ટીવીએસે દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, 158 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ

TVS મોટર કંપનીએ ​​તેનું નવું TVS ઓર્બિટર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર સ્માર્ટ, સ્ટાઇલિશ અને ટકાઉ શહેરી મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે

Written by Ashish Goyal
August 28, 2025 15:38 IST
ટીવીએસે દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, 158 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ
TVS મોટર કંપનીએ ​​તેનું નવું TVS ઓર્બિટર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું

tvs orbiter electric scooter launched in india : ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે અને આ જ યાદીમાં TVS મોટર કંપનીએ ​​તેનું નવું TVS ઓર્બિટર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર સ્માર્ટ, સ્ટાઇલિશ અને ટકાઉ શહેરી મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની કિંમત 99,900 રૂપિયા (પીએમ ઇ-ડ્રાઇવ યોજના હેઠળ એક્સ-શોરૂમ, બેંગ્લોર અને દિલ્હી) રાખવામાં આવી છે ચાલો તેની વિગતો વિગતવાર જાણીએ.

દમદાર બેટરી અને જબરદસ્ત રેન્જ

TVS ઓર્બિટરમાં 3.1 kWh બેટરી છે, જે 158 કિમી (IDC રેન્જ) સુધી ચાલી શકે છે. એટલે કે રોજિંદા શહેરી પ્રવાસ માટે પેટ્રોલની ઝંઝટ ભૂલી જાઓ.

TVS ઓર્બિટર ફિચર્સ

ઓર્બિટરને તેના સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ ખાસ બનાવે છે. આ ઇ-સ્કૂટરની રેન્જ 158 કિમી છે. આ ઉપરાંત તેમાં સારી સ્ટેબિલિટી અને કમ્ફર્ટ માટે 14-ઇંચનું મોટું ફ્રન્ટ વ્હીલ પહેલી વાર છે. આ ઉપરાંત તેમાં ક્રુઝ કંટ્રોલ, 34 લીટર અંડર-સીટ બૂટસ્પેસ, હિલ હોલ્ડ આસિસ્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

ડિઝાઇન અને કમ્ફર્ટ

ડિઝાઇન અને કમ્ફર્ટ વિશે વાત કરીએ તો, તેમાં લાંબી 845mm ફ્લેટફોર્મ સીટ છે, જે રાઇડપ અને પિલિયન બન્ને માટે આરામદાયક છે. તેમાં 290mm નો સ્ટ્રેટ ફૂટબોર્ડ મળે છે. તેમાં સીધી અને સરળ પોઝિશનિંગ મળે છે. આ ઉપરાંત તેમાં LED હેડલેમ્પ, એજ-ટુ-એજ ફ્રન્ટ લાઇટ્સ અને સ્પોર્ટી વાઇઝર મળે છે. આ સાથે એરોડાયનામિક ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં ઓછી બેટરી વપરાશ અને વધુ સરળ પર્ફોમન્સ જોવા મળે છે.

આ પણ વાંચો – ભારતમાં 2025 ઇન્ડિયન સ્કાઉટ સિરીઝ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

કનેક્ટેડ ટેકનોલોજી

TVS ઓર્બિટર એક સ્માર્ટ EV છે, જે મોબાઇલ એપ્લિકેશન સાથે કનેક્ટ થાય છે. તેમાં જીઓ-ફેન્સિંગ, ટાઇમ-ફેન્સિંગ, કોલિઝન એલર્ટ, ટોઇંગ એલર્ટ, કોલ ડિસ્પ્લે સાથે રંગીન LCD ડિસ્પ્લે ક્લસ્ટર, USB 2.0 ચાર્જિંગ પોર્ટ જેવી સુવિધાઓ છે.

ટીવીએસ Orbiter કિંમત

તેની કિંમત વિશે વાત કરીએ તો તેને 99,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર માત્ર પેટ્રોલ સ્કૂટરને જ પડકારતું નથી, પરંતુ બજારમાં હાજર EVs ને પણ સખત સ્પર્ધા આપશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ