December 2025 car launches : ભારતમાં કાર બજાર માટે નવેમ્બર મહિનો તમામ લોન્ચ સાથે વ્યસ્ત રહ્યો હતો અને હવે ડિસેમ્બર પણ ઘણી નવી કારના લોન્ચિંગનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ મહિને મારુતિ સુઝુકીથી લઈને ટાટા મોટર્સ સુધીના તમામ કાર ઉત્પાદકો તેમની નવી કાર લોન્ચ કરશે અથવા તેનું અનાવરણ કરશે.
Maruti e Vitara (લોન્ચ : 2 ડિસેમ્બર 2025)
મારુતિ સુઝુકી તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ વિટારાને 2 ડિસેમ્બરે લોન્ચ કરી રહી છે. 2025 ઓટો એક્સ્પોમાં પ્રદર્શિત થયેલ આ ઇવીને શરૂઆતમાં 174hp ફ્રન્ટ-વ્હીલ-ડ્રાઇવ મોટર, 61kWh બેટરી પેક, 500km+ ની ARAI રેન્જ મળશે. કંપની પછીથી ટ્વિન-મોટર AWD વર્ઝન પણ લોન્ચ કરશે, જે એન્ટ્રી-લેવલ મોડેલમાં 144hp-49kWh સેટઅપ મળી શકે છે. આ મારુતિની પ્રથમ ઇવી ગ્રાન્ડ વિટારાનું ઇલેક્ટ્રિક વર્ઝન હશે અને કંપનીને પ્રીમિયમ એસયુવી સેગમેન્ટમાં મજબૂત પકડ આપશે.
Tata Harrier and Safari Turbo-Petrol (લોન્ચ : 9 ડિસેમ્બર 2025)
ટાટા મોટર્સ તેની બે લોકપ્રિય SUV હેરિયર અને સફારીમાં પ્રથમ વખત પેટ્રોલ એન્જિન વિકલ્પો ઉમેરી રહી છે – જે અત્યાર સુધી ફક્ત 2.0L ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ હતી. નવી માહિતી અનુસાર બંને એસયુવીમાં 1.5L GDI ટર્બો-પેટ્રોલ એન્જિન મળશે, જેનો આઉટપૂટ 160hp, 255Nm હશે. આ એન્જિન સાથે Aisin ના 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે. ટાટા મોટર્સે તાજેતરમાં લોન્ચ થયેલ 2025 ટાટા સિએરામાં પણ આ એન્જિન આપ્યું છે.
MG Hector Facelift (અપેક્ષિત લોન્ચ: ડિસેમ્બરના મધ્યમાં)
JSW-MG આ મહિને તેની મિડ-સાઇઝ એસયુવી Hector નું બીજું અપડેટ વર્ઝન લોન્ચ કરે તેવી અપેક્ષા છે, જે ફેસલિફ્ટમાં આવવાની અપેક્ષા છે, જે નાના કોસ્મેટિક ફેરફારો અને કેટલાક નવા ફીચર અપડેટ્સ સાથે ઓફર કરી શકાય છે. એસયુવી વર્તમાન એન્જિન સેટઅપ સાથે ચાલુ રહેશે, જેમાં પ્રથમ એન્જિન 1.5L ટર્બો-પેટ્રોલ (143hp, 250Nm) અને બીજું એન્જિન 2.0L ડીઝલ (170hp, 350Nm) છે.
આ પણ વાંચો – લોન્ચ પહેલા કિયા સેલ્ટોસનું ટીઝર જાહેર, જોવા મળ્યો વધુ દમદાર લૂક
New Mini Cooper Convertible (અપેક્ષિત લોન્ચ: ડિસેમ્બરના મધ્ય-અંતમાં)
મિની ઇન્ડિયા ડિસેમ્બરમાં પોતાની નવી Cooper Convertible લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેના માટે બુકિંગ 19 નવેમ્બરથી શરૂ થયું છે. તેમાં મળનાર એન્જિન 2.0L ટર્બો-પેટ્રોલ, 204hp, 300N એનએમ સાથે 7-સ્પીડ ડીસીટી ગિયરબોક્સ મળશે. તેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે.
Next-generation Kia Seltos ( ગ્લોબલ ડેબ્યૂ: 10 ડિસેમ્બર 2025)
નવી પેઢીની કિયા સેલ્ટોસનું ગ્લોબલ ડેબ્યૂ 10 ડિસેમ્બરે થશે અને તેનું ભારતમાં લોન્ચિંગ 2026ના પ્રથમ છ ક્વાર્ટરમાં થશે. થશે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા ટીઝરમાં જણાવાયું છે કે તેને તદ્દન નવી ડિઝાઇન લેંગ્વેજ, વિશાળ ફ્રન્ટ ગ્રિલ, શાર્પ LED લાઇટ્સ અને રિયરમાં મોટી એલઇડી લાઇટ બાર મળશે. ઇન્ટિરિયર અને એન્જિન વિકલ્પો વિશેની સત્તાવાર માહિતી હજી જાહેર કરવામાં આવી નથી.





