 2026 ના રોજ તેની નવી ઇલેક્ટ્રિક SUV ટોયોટા અર્બન ક્રુઝર EV લોન્ચ કરવા માટે તૈયાર છે.

Advertisment

અર્બન ક્રુઝર EV રેન્જ

બેટરી અને મોટર ઓપ્શનની વાત કરવામાં આવે તો અર્બન ક્રુઝર EV માં મારુતિ e Vitara જેવું જ સેટઅપ મળવાની અપેક્ષા છે. તેમાં 49kWh બેટરી સાથે 144bhp મોટર અથવા 61kWh બેટરી સાથે 174bhp મોટરનું ઓપ્શન મળી શકે છે. હાલ સિંગલ-ચાર્જ રેન્જના ઓફિશિયલ આંકડા સામે આવ્યા નથી. જોકે માનવામાં આવે છે કે મોટી બેટરી પેક ARAI સાયકલ પર લગભગ 543 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે..

કેવી હોઇ શકે છે ડિઝાઇન 

ડિઝાઇનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય-સ્પેક અર્બન ક્રુઝર EV ઇ વિટારાને મળતી દેખાય છે. તેમાં સ્લીક LED હેડલેમ્પ્સ અને DRLs, મધ્યમાં બ્લેક ટ્રીમ સાથે જોડાયેલ ફ્રન્ટ લુક અને સ્મૂધ બંપર આપવામાં આવ્યું છે. જેના કિનારા પર વર્ટિકલ એર વેન્ટ્સ મળે છે. તેમાં એરો-ઓપ્ટિમાઇઝ્ડ એલોય વ્હીલ્સ જોવા મળ્યા છે, જે સંભવતઃ 18-ઇંચ સાઇઝના હશે. 

આ પણ વાંચો - ટાટા પંચ ફેચલિફ્ટનું ટીઝર રિલીઝ, નવા લૂકમાં મચાવ્યો તરખાટ, જાણો શું હશે ફિચર્સ

Advertisment

સેફ્ટી અને ફિચર્સ

કેબિનની અંદર તેમાં 10.1-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25-ઇંચ ટચસ્ક્રીન, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને ઇન્ફિનિટી સાઉન્ડ સિસ્ટમ જેવી પ્રીમિયમ ફિચર્સ હોવાની અપેક્ષા છે. સેફ્ટી ફિચર્સમાં લેવલ-2 ADAS, 7 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ચારેય વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને AVAS સામેલ છે.

લોન્ચ થયા પછી Urban Cruiser EV નો મુકાબલો હ્યુન્ડાઇ ક્રેટા EV, મહિન્દ્રા BE 6 અને VinFast VF 6 જેવી મિડ સાઇઝ ઇલેક્ટ્રિક SUV સાથે થશે. 

Auto news બિઝનેસ