આ દમદાર સ્કૂટર નવા અવતારમાં લોન્ચ, 1946માં થઇ હતી પેટેંટ, જાણો કિંમત અને ફિચર્સ

Vespa Officina 8 Launched : ઇટાલિયન બ્રાન્ડ વેસ્પાએ ભારતમાં પોતાનું સ્પેશ્યલ એડિશન સ્કૂટર વેસ્પા ઓફિસીના 8 લોન્ચ કર્યું છે. આ ફક્ત કોઈ સામાન્ય સ્કૂટર નથી, પરંતુ વેસ્પાના વારસાને સલામ કરતું એક સ્પેશ્યલ એડિશન મોડલ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

Vespa Officina 8 Launched : ઇટાલિયન બ્રાન્ડ વેસ્પાએ ભારતમાં પોતાનું સ્પેશ્યલ એડિશન સ્કૂટર વેસ્પા ઓફિસીના 8 લોન્ચ કર્યું છે. આ ફક્ત કોઈ સામાન્ય સ્કૂટર નથી, પરંતુ વેસ્પાના વારસાને સલામ કરતું એક સ્પેશ્યલ એડિશન મોડલ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

author-image
Ashish Goyal
New Update
vespa officina 8

Vespa Officina 8 Launched : ઇટાલિયન બ્રાન્ડ વેસ્પાએ ભારતમાં પોતાનું સ્પેશ્યલ એડિશન સ્કૂટર Vespa Officina 8 લોન્ચ કર્યું Photograph: (Vespa)

Vespa Officina 8 Launched : ઇટાલિયન બ્રાન્ડ વેસ્પાએ ભારતમાં પોતાનું સ્પેશ્યલ એડિશન સ્કૂટર Vespa Officina 8 લોન્ચ કર્યું છે. તેની કિંમત 1.34 લાખ (એક્સ-શોરૂમ, મહારાષ્ટ્ર) રાખવામાં આવી છે. આ ફક્ત કોઈ સામાન્ય સ્કૂટર નથી, પરંતુ વેસ્પાના વારસાને સલામ કરતું એક સ્પેશ્યલ એડિશન મોડલ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

Advertisment

વેસ્પા ઓફિસીના 8 શા માટે છે ખાસ?

ઓફિસીના 8 નામ સીધું વેસ્પાના જન્મસ્થળ સાથે જોડાયેલું છે. 1944માં ઇટાલીના પોન્ટેડેરામાં પિયાગિયો પ્લાન્ટમાં એક ખાસ પ્રાયોગિક વર્કશોપ બનાવવામાં આવી હતી. ત્યાં એન્જિનિયરો અને ડિઝાઇનરોએ પ્રથમ વેસ્પાનો પ્રોટોટાઇપ બનાવ્યો હતો. વેસ્પાને 1946 માં પેટન્ટ કરવામાં આવ્યું હતું. હવે આ ખાસ એડિશન તે વારસાની ઉજવણી માટે લોન્ચ કરવામાં આવ્યું છે.

બે એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ

વેસ્પા ઇન્ડિયાની જેમ ઓફિસીના પણ 8 બે એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. જેમાં 125cc વર્ઝન અને 150cc વર્ઝન મળે છે. તમે તમારી જરૂરિયાતો અને બજેટ અનુસાર પસંદ કરી શકો છો.।

ગ્રાહકોને ખાસ સરપ્રાઇઝ મળશે

વેસ્પા ઓફિસીના 8 ની ખરીદી સાથે તમને કલર-મેચિંગ હાફ-ફેસ હેલ્મેટ, એક વેલકમ કિટ મળશે. જેમાં ઓફિસીના 8 ના ઇતિહાસની વિગતો આપતી બુક છે. વૈકલ્પિક કલર-મેચિંગ ટોપ બોક્સ અને ખાસ ઓફિસીના 8 એપેરલ લાઇન મળશે. આ પેકેજ તેને ફક્ત એક સ્કૂટર નહીં, પરંતુ કલેક્ટર્સ એડિશન બનાવે છે.

Advertisment

આ પણ વાંચો - દેશી કંપનીએ લોન્ચ કર્યો 5000mAh મોટી બેટરી વાળો સસ્તો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

ખાસ કલર અને ડિઝાઇન

વેસ્પા ઓફિસીના 8 મેટ મેટાલિક બ્લુ ફિનિશમાં મળે છે. તેમાં મેટેલિક રિવેટ્સ, બ્રાસ અને એલ્યુમિનિયમ ટોન એક્સેંટ થીમથી મેચ કરતી રિબ્ડ સીટ ડિઝાઇન કરવામાં આવી છે. તેનો ઔદ્યોગિક લૂક તેને ભીડથી અલગ બનાવે છે. વેસ્પાના સિગ્નેચર રાઉન્ડ હેડલેમ્પ અને ક્લાસિક બોડી લાઇન્સ તેની ઓળખને વધુ મજબૂત બનાવે છે.

વેસ્પા ઓફિસીના 8 ભારતમાં પસંદગીના વેસ્પા ડીલરશિપ પર ઉપલબ્ધ થશે. જો તમે એવું સ્કૂટર ઇચ્છતા હોવ જે સ્ટાઇલ સ્ટેટમેન્ટ હોય તો વેસ્પા ઓફિસીના 8 ખરીદી શકો છો. 1.34 લાખ રુપિયાની કિંમતનું આ સ્કૂટર તમને ક્લાસિક ડિઝાઇન, ઐતિહાસિક વારસો અને એક એક્સક્લૂઝિવ ફિલ આપે છે.

Auto news ટેકનોલોજી બિઝનેસ