Diwali Car Discounts Offers 2025 : દિવાળીનો સમય ભારતમાં શુભ માનવામાં આવે છે. નવા વાહનો ખરીદવાની પણ શ્રેષ્ઠ તક આપે છે. આ સમયે કાર કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષક ઓફર અને ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ દિવાળી પર ઘણી કોમ્પેક્ટ અને મિડસાઇઝ સેડાન પર લાખો રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ ઓફર માર્કેટમાં ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ કે કઈ સેડાન કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Diwali Car Discounts Offers 2025: Tata Tigor (છૂટ : 30,000 રુપિયા સુધી )
ટાટા મોટર્સ આ દિવાળી પર ટિગોર પર 30,000 રૂપિયા સુધીનો લાભ આપી રહી છે, જેની કિંમત 5.49 લાખ રૂપિયાથી 8.74 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કારમાં 86 એચપી, 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા AMT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. ટોચના વેરિઅન્ટમાં સીએનજી કિટનો વિકલ્પ પણ મળે છે.
Hyundai Aura (છૂટ: 43,000 રૂપિયા સુધી)
આ દિવાળી પર હ્યુન્ડાઇ ઓરા પર 43,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તે 83hp, 1.2-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા એએમટી ગિયરબોક્સ સાથે આવે છે. કેટલાક વેરિઅન્ટમાં ફેક્ટરી ફીટેડ સીએનજી કિટનો વિકલ્પ પણ છે. તેની કિંમત 5.98 લાખ રૂપિયાથી 8.42 લાખ રૂપિયાની વચ્ચે છે.
Maruti Suzuki Ciaz (છૂટ : 45,000 રૂપિયા સુધી)
જોકે સિયાઝને ઓફિશિયલ રીતે બંધ કરી દેવામાં આવી છે, પરંતુ કેટલાક ડીલરશિપ પર સ્ટોક ઉપલબ્ધ છે. દિવાળી પર આ કાર પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે 105hp, 1.5-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. તેની કિંમત 9.09 લાખ રૂપિયાથી 11.88 લાખ રૂપિયાની વચ્ચે છે.
Honda Amaze (છૂટ: 98,000 રૂપિયા સુધી)
હોન્ડા અમેઝનું નવું વર્ઝન 68,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, જ્યારે જૂની સેકન્ડ જનરેશન મોડેલમાં 98,000 રૂપિયા સુધીની બચત થવાની સંભાવના છે. બંને વર્ઝનમાં 90 એચપી, 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા CVT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. અમેઝના જૂના વર્ઝન માટે 6.98 લાખ રૂપિયાથી 7.80 લાખ રૂપિયા અને નવા વર્ઝન માટે 7.41 લાખથી 9.99 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.
Honda City (છૂટ : 1.27 લાખ રૂપિયા સુધી)
આ દિવાળી પર હોન્ડા સિટી પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ 1.27 લાખ રૂપિયા સુધીનું છે. પેટ્રોલ વેરિઅન્ટમાં 121 એચપી, 1.5 લિટર એન્જિન છે, જે 6-સ્પીડ મેન્યુઅલ અથવા સીવીટી ગિયરબોક્સ સાથે આવે છે. પેટ્રોલ-હાઇબ્રિડ વેરિઅન્ટમાં 126hp, 1.5-લિટર એન્જિન છે અને તેને પણ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પ્રીમિયમ સેડાનની કિંમત પેટ્રોલ વેરિઅન્ટમાં 11.95 લાખ રૂપિયાથી 16.07 લાખ રૂપિયા, જ્યારે હાઇબ્રિડ વેરિઅન્ટની કિંમત 19.48 લાખ રૂપિયા સુધી જાય છે.
આ પણ વાંચો – 21 રુપિયામાં મળશે Probuds Aria 911 ઇયરબડ્સ, દિવાળી પર ભારતીય કંપનીની ધમાકેદાર ઓફર
Volkswagen Virtus (છૂટ :1.50 લાખ રૂપિયા સુધી)
ફોક્સવેગન વર્ટસમાં 1.0-લિટર (115hp) અને 1.5-લિટર (150hp) ટર્બો પેટ્રોલ એન્જિન વિકલ્પો મળે છે. મેન્યુઅલ ગિયરબોક્સ 6-સ્પીડ છે, જ્યારે ઓટોમેટિક વેરિએન્ટ્સ માટે 1.0-લીટરમાં 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર અને 1.5-લિટરમાં 7-સ્પીડ ડીસીટી ગિયરબોક્સ મળે છે. 1.5-લિટર વેરિઅન્ટ પર વધુ ફાયદો ઉપલબ્ધ છે. લક્ઝરી સેડાનની કિંમત 11.16 લાખથી 18.73 ૩ લાખ રૂપિયા સુધી છે.
Skoda Slavia (છૂટ:2.25 લાખ રૂપિયા સુધી)
આ દિવાળી પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ સ્કોડા સ્લાવિયા પર છે, જે 2.25 લાખ રૂપિયા સુધીનું છે. તેમાં Virtus જેવા જ એન્જિન વિકલ્પો છે, પરંતુ 1.5-લિટર પેટ્રોલ વેરિઅન્ટમાં મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ નથી. 1.5-લીટર વેરિઅન્ટ્સ પર વધુ ફાયદા ઉપલબ્ધ છે. તેની કિંમત 9.99 લાખ રૂપિયાથી 17.69 લાખ રૂપિયા સુધીની છે.
અહીં જણાવવામાં આવેલી તમામ કિંમતો એક્સ-શોરૂમ, દિલ્હી પ્રમાણે છે. જો તમે આ દિવાળી પર નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઓફર્સ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
(Source: AutocarIndia)