હીરો મોટોકોર્પે નવું ઇલેક્ટ્રિક બાઇક કોન્સેપ્ટ Vida Ubex ટીઝ કર્યું, 2025 EICMA શો માં ઉંચકાશે પડદો

Hero Vida Ubex Electric Bike : ટીઝરમાં માત્ર બાઇકની સિલ્હૂટ બતાવવામાં આવી છે, પરંતુ તેમાંથી ઘણી મહત્વની માહિતી સામે આવી છે. Vida Ubex કોન્સેપ્ટ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનાર 2025 EICMA શો માં રજૂ કરવામાં આવશે

Written by Ashish Goyal
October 28, 2025 18:54 IST
હીરો મોટોકોર્પે નવું ઇલેક્ટ્રિક બાઇક કોન્સેપ્ટ Vida Ubex ટીઝ કર્યું, 2025 EICMA શો માં ઉંચકાશે પડદો
હીરો મોટોકોર્પ ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા ઝડપી પગલા ભરી રહ્યું છે

Hero Vida Ubex Electric Bike : હીરો મોટોકોર્પ ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા ઝડપી પગલા ભરી રહ્યું છે. Vida VX2 ના લોન્ચ પછી કંપનીએ નવી ઇલેક્ટ્રિક મોટરસાયકલ કોન્સેપ્ટ Vida Ubex ને ટીઝ કરી છે. આ ટીઝર થોડા સમય માટે કંપનીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર દેખાયું હતું, પરંતુ બાદમાં તેને હટાવી દેવામાં આવ્યું હતું.

હીરોની ઇલેક્ટ્રિક ડિવિઝન Vida એ નવો કોન્સેપ્ટ રજૂ કર્યો હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા કંપનીએ Vida Lynx (લાઇટ એડવેન્ચર ઇલેક્ટ્રિક બાઇક) અને Vida Acro(શરુઆતી રાઇડર્સ માટે મિની બાઇક) કોન્સેપ્ટ રજૂ કર્યા હતા. હવે નવો Vida Ubex કોન્સેપ્ટ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનાર 2025 EICMA શો માં રજૂ કરવામાં આવશે. આ પ્રોડક્શન લગભગ રેડી લાગે છે.

Vida Ubex: રોડસ્ટર લુક અને પ્રોડક્શન-રેડી ડિઝાઇન

ટીઝરમાં માત્ર બાઇકની સિલ્હૂટ બતાવવામાં આવી છે, પરંતુ તેમાંથી ઘણી મહત્વની માહિતી સામે આવી છે. આ બાઇકમાં સાડી ગાર્ડ્સ, ટાયર હગર્સ, સિંગલ-પીસ સીટ, યુએસડી ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ, રીઅર મોનોશોક, બંને વ્હીલ્સ પર પેટલ ડિસ્ક બ્રેક, એલોય વ્હીલ્સ અને બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમ જેવા ફિચર્સ જોવા મળે છે. આ બધી બાબતો સૂચવે છે કે બાઇકની ડિઝાઇન ઉત્પાદનની ખૂબ નજીક છે.

હીરો અને Zero Motorcycles નો પ્રભાવ

સૂત્રોના જણાવ્યા અનુસાર Vida Ubex કોન્સેપ્ટ Hero MotoCorp અને Zero Motorcycles વચ્ચે થયેલી વ્યૂહાત્મક ભાગીદારીનું પરિણામ હોઈ શકે છે. જોકે તેના પરફોર્મન્સ સાથે જોડાયેલી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બાઇક 200 સીસી એન્જિનવાળી પેટ્રોલ બાઇકની જેમ પર્ફોર્મન્સ આપી શકે છે. તેની રેન્જ લગભગ 200 કિલોમીટર સુધી હોઈ શકે છે.

આ પણ વાંચો – મોટોરોલાએ લોન્ચ કર્યો પાતળો moto X70 Air સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

સંભવિત હરિફો અને લોન્ચ ટાઇમલાઇન

Vida Ubex નો સીધો મુકાબલો Ola Roadster સાથે માનવામાં આવી રહ્યો છે. જોકે આફ્ટર સેલ્સ સર્વિસ અને ક્વોલિટીના મામલે Hero Vida લીડ મળી શકે છે. કારણ કે આ કોન્સેપ્ટ લગભગ પ્રોડક્શન માટે તૈયાર લાગે છે, એવી શક્યતાઓ છે કે હીરો મોટોકોર્પ તેને 2026 માં ભારતમાં લોન્ચ કરી શકે છે.

સંક્ષેપમાં Hero Vida Ubex ભારતમાં ઉચ્ચ-પ્રદર્શન ઇલેક્ટ્રિક મોટરસાયકલ સેગમેન્ટમાં એક નવું પરિમાણ ઉમેરી શકે છે, જે સ્ટાઇલ, પર્ફોમન્સ અને વિશ્વસનીયતાનું શાનદાર મિશ્રણ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ