New Kia Seltos Launch : કિયા મોટર્સે ભારતમાં પોતાની લોકપ્રિય એસયુવી સેલ્ટોસની નવી જનરેશન 2026 કિયા સેલ્ટોસને સત્તાવાર રીતે રજૂ કરી છે. કંપનીએ તેને પહેલા કરતા વધુ બોલ્ડ ડિઝાઇન, હાઇ-ટેક ફિચર્સ અને એડવાન્સ સેફ્ટી ટેકનોલોજી સાથે લોન્ચ કરી છે. આ એસયુવીનું બુકિંગ આજથી એટલે કે 10 ડિસેમ્બર, 2025ના રોજ રાતથી 25,000 રૂપિયાની ટોકન રકમ સાથે શરૂ થશે. તેની કિંમતનો ખુલાસો 2 જાન્યુઆરી 2026 ના રોજ જાહેર કરવામાં આવશે. તેની ડિલિવરી નવા વર્ષના બીજા ક્વાર્ટરથી શરૂ થશે.
2026 Kia Seltos કલર ઓપ્શન્સ અને વેરિઅન્ટની વિગતો
- 10 મોનોટોન કલર ઓપ્શન
- 2 નવા કલર- મોર્નિંગ હેઝ અને મેગ્મા રેડ
વેરિઅન્ટ લાઇનઅપ
- HTE (બેઝ વેરિઅન્ટ)
- HTK
- HTX
- GTX (ટોપ વેરિઅન્ટ)
2026 કિયા સેલ્ટોસ ડાયમેંશન
- લંબાઈ: 4,460 એમએમ
- પહોળાઈ: 1,830 એમએમ
- વ્હીલબેઝ: 2,690 એમએમ
- બૂટ સ્પેસ: 447 લિટર
- તેની સાઇઝ તેને 4.2 m-4.4 m એસયુવી સેગમેન્ટમાં પાવરહાઉસ બનાવે છે.
નવી ડિઝાઇન: વધારે મસ્ક્યૂલર અને હાઇ-ટેક લુક
નવી સેલ્ટોસ હવે કિયાની ‘Opposites Unite’ અને ‘Infinite SUV Design’ પર આધારિત છે. તેમાં ઘણા ફ્યૂચરિસ્ટિક એલિમેંટ્સ જોડવામાં આવ્યા છે , જે આ પ્રકારે છે.
એક્સટીરિયર હાઇલાઇટ્સ
- ફ્લશ ડોર હેન્ડલ
- ડિજિટલ ટાઇગર ફેસ ગ્રિલ
- ન્યૂ સ્ટાર મેપ એલઇડી લાઇટિંગ
- ડાયનેમિક વેલકમ અને ગુડબાય એનિમેશન
- 18 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ
- પેઇન્ટેડ બોડી ક્લેડિંગ
- LED ફોગ લાઇટ્સ
- કેન્ડી ગ્રીન પેંટેડ બ્રેક કેલિપર્સ
2026 કિયા સેલ્ટોસ ઇન્ટિરિયર: લક્ઝરીનું નવું સ્ટાન્ડર્ડ
Kia એ આ વખતે સમગ્ર એસયુવીને ઇન્ટિરિયરમાં લક્ઝરી ટેક-સ્પેસમાં ફેરવી દીધી છે, જેમાં મળનાર ટોપ ઇન્ટિરિયર આ પ્રમાણે છે.
- 30 ઇંચ ટ્રિનિટી પેનોરમિક ડિસ્પ્લે (12.3+12.3+5 ઇંચ)
- હેડ-અપ ડિસ્પ્લે (HUD)
- પેનોરમિક ડ્યુઅલ પેન સનરૂફ
- વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે
- 64 કલર એમ્બિયન્ટ લાઇટિંગ
- 10-વે પાવર્ડ ડ્રાઇવર સીટ (મેમોરી ફંક્શન સાથે)
- વેન્ટિલેટેડ અને કમ્ફર્ટ સીટ્સ
- 8-સ્પીકર Bose સાઉન્ડ સિસ્ટમ
- રિયર સનશેડ
- 100W USB-C ફાસ્ટ ચાર્જિંગ
- ડિજિટલ કી
- Kia Connect 2.0 અને OTA અપડેટ્સ
- ઓટો ડિમિંગ IRVM
- ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ
2026 કિયા સેલ્ટોસ સેફ્ટી : હવે વધારે મજબૂત
નવી સેલ્ટોસને Ultra High Strength Steel માંથી તૈયાર કરવામાં આવી છે અને તેને Bharat NCAP 5-સ્ટાર સેફ્ટી સાથે ડિઝાઇન કરવામાં આવી છે.
સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ
- 6 એરબેગ્સ
- ABS + EBD
- ટ્રેક્શન કંટ્રોલ
- ઓલ-ફોર ડિસ્ક બ્રેક્સ
- ઓટો હેડલાઈટ્સ
- મજબુત ચેસિસ
- Level-2+ ADAS ફિચર્સ
- 360 ડિગ્રી કેમેરા
- બ્લાઇંડ વ્યૂ મોનિટર
- અડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ
- ઓટો ઇમરજન્સી બ્રેકિંગ
- લેન અસિસ્ટ
- ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર
- ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક
2026 કિયા સેલ્ટોસ એન્જિન અને પાવરટ્રેન
નવા સેલ્ટોસમાં જૂનું જ વિશ્વસનીય એન્જિન યથાવત્ રહેશે, જેની વિગતો નીચે મુજબ છે.
- 1.5L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ
- ગિયરબોક્સ: 6-સ્પીડ એમટી/CVT
- ઉપયોગ: શહેર માટે સ્મૂથ ડ્રાઇવ
1.5L ટર્બો પેટ્રોલ
- પાવર: 160 PS
- ટોર્ક : 253 Nm
- ગિયરબોક્સ: 6MT/ 7-સ્પીડ DCT
1.5L ટર્બો ડીઝલ
- પાવર : 114 bhp
- ટોર્ક : 250 Nm
- ગિયરબોક્સ: 6MT/s 6-સ્પીડ ઓટો
2026 Kia Seltos કિંમત (સંભવિત)
કિયા મોટર્સે હજી સુધી કિંમતો જાહેર કરી નથી પરંતુ જ્યારે 2 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થશે ત્યારે કિંમત સત્તાવાર હશે. અહેવાલો અનુસાર નવી સેલ્ટોની કિંમત 11 થી 20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે.
ઓટોમોબાઇલ નિષ્ણાત નિષ્કર્ષ
2026 Kia Seltos હવે માત્ર SUV નથી, પરંતુ ટેકનોલોજી, સેફ્ટી અને લક્ઝરીનું સંપૂર્ણ પેકેજ છે. નવી ડિઝાઇન, 30-ઇંચની ડિસ્પ્લે, ADAS સેફ્ટી, પેનોરેમિક સનરૂફ અને દમજાર એન્જિન તેને સીધી રીતે Tata Sierra, Hyundai Creta અને MG Astor જેવી SUVs સાથે ટક્કર આપશે.





