Yamaha FZ-Rave India Launch Price: યામાહાએ ભારતમાં તેની નવી બાઇક FZ-RAVE લોન્ચ કરી છે, જેની કિંમત 1.17 લાખ રુપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. આ બાઇક FZ શ્રેણીનો નવો ચહેરો છે, જે હવે વધુ સ્પોર્ટી, વધુ આરામદાયક અને શહેરી સવારી માટે એકદમ યોગ્ય બની ગઇ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
ડિઝાઇન – સિમ્પલ અને આકર્ષક
નવી FZ-RAVE જોતાં તે સ્પષ્ટ થાય છે કે યામાહાએ તેને ખાસ કરીને યુવા રાઇડર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી છે. તેમાં ફુલ-LED પ્રોજેક્ટર હેડલેમ્પ અને પોઝિશન લાઇટ્સ છે. મસ્ક્યુલર ફ્યુઅલ ટાંકી પર આપેલા વેંટ્સ તેને બોલ્ડ લુક આપે છે અને કોમ્પેક્ટ એક્ઝોસ્ટ ડિઝાઇન બાઇકના રિયર પાર્ટને ક્લીન અને મોર્ડન બનાવે છે. સિંગલ-પીસ સીટ અને સ્લીક ટેલ લેમ્પ તેને એક પ્રેક્ટિકલી સ્પોર્ટી લુક આપે છે.
કલર ઓપ્શન અને વેરિએન્ટ્સ
નવું FZ-RAVE બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં મેટ ટાઇટન અને મેટાલિક બ્લેક જેવા ઓપ્શન મળે છે. બંને શેડ્સ પ્રીમિયમ અને સ્ટાઇલિશ લુક આપે છે.
સેફ્ટી અને ફિચર્સ
યામાહાએ આ બાઇકમાં ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ સાથે સિંગલ-ચેનલ ABS આપી છે, જે ખરાબ રસ્તાઓ અથવા અચાનક બ્રેકિંગ દરમિયાન વધુ સારું નિયંત્રણ પૂરું પાડે છે. ડિજિટલ ડિસ્પ્લે સિંપલ અને ક્લાસિક છે, જે FZ શ્રેણીની રેટ્રો અપીલ જાળવી રાખે છે.
આ પણ વાંચો – ટાટા મોટર્સની નવેમ્બરમાં શાનદાર ઓફર, આ કાર પર આપી રહ્યું છે 1.95 લાખ રુપિયા સુધીનો ફાયદો
એન્જિન અને પ્રદર્શન
FZ-RAVE માં યામાહાનું વિશ્વસનીય 149cc, એયર-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 12.2 bhp પાવર જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. આ એન્જિન સરળ એક્સેલેરેશન અને શાનદાર મધ્યમ રેન્જ માટે ટ્યુન કરેલું છે, એટલે કે તે દૈનિક શહેરી સવારી દરમિયાન વધારે અવાજ કરતું નથી અને વધારે ઝંઝટ પણ કરતું નથી.
બાઇકનું કર્બ વજન ફક્ત 136 કિલો છે, જે તેને ટ્રાફિકમાં પણ લાઇટ અને રેસ્પોન્સિવ બનાવે છે. તેમાં 17-ઇંચના વ્હીલ્સ અને 13-લિટરની ફ્યુઅલ ટાંકી આપવામાં આવી છે, જે તેને શહેર સાથે વીકેન્ડ રાઇડ્સ માટે પણ પરફેક્ટ બનાવે છે.





