TVS Apache Limited Edition Models Launched : ભારતની પ્રખ્યાત મોટરસાઇકલ બ્રાન્ડ TVS Apache એ પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ પ્રસંગે કંપનીએ લિમિટેડ એડિશન મોડલ્સ અને નવા ટોપ-એન્ડ વેરિયન્ટ્સ લોન્ચ કર્યા છે. હવે અપાચે ટેકનોલોજી અને પ્રીમિયમ ફિચર્સ સાથે વધુ આકર્ષક બન્યું છે.
લિમિટેડ એડિશન અપાચે સ્પેશ્યલ ફિચર્સ
લિમિટેડ એડિશન અપાચે વિશે વાત કરીએ તો તેમાં RTR 160, RTR 180, RTR 200 4V, Apache RTR 310 અને RR 310 જેવા મોડલ્સ સામેલ છે. ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં બ્લેક-એન્ડ-શેમ્પેન-ગોલ્ડ લિવરી, ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ, USB ચાર્જિંગ પોર્ટ, 20મી વર્ષગાંઠનો લોગો જોવા મળે છે.
આ ખાસ મોડલ્સની કિંમત 1,37,990 રૂપિયા (RTR 160) થી 3,37,000 રૂપિયા (RR310) સુધીની છે. આ એડિશન ખાસ કરીને અપાચેના 20 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી માટે લોન્ચ કરવામાં આવ્યું છે.
નવા ટોપ-એન્ડ વેરિયન્ટ્સ
આ બંને બાઇકમાં હવે પહેલા કરતા વધુ અદ્યતન સુવિધાઓ છે. તેમાં LED DRL સાથે ક્લાસ-D પ્રોજેક્ટર હેડલેમ્પ, સંપૂર્ણપણે LED સેટઅપ, 5-ઇંચ TFT ડિસ્પ્લે બ્લુટુથ અને વોઇસ અસિસ્ટ સાથે, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, અસિન્ટ અને સ્લિપર ક્લચ જેવી ફિચર્સ મળે છે.
આ પણ વાંચો – Samsung Galaxy S25 FE ની ધમાકેદાર એન્ટ્રી, નવા પ્રીમિયમ ફોનમાં 256GB સ્ટોરેજ, જાણો કિંમત
તેના નવા કલર ઓપ્શન વિશે વાત કરીએ તો તેમાં રેસિંગ રેડ, મરીન બ્લુ, મેટ બ્લેક અને ગ્રેનિટ ગ્રે (200 4V) મળે છે. તેની કિંમત 1,28,490 રુપિયાથી શરૂ થાય છે અને 1,59,990 રુપિયા સુધી જાય છે.
કંપનીએ શું કહ્યું
ટીવીએસ મોટર કંપનીના સીઈઓ કે. એન. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે અપાચેની સફળતા અમારા 6.5 મિલિયન ગ્રાહકોને કારણે છે. આગામી સમયમાં અમે નવા સેગમેન્ટમાં પ્રવેશ કરીશું અને વિશ્વભરના રાઇડર્સને વધુ સારું પ્રદર્શન અને અનુભવ પ્રદાન કરીશું.
20મી વર્ષગાંઠ પર લોન્ચ કરાયેલ અપાચે લિમિટેડ એડિશન અને નવા 4V વેરિઅન્ટ્સે સાબિત કર્યું છે કે ટીવીએસ હંમેશા તેના રાઇડર્સને કંઈક નવું અને દમદાર આપવા માટે તૈયાર છે. હવે અપાચે માત્ર એક બાઇક નથી પરંતુ પાવર, ટેકનોલોજી અને રેસિંગ સ્પિરિટનું કોમ્બિનેશન બની ગયું છે.