2026 Toyota FJ Cruiser Revealed : 2025 જાપાન મોબિલિટી શો માં કાર પ્રેમીઓ માટે એક ખાસ સરપ્રાઇઝ રજૂ કર્યું હતું. જેમાં ટોયોટાએ પોતાની બહુપ્રતીક્ષિત “બેબી લેન્ડ ક્રુઝર” મોડલનો ખુલાસો કર્યો હતો અને આ પ્રસંગ માટે FJ ક્રુઝર નેમપ્લેટને પણ પુનર્જીવિત કરી હતી. ટોયોટા 2026 FJ ક્રુઝરને આવતા વર્ષે 2026 ના મધ્યમાં જાપાનમાં લોન્ચ કરશે અને તે પછી અન્ય બજારોમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે.
2026 ટોયોટા FJ ક્રુઝર: ડિઝાઇન અને વિશેષતા
ટોયોટાની નવી 2026 એફજે ક્રુઝર કંપનીના લોકપ્રિય Land Cruiser 250 પ્લેટફોર્મ પર આધારિત છે. પરંતુ તેનો વ્હીલબેઝ 270 મીમી ટૂંકો છે. તેની ડિઝાઇન ટોયોટાના Compact Cruiser EV Concept થી વિકસિત કરવામાં આવી છે અને તે rugged, upright લુક સાથે આવે છે. એસયુવીમાં બે અલગ અલગ ફ્રન્ટ ફારિયાસ મળશે. એક ગોલ હેડલાઇટ્સ સાથે અને બીજું લંબચોરસ હેડલાઇટ સાથે.
કારના બાહ્ય ભાગમાં ચિજલ્ડ્ બોડી પેનલ્સ, ફ્લેર્ડ લંબચોરસ વ્હીલ આર્ચ, જાડા બમ્પર્સ, જાડા સી-પિલર, ટેલગેટ પર સ્પેયર વ્હીલ્સ અને આકર્ષક એલઇડી ટેઇલલાઇટ્સ સામેલ છે. ટોયોટાએ કસ્ટમાઇઝેશન વિકલ્પો પણ રજૂ કર્યા છે, જેમાં રિમૂવેબલ બમ્પર્સ, કાર્ગો પેનલ્સ અને સ્નોર્કલ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
કદ અને ઑફ-રોડિંગ ક્ષમતા
2026 એફજે ક્રુઝરની લંબાઈ 4,575 મીમી, પહોળાઈ 1,855 મીમી અને ઊંચાઈ 1,960 મીમી છે. તેની ગ્રાઉન્ડ ક્લીયરેંસ 215.3 મીમી અને એપ્રોચ એંગલ 31 ડિગ્રી છે. 5.5 મીટરનું ટર્નિંગ સર્કલ તેને સિટી અને ઑફ-રોડિંગ બંને માટે સક્ષમ બનાવે છે.
આ પણ વાંચો – વનપ્લસનો વધુ એક ધમાકેદાર સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થશે, જાણો ભારતમાં શું હશે કિંમત
ઇન્ટીરિયર અને તકનીકી
ઇન્ટિરિયરમાં મલ્ટિ-લેયર્ડ ફંક્શનલ ડેશબોર્ડ, 12.5-ઇંચની ફ્રી-સ્ટેન્ડિંગ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ માટે ફિઝિકલ બટન, ઓડિયો અને ક્રુઝ કંટ્રોલ સાથે સ્ટીયરિંગ વ્હીલ અને સંપૂર્ણ ડિજિટલ ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ છે.
એન્જિન અને પર્ફોમન્સ
2026 એફજે ક્રુઝરમાં 2.7 એલ 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 161 બીએચપી પાવર અને 245 એનએમ ટોર્ક આપે છે. તે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને 4X4 ટ્રાન્સફર કેસ સાથે આવે છે, જે તેને ઑફ-રોડિંગ માટે સક્ષમ બનાવે છે.