આ કંપનીએ લોન્ચ કર્યા 3 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, જાણો કિંમત, ફિચર્સ અને રેન્જ

Zelio E-Mobility Electric Scooters : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર નિર્માતા કંપની Zelio ઇ-મોબિલિટીએ પોતાના લોકપ્રિય ઇવા લાઇનઅપમાં ત્રણ નવા મોડેલ લોન્ચ કર્યા છે. કંપનીએ ઇવા ઇકો LX, ઇવા ઇકો ZX અને અપડેટેડ ઇવા ZX પ્લસ (ફેસલિફ્ટ) રજૂ કર્યા છે

Written by Ashish Goyal
Updated : November 08, 2025 18:39 IST
આ કંપનીએ લોન્ચ કર્યા 3 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, જાણો કિંમત, ફિચર્સ અને રેન્જ
Zelio ઇ-મોબિલિટીએ પોતાના લોકપ્રિય ઇવા લાઇનઅપમાં ત્રણ નવા મોડેલ લોન્ચ કર્યા (તસવીર - સોશિયલ મીડિયા)

Zelio E-Mobility Launches 3 New Electric Scooters : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર નિર્માતા કંપની Zelio ઇ-મોબિલિટીએ પોતાના લોકપ્રિય ઇવા લાઇનઅપમાં ત્રણ નવા મોડેલ લોન્ચ કર્યા છે. કંપનીએ ઇવા ઇકો LX, ઇવા ઇકો ZX અને અપડેટેડ ઇવા ZX પ્લસ (ફેસલિફ્ટ) રજૂ કર્યા છે. જે દૈનિક શહેરી સવારી માટે આરામદાયક અને સ્ટાઇલિશ ઓપ્શન છે. આ નવી ઇવા લાઇનઅપ ખાસ કરીને યુવા રાઇડર્સ, મહિલા રાઇડર્સ અને ફેમિલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ મોડલો હવે દેશભરમાં જેલિઓ ડીલરશિપ પર ઉપલબ્ધ છે અને બુકિંગ શરુ થઇ ગયું છે.

ઇવા ઇકો LX

ઇવા ઇકો LX ડેઇલી સિટી રાઇડ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે 48/60V BLDC મોટર દ્વારા સંચાલિત છે, જે 60-90 કિમીની રેન્જ આપે છે અને પ્રતિ ચાર્જ માત્ર 1.5 યુનિટ વીજળીની ખપત કરે છે. તે 48-60V/32Ah GEL અને 60V/30Ah લિથિયમ બેટરી વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં ફ્રન્ટ અને રિયર બંને પર ડ્રમ બ્રેક્સ, હાઇડ્રોલિક સસ્પેન્શન અને 3.00-10 ટાયર આપવામાં આવ્યા છે. તેમાં 36-લીટર બૂટ સ્પેસ, મજબૂત ચેસિસ છે. તે ચાર કલર ઓપ્શન ગ્લોસી બ્લેક, ગ્રે, રેડ અને બ્લૂ કલરમાં આવે છે. તેની શરૂઆતની કિંમત 51,551 રુપિયા (એક્સ-શોરૂમ) છે.

ઇવા ઇકો ZX

નવી ઇવા ઇકો ZX આકર્ષક ડિઝાઇન અને શાનદાર લુક સાથે આવે છે. તેમાં 48/60V BLDC મોટર છે, જે 60-90 કિમીની રેન્જ આપે છે. તે 12-32Ah GEL અને 60V/30Ah લિથિયમ બેટરી વિકલ્પોમાં ઉપલબ્ધ છે. બંને વ્હીલ્સ પર ડ્રમ બ્રેક્સ, હાઇડ્રોલિક સસ્પેન્શન અને 90-90/12 (આગળ) અને 90-100/10 (પાછળ) ટાયર આપવામાં આવ્યા છે. જે વધુ સારી રોડ ગ્રિપ અને કંટ્રોલ મળે છે. તેની શરૂઆતની કિંમત 53,551 રુપિયા (એક્સ-શોરૂમ) છે.

આ પણ વાંચો – આ કંપનીએ સસ્તામાં લોન્ચ કર્યું દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત, રેન્જ અને ફિચર્સ

ઇવા ZX (ફેસલિફ્ટ)

ફેસલિફ્ટેડ ઇવા ZX હવે 60/72V BLDC મોટર અને 12–32Ah/42Ah GEL થી લઇને 60V/30Ah–72V/32Ah લિથિયમ બેટરીના વિકલ્પો મળે છે. તે પ્રતિ ચાર્જ 1.5 યુનિટ વીજળીની ખપત સાથે 60-90 કિમીની રેન્જ ઓફર કરે છે. તેમાં ફ્રન્ટ ડિસ્ક બ્રેક, રિઅર ડ્રમ બ્રેક, હાઇડ્રોલિક સસ્પેન્શન અને 90/90/12 ટાયર છે. તેની શરૂઆતની કિંમત 65,051 રુપિયા (એક્સ-શોરૂમ) છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ