New Hyundai Venue 2025 launched in India : નવી હ્યુન્ડાઇ વેન્યુ ફેસલિફ્ટને ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે, જે 7.90 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે માર્કેટમાં ઉતારવામાં આવી છે. નવી-જનરેશન વેન્યુમાં જબરદસ્ત સ્ટાઇલિંગ અપડેટ્સ, પ્રીમિયમ ઇન્ટિરિયર અને જૂના મોડલની જેમ જ એન્જિન વિકલ્પો મળે છે. SUV હવે પહેલા કરતા વધુ સ્પોર્ટી અને ફીચરથી રિચ થઇ ગઇ છે.
નવી હ્યુન્ડાઇ Venue કિંમત
નવી Venue ની કિંમત 7.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 15.69 લાખ રૂપિયા સુધી જાય છે. SUV કુલ 8 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – HX2, HX4, HX5, HX6, HX6T, HX7, HX8, અને HX10. આ સિવાય સ્પોર્ટી N Line વેરિઅન્ટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે, જેની કિંમત 10.55 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
ડિઝાઇન અને કદ
નવા વેન્યુની ડિઝાઇન પહેલા કરતા વધુ બોક્સી અને બોલ્ડ છે. હવે તે 48 mm વધારે ઉંચી, 30 mm વધારે પહોળી અને 20 mm વધુ વ્હીલબેઝ સાથે આવે છે. એસયુવીમાં એલઇડી લાઇટ બાર્સ, નવા 16 ઇંચના એલોય વ્હીલ્સ, મસ્ક્યુલર સ્કિડ પ્લેટ્સ, ડાર્ક ક્રોમ ગ્રિલ અને ફ્લેયર્ડ ફેન્ડર મળે છે.
કલર ઓપ્શનની વાત કરીએ તો તેમાં એબિસ બ્લેક, એટલાસ વ્હાઇટ, એટલાસ વ્હાઇટ વિથ બ્લેક રૂફ, ડ્રેગન રેડ, હેઝલ બ્લૂ, હેઝલ બ્લૂ વિથ બ્લેક રૂફ, Mystic Sapphire અને ટાઇટન ગ્રે નો વિકલ્પ મળશે.
પ્રીમિયમ ઇન્ટિરિયર અને ફીચર્સ
નવા વેન્યુની કેબિન હવે પહેલા કરતા વધુ લક્ઝરી ફીલ આપે કરે છે, જેમાં કરેલા મુખ્ય ફેરફારોમાં ડ્યુઅલ 12.3-ઇંચની સ્ક્રીન સેટઅપ, નવી 3-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, બ્લુ-બેજ કલર સ્કીમ, વ્હાઇટ એમ્બિયન્ટ લાઇટિંગ, Venue N Line માં ઓલ-બ્લેક ઇન્ટિરિયર, રેડ સ્ટિચિંગ અને સ્પોર્ટી સ્ટીયરિંગ સામેલ છે.
આ પણ વાંચો – ટાટા સિએરા ભારતમાં આ દિવસે લોન્ચ થશે, જાણો શું હોઇ છે સંભવિત કિંમત અને ફિચર્સ
આ સિવાય તેમાં કેટલાક ફિચર્સ જોડવામાં આવ્યા છે. જેમાં લેવલ 2 ADAS (એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ), વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 360 ડિગ્રી કેમેરા, બોઝના 8 સ્પીકર સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક (ઓટો હોલ્ડ સાથે), ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને રિયર સનશેડનો સમાવેશ થાય છે.
એન્જિન અને માઇલેજ
નવા વેન્યુમાં જૂના એન્જિન વિકલ્પો જાળવી રાખવામાં આવ્યા છે, જેની વિગતો નીચે મુજબ છે.
- 1.2L પેટ્રોલ (83hp) – 5-સ્પીડ મેન્યુઅલ
- 1.0L ટર્બો પેટ્રોલ (120hp) – 6-સ્પીડ મેન્યુઅલ /મેન્યુઅલ 7-સ્પીડ ડીસીટી
- 1.5L ડીઝલ (116hp) – હવે 6-સ્પીડ ઓટોમેટિક સાથે પણ
માઇલેજને લઇને કંપનીનો દાવો છે કે તે ડીઝલ એમટી પર 20.99 કિમી પ્રતિ લિટરની, ડીઝલ AT – 17.90 કિમી પ્રતિલિટર, પેટ્રોલ MT – 18.05 કિમી પ્રતિલીટર, ટર્બો પેટ્રોલ DCT – 20 કિમી પ્રતિ લિટર અને ટર્બો પેટ્રોલ MT પર 18.74 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે.
નવી હ્યુન્ડાઇ વેન્યુ આ કારો સાથે સ્પર્ધા કરશે
નવી હ્યુન્ડાઇ વેન્યુ કિયા સોનેટ, મારુતિ સુઝુકી બ્રેઝા, ટાટા નેક્સોન, મહિન્દ્રા એક્સયુવી 3XO, સ્કોડા કાયલાક વગેરે સાથે સ્પર્ધા કરશે.





