નેક્સ્ટ જનરેશન બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ પહેલા થયું સ્પોટ, જાણો શું છે મોટા અપડેટ

Next gen Bajaj Chetak First Look : નેક્સ્ટ જનરેશન બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરની પ્રથમ ઝલક એટલે કે સ્પાય શોટ્સ (Spy Shots) સામે આવ્યા છે. કંપનીએ હજી સુધી લોન્ચિંગની સત્તાવાર તારીખ જાહેર કરી નથી પણ એવું માનવામાં આવે છે કે આ નવું ચેતક 2026 માં ભારતીય રસ્તાઓ પર આવી શકે છે

Written by Ashish Goyal
October 23, 2025 17:07 IST
નેક્સ્ટ જનરેશન બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ પહેલા થયું સ્પોટ, જાણો શું છે મોટા અપડેટ
નેક્સ્ટ જનરેશન બજાજ ચેતકના સ્પાય શોટ્સ (Spy Shots) સામે આવ્યા છે (તસવીર - Rushlane)

Next gen Bajaj Chetak First Look: છેલ્લા કેટલાક વર્ષોમાં બજાજ ઓટોએ ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં મજબૂત પકડ બનાવી છે. ચેતક 35 સિરીઝ અને 30 સિરીઝની સફળતા બાદ કંપની હવે નેક્સ્ટ જનરેશન બજાજ ચેતક પર કામ કરી રહી છે.

હાલમાં જ આ સ્કૂટરની પ્રથમ ઝલક એટલે કે સ્પાય શોટ્સ (Spy Shots) સામે આવ્યા છે, જેને ઓટોમોટિવ ઉત્સાહી સાઈએ શેર કરી છે. જોકે કંપનીએ હજી સુધી લોન્ચિંગની સત્તાવાર તારીખ જાહેર કરી નથી પણ એવું માનવામાં આવે છે કે આ નવું ચેતક 2026 માં ભારતીય રસ્તાઓ પર આવી શકે છે.

નેક્સ્ટ જનરેશન બજાજ ચેતક: ડિઝાઇન અને અપડેટેડ ફીચર્સ

નવા ચેતકમાં ઘણા મહત્વના ફેરફારો જોવા મળી રહ્યા છે. તેની ડિઝાઇન વર્તમાન મોડેલ જેવી જ દેખાય છે, તેમ છતાં તેના પાવરટ્રેન અને સાયકલ પાર્ટ્સ સંપૂર્ણપણે અપડેટ કરવામાં આવ્યા છે. પાછળની એલઇડી ટેઇલ લાઇટ્સ હવે એક જ યુનિટમાં છે, જેમાં બ્રેક લાઇટ્સ અને ઇંડીકેટર્સ બંને સામેલ છે.

નંબર પ્લેટ હોલ્ડર નવું છે અને હવે તેમાં રિયર ટાયર હગર પણ ઉમેરવામાં આવ્યું છે. ચાર્જિંગ પોર્ટ હવે સંભવતઃ ફ્રન્ટ એપ્રોન અથવા કોઈપણ ફ્લેપની પાછળ છુપાયેલું છે. સીટ પહેલા કરતા વધુ ફ્લેટ ડિઝાઇનમાં છે, જ્યારે ગ્રેબ રેલ જૂના મોડેલ જેવી જ દેખાય છે. ફ્રન્ટ પર હેડલાઇટ્સ અને ડીઆરએલ વર્તમાન મોડલ જેવા જ છે, પરંતુ ‘Chetak’ લોગોના બદલે હવે Chetak લેટર આપવામાં આવ્યા છે.

મિડ-લેવલ વેરિઅન્ટની ઝલક

સ્પાય શોટ્સ સૂચવે છે કે તે નેક્સ્ટ-જનરેશન ચેતકનું મિડ-લેવલ વેરિઅન્ટ હોઈ શકે છે, સંભવતઃ Chetak 3502અથવા 3002 નામ હેઠળ લોન્ચ કરવામાં આવી શકે છે. તેમાં ફ્રન્ટ ડિસ્ક બ્રેક છે, પરંતુ ઘણા પ્રીમિયમ ફિચર્સનો અભાવ હોય તેવું લાગે છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, તેમાં હબ મોટર છે જે વર્તમાનમાં ચેતકના કોઇ મોડલોમાં નથી.

આ પણ વાંચો – iPhone 17 Pro ની કિંમતમાં ઘટાડો, પ્રથમ વખત એપલના નવા આઇફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો ડીલ

કીલેસ ગો ફીચર અને ટીએફટી સ્ક્રીન આ મોડલમાં નથી. તેના બદલે નવું એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળે છે. સ્વિચગિયર પણ નવું છે અને સિંગલ-સાઇડ સસ્પેન્શનને બદલે પરંપરાગત ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સંભવિત બેટરી અને રેન્જ

નવી જનરેશન બજાજ ચેતક 3 kWh થી 3.5 kWh સુધીની બેટરી પેક સાથે આવી શકે છે, જે એક જ ચાર્જ પર લગભગ 150 કિમી સુધીની રેન્જ આપી શકે છે.

(Source- Rushlane)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ