Hyundai Verna Facelift 2026 ફરી થઇ સ્પોટ, મળશે નવો લૂક, મોટી ડિસ્પ્લે, જાણો લોન્ચ ટાઇમલાઇન

Hyundai Verna Facelift 2026 : Hyundai Verna Facelift 2026 ફરી એકવાર જાહેર રસ્તા પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. ફેસલિફ્ટમાં તેના સેન્સર અને સોફ્ટવેરની ક્વોલિટીમાં વધુ સુધારો કરી શકાય છે

Written by Ashish Goyal
December 10, 2025 16:34 IST
Hyundai Verna Facelift 2026 ફરી થઇ સ્પોટ, મળશે નવો લૂક, મોટી ડિસ્પ્લે, જાણો લોન્ચ ટાઇમલાઇન
Hyundai Verna Facelift 2026 : હ્યુન્ડાઇ મોટર્સ સતત તેની કાર રેન્જને અપડેટ કરી રહી છે

Hyundai Verna Facelift 2026 : હ્યુન્ડાઇ મોટર્સ સતત તેની કાર રેન્જને અપડેટ કરી રહી છે, ક્રેટા અને વેન્યુ પછી નવું નામ વર્ના નું ઉમેરાયું છે, જેની Hyundai Verna Facelift 2026 ફરી એકવાર જાહેર રસ્તા પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. આ વખતે આ પરીક્ષણ દક્ષિણ કોરિયામાં થયું છે, જ્યારે તે પહેલા ભારતમાં પણ જોવા મળ્યું હતું. બંને દેશોમાં સમાન મ્યૂલ ટેસ્ટ જોવા મળ્યા હતા. તે સ્પષ્ટ છે કે કંપની વૈશ્વિક સ્તરે આ સેડાનનું ફેસલિફ્ટ વર્ઝન તૈયાર કરી રહી છે અને તેનું ડેવલોપમેન્ટ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

એક્સટિરીયરમાં ઘણા ફેરફારો જોવા મળશે

નવી સ્પાય ઇમેજમાં વર્ના ફેસલિફ્ટને ફ્રન્ટ અને રિયરને સંપૂર્ણપણે કવર કરવામાં આવી છે, પરંતુ સાઇડ પ્રોફાઇલ વર્તમાન મોડેલ જેવો જ દેખાય છે. તેમાં મળનાર સંભવિત એક્સટિરીયર અપડેટ્સ નીચે મુજબ છે.

  • નવી ડિઝાઇન કરેલી ગ્રીલ
  • અપડેટેડ એલઇડી હેડલેમ્પ્સ
  • નવા DRL સિગ્નેચર
  • બદલાયેલ ફ્રન્ટ બમ્પર
  • પાછળના ભાગમાં કનેક્ટેડ એલઇડી ટેલલેમ્પ્સ પહેલા કરતા વધારે શાર્પ ગ્રાફિક્સ સાથે.

જોકે એલોય વ્હીલ્સ વર્તમાન ઇન્ડિયા-સ્પેક મોડેલ જેવા જ દેખાય છે, જે સ્પષ્ટ કરે છે કે તે માઇલ્ડ ફેસલિફ્ટ હશે અને સંપૂર્ણપણે નવી ડિઝાઇન હશે નહીં.

હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ 2026: ઇન્ટિરિયરમાં સૌથી મોટું અપગ્રેડ

વર્ના ફેસલિફ્ટનો સૌથી મોટો ફેરફાર કેબિનમાં જોવા મળશે. ભારતમાં પ્રથમ વખત જોવા મળેલા ટેસ્ટ મ્યૂલમાં એક નવું કર્વ્ડ ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ જોવા મળ્યું હતું, જે 2025 હ્યુન્ડાઇ વેન્યુથી પ્રેરિત છે. તેના સંભવિત ઇન્ટિરિયર ફિચર્સ આ મુજબ છે.

  • નવી ડ્યુઅલ 12.3 ઇંચની ડિસ્પ્લે
  • ફાસ્ટ અને ક્લીન નવી UI
  • શાનદાર ગ્રાફિક્સ અને સોફ્ટવેયર
  • નવી ડી-કટ સ્ટાઇલ સ્ટીયરિંગ વ્હીલ
  • આનાથી વર્નાની કેબિન પહેલા કરતા વધુ પ્રીમિયમ અને ફ્યૂચરિસ્ટિક બની જશે.

હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ 2026: વધારે સેફ્ટી મળશે

હાલની હ્યુન્ડાઇ વર્ના પહેલાથી જ ગ્લોબલ એનસીએપી 5 સ્ટાર રેટિંગ સાથે આવે છે, જેમાં તેને એડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટીમાં ટોપ સ્કોર મળ્યો છે. આ સાથે હ્યુન્ડાઇ હવે આ સેડાનને ADAS લેવલ 2 સાથે વધુ સારી બનાવવા જઈ રહી છે. તેના હાલની ADAS ફિચર્સ આ પ્રકારે છે.

  • આગળની ટક્કરથી બચાવ
  • બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ
  • લેન કીપ અસિસ્ટ
  • સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ (સ્ટોપ એન્ડ ગો)
  • રિઅર ક્રોસ ટ્રાફિક એલર્ટ
  • ડ્રાઈવર એટેંશન વોર્નિંગ

ફેસલિફ્ટમાં તેના સેન્સર અને સોફ્ટવેરની ક્વોલિટીમાં વધુ સુધારો કરી શકાય છે.

આ પણ વાંચો – ન્યૂ કિયા સેલ્ટોસ લોન્ચ, જાણો શું છે અપડેટ્સ અને ક્યારથી શરુ થશે બુકિંગ

એન્જિન ઓપ્શન સમાન જ રહેશે

હ્યુન્ડાઇ વર્નાની ફેસલિફ્ટના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. વર્તમાન એન્જિનની વિગતો નીચે આપેલ છે.

1.5L MPi પેટ્રોલ એન્જિન

  • 115 PS પાવર
  • 143.8 Nmટોર્ક
  • 6MT/IVT ગિયરબોક્સ

1.5L ટર્બો GDi પેટ્રોલ એન્જિન

  • 160 PS પાવર
  • 253 Nm ટોર્ક
  • 6MT / 7-Speed DCT

આ એન્જિન પહેલાથી જ Skoda Slavia અને VW Virtus ને સખત ટક્કર આપે છે.

ભારતમાં 2026 હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ લોન્ચ ડેટ

ગ્લોબલ રિવીલ વિશે વાત કરીએ તો તે 2026 ની શરૂઆતમાં થઈ શકે છે અને ભારતમાં લોન્ચ વિશે વાત કરીએ તો, હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ 2026 ની શરૂઆતમાં અથવા મધ્યમાં લોન્ચ થઈ શકે છે. ભારતમાં લોન્ચ થયા બાદ તેનો મુકાબલો હોન્ડા સિટી, સ્કોડા સ્લાવિયા અને ફોક્સવેગન વર્ટસ સાથે થશે.

ઓટોમોબાઇલ નિષ્ણાત નિષ્કર્ષ

2026 હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ નવા શાર્પ એક્સટિરીયર, મોટા ડ્યુઅલ-સ્ક્રીન કેબિન, અપડેટેડ ADAS લેવલ 2 અને દમદાર ટર્બો એન્જિન જેવી મોટી ખુબીઓ સાથે ફરી એકવાર મિડ-સાઇઝ સેડાન સેગમેન્ટમાં લીડર બનવા માટેની તૈયારીમાં છે. પરંતુ આ સ્પર્ધા એટલી સરળ નહીં હોય કારણ કે સ્કોડા સ્લાવિયા અને ફોક્સવેગન વર્ટસનું ફેસલિફ્ટ વર્ઝન ઉપર પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

(Source-Rushlane)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ