/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/2025-Glamour-X-125.jpg)
2025 Glamour X 125 Launches : ભારતની ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે આખરે પોતાની નવી 2025 હીરો ગ્લેમર X 125 લોન્ચ કરી
2025 Glamour X 125 Launches in India : ભારતની ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે આખરે પોતાની નવી 2025 હીરો ગ્લેમર X 125 લોન્ચ કરી દીધી છે. આ બાઇકમાં સેગમેન્ટ-ફર્સ્ટ ક્રુઝ કંટ્રોલ ફીચર મળે છે. અત્યાર સુધી આ ફીચર ફક્ત KTM 390 Duke, TVS Apache RTR 310 જેવી પ્રીમિયમ બાઇકમાં જ મળતા હતા. તેમાં રાઇડ-બાય-વાયર થ્રોટલ અને 3 રાઇડ મોડ્સ (ઇકો, રોડ, પાવર) મળે છે. આમાં રાઇડિંગ સ્ટાઇલ અને જરૂરિયાત અનુસાર પરફોર્મન્સ બદલી શકાય છે. ચાલો તેના ફીચર્સ વિશે વિગતવાર જાણીએ.
ટેકનોલોજી અને ફીચર્સ
નવી Glamour X 125 અદ્ભુત ટેકનોલોજીથી સજ્જ છે. તેમાં કલર TFT ડિસ્પ્લે, બ્લુટુથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ, ફુલ-LED લાઇટિંગ અને કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) મળે છે.
એન્જિન અને પર્ફોર્મન્સ
આ બાઇકમાં 124.7cc, સિંગલ-સિલિન્ડર એન્જિન મળે છે, જે 8,250rpm પર 11.4bhp પાવર અને 6,500rpm પર 10.5Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં 5-સ્પીડ ગિયરબોક્સ છે. હવે તેનું પર્ફોર્મન્સ Hero Xtreme 125R ના બરાબર થઈ ગયું છે.
વેરિઅન્ટ અને કલર ઓપ્શન્સ
આ બાઇક બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. પ્રથમ ડ્રમ વેરિઅન્ટ છે, જેમાં મેટ મેગ્નેટિક સિલ્વર અને કેન્ડી બ્લેઝિંગ રેડ જેવા કલર ઓપ્શન્સ છે. આ સિવાય બીજું ડિસ્ક વેરિઅન્ટ છે, જેમાં મેટાલિક નેક્સસ બ્લુ, બ્લેક ટીલ બ્લુ, બ્લેક પિયર્લ રેડ જેવા કલર ઓપ્શન્સ છે.
આ પણ વાંચો - Harley Davidson Street Bob 117 ભારતમાં લોન્ચ, જાણો કિંમત, ડિઝાઇન અને ફિચર્સ
બાઇક કિંમત
કિંમત વિશે વાત કરીએ તો બેઝ ડ્રમ વેરિઅન્ટની શરૂઆતની કિંમત 89,999 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે, જ્યારે ટોપ-સ્પેક ડિસ્ક વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે.
બુકિંગ અને ડિલિવરી
હીરોના બધા ડીલરશિપ અને ઓફિશિયલ વેબસાઇટ્સ પર તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તેની ડિલિવરી ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં શરૂ થવા જઈ રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us