/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Honda-Activa-Anniversary-Editions.jpg)
આ એનિવર્સરી એડિશન્સ માટેનું બુકિંગ દેશભરના હોન્ડા ડીલરશિપ પર શરૂ થઈ ચૂક્યું છે
Honda Activa 110, 125 and SP 125 Anniversary Editions launched: જાપાનની વાહન નિર્માતા કંપની હોન્ડા ભારતીય ટૂ-વ્હીલર માર્કેટમાં 25 વર્ષ પુરા થવાની ખુશીને સેલિબ્રેટ કરતા પોતાની મોસ્ટ પોપ્યુલર અને બેસ્ટ સેલિંગ સ્કૂટર્સ હોન્ડા એક્ટિવા 110, એક્ટિવા 125 અને હોન્ડા એસપી 125ની સ્પેશ્યલ એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે. કંપનીએ આ સ્પેશિયલ એડિશનમાં ઘણા કોસ્મેટિક ફેરફાર કર્યા છે, પરંતુ તેમાં કોઇ મિકેનિકલ ફેરફાર કર્યા નથી.
આ એનિવર્સરી એડિશન્સ માટેનું બુકિંગ દેશભરના હોન્ડા ડીલરશિપ પર શરૂ થઈ ચૂક્યું છે અને ડિલિવરી ઓગસ્ટ 2025ના અંત સુધીમાં શરૂ થશે. હોન્ડાની એનિવર્સરી એડિશનની કિંમતથી લઈને નવા અપડેટ્સ સુધીની વિગતો પર એક નજર કરીએ.
હોન્ડા એક્ટિવા 110, 125 અને એસપી 125 એનિવર્સરી એડિશન: શું છે ખાસ
હોન્ડાએ 25મી એનિવર્સરી એડિશનમાં માત્ર કોસ્મેટિક અપડેટ આપ્યા છે પરંતુ તેમાં કોઇ મિકેનિકલ અપડેટ કે ફેરફાર કર્યા નથી, એટલે કે આ સ્પેશિયલ એડિશનનું પરફોર્મન્સ હાલના મોડલ જેવું જ હશે. એનિવર્સરી એડિશનને 'DLX' વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ત્રણેય મોડલને બે નવા કલર પર્લ સાયરન બ્લૂ અને મેટ સ્ટીલ બ્લેક મેટેલિકનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
હોન્ડા એક્ટિવા એનિવર્સરી એડિશનની વાત કરીએ તો 110 અને 125 બંને એક્ટિવામાં સ્પેશિયલ એનિવર્સરી ગ્રાફિક્સ સાથે ફ્રન્ટ પેનલ પર 25 વર્ષનો લોગો, ક્રોમ ટ્રિમ એલિમેન્ટ્સ અને બ્રોન્ઝ ફિનિશ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. હોન્ડા એક્ટિવા 110માં બ્રાઉન/બ્લેક સીટ અને ઇનર પેનલ ફિનિશ (કલરના આધારે) પણ મળે છે, જ્યારે એક્ટિવા 125 ઓલ બ્લેક ટ્રીટમેન્ટ સાથે આવે છે.
આ પણ વાંચો - નવી જનરેશન હ્યુન્ડાઇ વેન્યૂ આ દિવસે થશે લોન્ચ, જાણો ડિઝાઇનથી લઇને ફિચર્સ સુધી
એન્જિન સ્પેસિફિકેશનની વાત કરીએ તો પહેલા 110સીસી મોડલમાં સિંગલ સિલિન્ડર 109.5સીસી એન્જિન આપવામાં આવ્યું છે, જે 8 એચપી પાવર અને 9.05 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. બીજી તરફ 125સીસી મોડેલમાં 124સીસી સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.4hp પાવર અને હોર્સપાવર અને 10.5Nm ટોર્ક જનરેટ કરે છે.
હોન્ડા એસપી 125 એનિવર્સરી એડિશનને પણ નવા ગ્રાફિક્સથી સજાવવામાં આવ્યું છે, જેમાં ફ્યુઅલ ટેન્ક અને બ્રોન્ઝ ફિનિશ્ડ એલોય વ્હીલ્સ પર 25 વર્ષનો બેજ આપવામાં આવ્યો છે. આ કમ્યુટર બાઇકમાં 124સીસીનું સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે એર-કૂલ્ડ ટેકનોલોજી પર આધારિત છે. આ એન્જિન 10.9 એચપી પાવર અને 10.9 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે, જેની સાથે 4 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.
હોન્ડા એક્ટિવા 110, 125 અને એસપી 125 એનિવર્સરી એડિશન કિંમત
હોન્ડાએ જે ત્રણ એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે તેની કિંમત હાલના સ્ટાન્ડર્ડ ડીએલએક્સ વેરિઅન્ટ કરતા 1,000 રૂપિયા વધુ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us