/indian-express-gujarati/media/media_files/2025/12/23/new-mahindra-thar-2026-2025-12-23-21-42-15.jpg)
નવી મહિન્દ્રા થારના સ્પાઇ શોટ્સમાં ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે
New Mahindra Thar 2026 Spotted : મહિન્દ્રાએ ઓક્ટોબર 2025 માં નજીવા અપડેટ સાથે વર્તમાન જનરેશન મહિન્દ્રા થાર રજૂ કરી હતી અને તે સમયે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે થારને Thar Roxx થી પ્રેરિત ડિઝાઇન ફેરફારો મળશે, પરંતુ તેવું થયું ન હતું. હવે હાલમાં સામે આવેલા નવા સ્પાઇ શોટ્સ સંકેત આપી રહ્યા છે કે મહિન્દ્રા વધુ એક રિફ્રેશ પર કામ કરી રહી છે. ટેસ્ટ મ્યૂલ આંશિક કૈમોફ્લાજમાં જોવા મળ્યું છે, જેનાથી સ્પષ્ટ છે કે એસયુવીની ડિઝાઇનમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે, જોકે લોન્ચિંગનો ટાઇમલાઇન હજુ સ્પષ્ટ નથી.
એક્સટીરિયરમાં મોટા ફેરફારો જોવા મળશે
નવી મહિન્દ્રા થારના સ્પાઇ શોટ્સમાં ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે
એલઇડી પ્રોજેક્ટર હેડલાઇટ્સ
C-શેપ DRLs (ડે-ટાઇમ રનિંગ લાઈટ્સ)
ડબલ-સ્ટેક્ડ 6-સ્લોટ જાળી (પહેલા 7-સ્લોટ ગ્રિલ હતી)
નવા ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ, જે સંભવતઃ 19-ઇંચ હોઈ શકે છે
છેલ્લા અપડેટમાં મહિન્દ્રા થારને આ ફિચર્સ મળ્યા હતા
-બોડી-કલર 7-સ્લોટ ગ્રીલ
-ડ્યુઅલ-ટોન ફ્રન્ટ બમ્પર
-રિયર વાઇપર
-સ્પેયર વ્હીલમાં ઇંટીગ્રેટેડ રિઅર-વ્યૂ કેમેરા
નવું અપડેટ આના કરતા વધુ વિઝ્યુલ ફેરફારો લાવી શકે છે.
ઇંટીરિયરમાં શું હોઈ શકે નવું?
જોકે સ્પાઇ શોટ્સમાં કેબિન સ્પષ્ટપણે જોવા મળ્યું નથી પણ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે મહિન્દ્રા તેમાં કેટલીક નવી પ્રીમિયમ ફિચર્સ ઉમેરી શકે છે.
-ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ
-ઓટો ડિમિંગ IRVM
-પાવર-ફોલ્ડિંગ ORVMs
-પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ
-વાયરલેસ ચાર્જર
આ ફીચર્સ Thar ને વધુ આરામદાયક અને ફીચર લોડેડ બનાવી શકે છે.
એન્જીન અને ગિયરબોક્સમાં ફેરફારની આશા નથી
નવી મહિન્દ્રા થારમાં એન્જિન વિકલ્પો વર્તમાન મોડલ જેવા જ રહેવાની સંભાવના છે.
-2.0 લિટર ટર્બો-પેટ્રોલ - 152hp
-1.5 લિટર ડીઝલ - 119hp
-2.2 લિટર ડીઝલ - 132hp
-ગિયરબોક્સ વિકલ્પ પણ પહેલાની જેમ જ રહેશે.
-પેટ્રોલ એન્જીન સાથે 4WD ઓપ્શનલ
-વધુ પાવરફુલ ડીઝલ વેરિઅન્ટમાં 4WD સ્ટાન્ડર્ડ
નવી મહિન્દ્રા થાર ક્યારે લોન્ચ થશે?
હાલમાં મહિન્દ્રાએ સત્તાવાર રીતે લોન્ચ તારીખ જાહેર કરી નથી, પરંતુ સ્પાઇ શોટ્સને જોતા એવું કહી શકાય છે કે કંપની 2026 માં નવી મહિન્દ્રા થારનું અપડેટ વર્ઝન રજુ કરી શકે છે.
ઓટોમોબાઇલ નિષ્ણાત નિષ્કર્ષ
નવી મહિન્દ્રા થાર આવનારા સમયમાં વધુ સ્ટાઇલિશ, વધુ પ્રીમિયમ અને ફીચર-રિચ હોઈ શકે છે. ઑફ-રોડિંગ ડીએનએ જાળવી રાખીને મહિન્દ્રા હવે તેને શહેરી ગ્રાહકો માટે પણ વધુ આકર્ષક બનાવવા માટે તૈયારીમાં છે.
(Source: Autocar India)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us