Land Rover Defender : લેન્ડ રોવર ડિફેન્ડરનું સ્પેશ્યલ એડિશન લોન્ચ, જાણો કિંમત અને દમદાર ફિચર્સ

Land Rover Defender 110 Trophy Edition Launched : બ્રિટિશ ઓટોમેકર લેન્ડ રોવરે ભારતમાં પોતાની આઇકોનિક SUV નું સ્પેશ્યલ વર્ઝન Defender 110 Trophy Edition લોન્ચ કર્યું છે. આ લિમિટેડ-એડિશન મોડેલ ખાસ કરીને એ લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમને એડવેન્ચર અને ઓફ-રોડિંગનો શોખ છે

Written by Ashish Goyal
Updated : October 13, 2025 16:39 IST
Land Rover Defender : લેન્ડ રોવર ડિફેન્ડરનું સ્પેશ્યલ એડિશન લોન્ચ, જાણો કિંમત અને દમદાર ફિચર્સ
બ્રિટિશ ઓટોમેકર લેન્ડ રોવરે ભારતમાં પોતાની આઇકોનિક SUV નું સ્પેશ્યલ વર્ઝન Defender 110 Trophy Edition લોન્ચ કરી

land rover defender 110 trophy edition launched : બ્રિટિશ ઓટોમેકર લેન્ડ રોવરે ભારતમાં પોતાની આઇકોનિક SUV નું સ્પેશ્યલ વર્ઝન Defender 110 Trophy Edition લોન્ચ કરી છે. આકર્ષક લુક અને પાવરફુલ એન્જિનથી લેસ આ સ્પેશિયલ એડિશન SUV ની કિંમત 1.3 કરોડ રુપિયા (એક્સ-શોરૂમ) છે. આ લિમિટેડ-એડિશન મોડેલ ખાસ કરીને એ લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમને એડવેન્ચર અને ઓફ-રોડિંગનો શોખ છે.

ખાસ લુક અને એક્સક્લુઝિવ એડિશન

ડિફેન્ડર ટ્રોફી એડિશન બે નવા કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. જેમાં ડીપ સનગ્લો યલો અને કેસવિક ગ્રીન છે. લુક અને ડિઝાઇનની વાત કરવામાં આવે તો તેમાં બ્લેક-આઉટ રુફ, બોનેટ, સ્કફ પ્લેટ્સ, વ્હીલ આર્ચેજ અને સાઇડ ક્લેડીંગ છે, જે તેને વધુ મસ્ક્યુલર લુક આપે છે. બોનેટ અને સી-પિલર પર સ્પેશિયલ Trophy Edition ડેકલ્સ પણ દેખાય છે, જે તેની વધારે યૂનિક સ્ટાઇલ આપે છે.

આ લિમિટેડ એડિશન વર્ઝનમાં 20-ઇંચ ગ્લોસ બ્લેક એલોય વ્હીલ્સ છે, જેમાં ગ્રાહકો ઓલ-સિઝન અથવા ઓલ-ટેરેન ટાયરમાંથી પસંદગી કરી શકે છે. સાથે ઓફ-રોડિંગ માટે ઓપ્શનલ એસેસરીઝ પણ આપવામાં આવી રહી છે, જેમાં હેવી-ડ્યુટી રૂફ રેક, બ્લેક ડિપ્લોયેબલ સાઇડ લૈડર, સાઇડ પેનિયર્સ અને બ્લેક સ્નોર્કલનો સમાવેશ થાય છે. ખરીદનાર પોતાની ગાડીને સ્ક્રેચથી બચાવવા માટે બંને રંગોમાં મેટ પ્રોટેક્ટિવ ફિલ્મ પણ પસંદ કરી શકે છે.

SUV નું ઇન્ટિરિયર કેવું છે?

કેબિનની અંદર ઇબોની વિન્ડસર લેધર સીટ્સ, દરવાજાની સીલ પર Trophy બ્રાન્ડિંગ સાથે LED પ્લેટ્સ અને ડેશબોર્ડ ક્રોસબીમ પર એક્સટીરિયર કલરની ફિનિશ આપવામાં આવી છે. કંપનીએ કેબિનને પ્રીમિયમ અનુભવ કરાવવા માટે કોઈ કસર છોડી નથી.

આ પણ વાંચો – મારુતિ સુઝુકીનું નવું ઇવી કોન્સેપ્ટ વિઝન ઇ સ્કાઇ BEV, શું તે ભવિષ્યની Wagon-R EV બની શકે છે?

એન્જિન અને પર્ફોમન્સ

ડિફેન્ડર 110 ટ્રોફી એડિશનમાં 3.0-લિટર ઇનલાઇન-6 ટ્વીન-ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે જે 350 hp અને 700 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને સ્ટાન્ડર્ડ ફોર-વ્હીલ-ડ્રાઇવ સાથે આવે છે. કંપનીના જણાવ્યા મુજબ, આ SUV માત્ર 6.4 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 191 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ