Harley Davidson X440 T : હીરો મોટોકોર્પ અને હાર્લી-ડેવિડસનની ભાગીદારીથી આવેલી પ્રથમ મોટરસાયકલ X440 ની સફળતા પછી કંપનીએ હવે તેનું નવું અને અપડેટ વર્ઝન હાર્લી-ડેવિડસન એક્સ 440 ટી રજૂ કર્યું છે. બે વર્ષ પછી બહાર આવેલું આ બીજું મોડલ ડિઝાઇનના સ્તર પર મોટો ફેરફાર લાવે છે. આ નવી બાઇક વિશેની દરેક નવી માહિતી જાણી લો.
Harley-Davidson X440 T : નવું શું છે?
સંપૂર્ણપણે નવી રિઅર ડિઝાઇન- X440 ને લોન્ચ સમયે તેની રિઅર-એન્ડ ડિઝાઇન પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જેને તે ધ્યાનમાં રાખીને કે બંને કંપનીઓએ આ નવી બાઇકમાં તે ખામીને દૂર કરી છે. નવો રિઅર સેક્શન હવે વધુ એંગુલર, પ્રપોર્શનમાં શાનદાર અને પાછળના ટાયર અને ફેન્ડર વચ્ચે ઓછી ખાલી જગ્યા સાથે આવે છે. આ બધા ફેરફારો આ બાઇકને પહેલા કરતા વધુ સ્પોર્ટી અને મોડર્ન લુક આપે છે.
બાર-એન્ડ મિરર્સ અને નવા કલર બાઇકમાં હવે બાર-એન્ડ મિરર્સ આપવામાં આવ્યા છે, જે તેને પ્રીમિયમ રોડસ્ટર ફીલ આપે છે. આ સિવાય તેને ચાર નવા કલર ઓપ્શન મળે છે, જે તેને સ્ટાન્ડર્ડ X440 થી ઓળખ આપે છે.
ઉલ્લેખનીય છે કે હાર્લી-ડેવિડસને હાલ X440 T ના ફ્રન્ટથી કોઈ સત્તાવાર તસવીરો જાહેર કરી નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે ફ્રન્ટ પ્રોફાઇલ લગભગ એક્સ 440 જેવી જ હશે.
Harley-Davidson X440 T : મેકેનિકલ રીતે કેટલી અલગ?
કંપનીએ ટેકનિકલ સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા નથી પરંતુ જાહેર તસવીરો પરથી સ્પષ્ટ છે કે બાઇક X440 પ્લેટફોર્મ પર જ આધારિત છે. અપેક્ષિત સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં X440 જેવું જ 440cc ઓઇલ-કૂલ્ડ એન્જિન મળશે, જે લગભગ 27hp પાવર અને 38Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જે છ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે.
આ પણ વાંચો – Maruti થી લઇને Tata સુધી, ડિસેમ્બરમાં લોન્ચ થશે આ નવી કાર, જાણો ડિટેલ્સ
આ સિવાય ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ, ગેસ-ચાર્જ્ડ ડ્યુઅલ રિઅર શોક, ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ, 17 ઇંચ એલોય વ્હીલ્સ સાથેની આ X440 T એક ડિઝાઇન અપડેટેડ વર્ઝન લાગે છે, સંપૂર્ણપણે નવું મોડેલ નથી.
સંભવિત કિંમત અને લોન્ચિંગ ડિટેલ્સ
વર્તમાન હાર્લી-ડેવિડસન X4400 ની કિંમત 2.40 લાખ રૂપિયાથી 2.80 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. નવી X440 T પણ આ જ પ્રાઇસ બ્રેકેટમાં લોન્ચ થવાની અપેક્ષા છે. એ વાતની પુરી સંભાવના છે કે કંપની તેને X440 ને બદલે અપડેટેડ વર્ઝન તરીકે રજુ કરશે, પરંતુ જ્યારે સત્તાવાર જાહેરાત આવશે ત્યારે જ આ સ્પષ્ટ થશે.
જ્યારે તે ભારતમાં લોન્ચ કરવામાં આવશે ત્યારે તે રોયલ એનફિલ્ડ હન્ટર 350, ટ્રાયમ્ફ સ્પીડ 400 અને હોન્ડા CB300R સાથે સ્પર્ધા કરશે.





