zelio electric scooter : જેલિયો ઇ મોબિલિટીએ પોતાના લો-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર ગ્રેસી+ નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીએ તેને ખાસ કરીને અર્ફોર્ડેબલ અને દૈનિક મુસાફરી કરતા શહેરી મુસાફરો માટે તૈયાર કર્યું છે. આ ફેસલિફ્ટ મોડલમાં ઘણા સુધારા પણ કરવામાં આવ્યા છે. તેની એક્સ-શોરૂમ કિંમત 58,000 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રેસી+ હવે 6 અલગ-અલગ બેટરી કોન્ફિગરેશનમાં ખરીદી શકશો. જેમાં લિથિયમ-આયન અને જેલ બેટરી બંને વિકલ્પોનો સમાવેશ થાય છે. ટોપ-રેન્જ વેરિઅન્ટ એક ચાર્જ પર 130 કિમીની રેન્જ આપે છે.
રાઇડરને લાઇસન્સ કે રજિસ્ટ્રેશની જરૂર નથી
ગ્રેસી + 25 કિમી/કલાકની ઝડપે દોડે છે, જેના કારણે તે લો-સ્પીડ કેટેગરીમાં આવે છે. જેના કારણે રાઇડરને કોઈપણ પ્રકારના લાઇસન્સ કે રજિસ્ટ્રેશની જરૂર નથી. ટેકનિકલી ગ્રેસી + ફેસલિફ્ટ પ્રદર્શન કરતાં ઉપયોગિતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તે 60/72V BLDC મોટરથી સજ્જ છે અને સંપૂર્ણ ચાર્જ પર 1.8 યુનિટની પાવર ક્ષમતાનો દાવો કરે છે. કંપનીએ સ્કૂટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 mm સુધી વધારી દીધું છે. તેનું કુલ વજન 88 કિલો છે અને 150 કિલો સુધીનો સામાન લઈ જવાની ક્ષમતા છે.
બેટરીના ટાઇપ પ્રમાણે ચાર્જિંગનો સમય પણ અલગ-અલગ
બેટરીના ટાઇપ પ્રમાણે ચાર્જિંગનો સમય પણ અલગ-અલગ હોય છે. લિથિયમ-આયન વર્ઝનમાં લગભગ 4 કલાક લાગે છે, જ્યારે જેલ વર્ઝનમાં 8 થી 12 કલાક લાગે છે. આ મોડલમાં બ્રેકિંગ અપગ્રેડ પણ સામેલ છે.
આગળની તરફ ડ્રમ બ્રેક્સ અને પાછળ ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ છે. એકસ્ટ્રા કમ્ફર્ટ માટે હાઇડ્રોલિક શોક એબ્ઝોર્બર છે. તેના ફ્રન્ટમાં 90-90/12 અને પાછળના ભાગમાં 90-100/10 ટાયર સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો – હીરો સ્પ્લેન્ડરને ટક્કર આપવા માટે Honda એ રજુ કરી Shine 100 DX, જાણો કિંમત, ફિચર્સ
ફિચર્સ
ફિચર્સ વિશે વાત કરીએ તો ગ્રેસી+ માં ડિજિટલ ડિસ્પ્લે, કીલેસ સ્ટાર્ટ, ડેટાઇમ રનિંગ લાઇટ્સ, એન્ટી-થેફ્ટ એલાર્મ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, પાર્કિંગ ગિયર અને પાછળ બેસવા માટે ફૂટરેસ્ટ છે. તમે તેને સફેદ,ગ્રે, બ્લેક અને બ્લૂ એમ 4 કલરમાં ખરીદી શકશો.
નવા અપડેટ સાથે, કંપની આ પ્રોડક્ટ સાથે સર્વિસ સેટિસફેક્શન પણ પ્રદાન કરી રહી છે. કંપની 2 વર્ષની વાહન વોરંટી, લિથિયમ-આયન બેટરી માટે 3 વર્ષની વોરંટી અને જેલ બેટરી માટે 1 વર્ષની વોરંટી આપે છે.