kinetic DX Electric Scooter : કાઇનેટિકની નવા ઇ સ્કૂટર સાથે માર્કેટમાં એન્ટ્રી, 115 કિમી મળશે રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ

કાઇનેટિક ડીએક્સ ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચ : કાઇનેટિક ગ્રીને ભારતીય બજારમાં ધમાકેદાર વાપસી કરી છે. કંપનીએ તેનું નવું કાઇનેટિક DX ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીની વેબસાઇટ પર 1,000 રૂપિયામાં બુકિંગ શરૂ થઈ ગયું છે જ્યારે ડિલિવરી સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે

Written by Ashish Goyal
July 28, 2025 15:53 IST
kinetic DX Electric Scooter : કાઇનેટિકની નવા ઇ સ્કૂટર સાથે માર્કેટમાં એન્ટ્રી, 115 કિમી મળશે રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ
kinetic DX Electric Scooter India Launch and Price : કંપનીએ તેનું નવું કાઇનેટિક DX ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું (તસવીર - સોશિયલ મીડિયા)

kinetic DX Electric Scooter India Launch Price : કાઇનેટિક ગ્રીને ભારતીય બજારમાં ધમાકેદાર વાપસી કરી છે. કંપનીએ તેનું નવું કાઇનેટિક DX ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર બે વેરિઅન્ટ DX અને DX+ માં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીની વેબસાઇટ પર 1,000 રૂપિયામાં બુકિંગ શરૂ થઈ ગયું છે જ્યારે ડિલિવરી સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે.

ભારતીય બજારમાં કાઇનેટિક DX ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 1,11,499 રૂપિયા અને DX+ ની 1,17,499 રૂપિયા છે.નપહેલા વર્ષ માટે ફક્ત 35,000 યુનિટ જ વેચવામાં આવશે.

કાઇનેટિક ઇલેક્ટ્રિક સ્કૂટર ડિઝાઇન

કાઇનેટિકે DX ની ડિઝાઇનને ક્લાસિક અને મોર્ડનનું શાનદાર કોમ્બિનેશન બનાવ્યું છે. આ સ્કૂટરમાં રેટ્રો સિલોએટ સાથે નવું ત્રણ-સ્લેટ ગ્રિલ, મેટલ સાઇડ બોડી અને વાઇઝર પર ગ્લોઇંગ બ્રાન્ડિંગ લોગો આપવામાં આવ્યો છે. કાઇનેટિક DX+ વેરિઅન્ટ લાલ, વાદળી, સફેદ, સિલ્વર અને બ્લેક એમ પાંચ કલરમાં મળશે જ્યારે બેઝ DX ફક્ત સિલ્વર અને બ્લેક કલરમાં આવશે.

116 કિમી રેન્જ

કાઇનેટિક DX માં 4.8kW BLDC હબ મોટર આપવામાં આવી છે જે 90 કિમી/કલાકની ટોપ સ્પીડ આપે છે. તેની સાથે લાગેલી 4.6kWh LFP બેટરીને Range-X દ્વારા ડેવલપ કરવામાં આવી છે. કાઇનેટિક DX ની પ્રમાણિત રેન્જ 116 કિમી છે. જ્યારે DX+ વેરિઅન્ટમાં ક્રુઝ લોક ટેકનોલોજી છે, જેનાથી આ 25-30 કિમી/કલાકની સ્થિર ગતિએ ચાલવા પર 150 કિમી સુધીની રેન્જ આપી શકે છે. સ્કૂટરમાં ત્રણ રાઇડિંગ મોડ રેન્જ, પાવર અને ટર્બો છે.

આ પણ વાંચો – નવા હીરો ગ્લેમરમાં મળશે ક્રુઝ કંટ્રોલનું ફીચર, જાણો આ બજેટ કમ્યૂટર બાઇકની બધી ડિટેલ

સ્કૂટરના અન્ય ફિચર્સ

કાઇનેટિકના આ સ્કૂટરમાં 8.8 ઇંચ ડિજિટલ ક્લસ્ટર, બ્લૂટૂથ, મ્યુઝિક પ્લેયર, વોઇસ નેવિગેશન અને કાઇનેટિક આસિસ્ટ સ્વિચ જેવા ફીચર્સ છે. બજારમાં કાઇનેટિક DXનો મુકાબલો TVS iQube, Bajaj Chetak, Hero Vida V1 અને Ather Rizta સાથે થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ